________________
રકo
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના નાગમ નવનીત
9) શુભ સંદેશ છ આ છેદશાસ્ત્ર સારાંશ રૂપ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના નામની પુસ્તકમાંથી ચાર છેદ સૂત્રોનો સારાંશ કંઠસ્થ કરી શકાય છે, જે સાધુ-સાધ્વીજીઓ માટે બહુ જ ઉપયોગી થાય તેમ છે. તે સિવાય અનેક વિષયોનું પરિશિષ્ટરૂપે સ્પષ્ટીકરણ જે કરેલ છે તે ચાર છેદ સુત્રોના મર્મને સમજવા માટે હૃદયમાં સંતોષ સમાધાન અને પ્રસન્નતાદાયક છે. ઉપરાંત સંઘ સંચાલકો અને અનુશાસ્તાઓ માટે આવશ્યક જાણવા જેવા ઘણા-ઘણા વિષયો આ પુસ્તકમાં આવરી લેવામાં આવ્યા છે. શ્રદ્ધા અને ભાવપૂર્વક સ્વાધ્યાય કરનારા સાધક આ પુસ્તકનો વારંવાર અધ્યયનમનન કરી આચારના વિષયોમાં બહુશ્રુતતા પ્રાપ્ત કરી શકે છે.
[IS) એક સ્પષ્ટીકરણ છે
બહુશ્રુત ગીતાર્થ આગમ મનીષી મુનિરાજશ્રીનો રાત્રિ-દિવસનો અધિકતમ સમય અને સત્તાવાન વર્ષના જીવનનો અધિકતમ ભાગ આગમજ્ઞાનના રમણમાં જ વ્યતીત થયો છે, થાય છે. આગમ જ તેઓનો શ્વાસ છે, આગમ જ તેઓનો પ્રાણ છે અને આગમ જ તેઓનો જીવન વૃત્ત છે. તેઓશ્રીના દરેક ચિંતન, દરેક નિર્ણય તથા અનેકો સુઝાવ આગમના અનેક પ્રમાણોના મંથન યુક્ત તેમજ બુદ્ધિગમ્ય પણ હોય છે, જે ઉદાર અને ખુલ્લા દિલવાળા સ્વાધ્યાય પિપાસુ અને આગમ જિજ્ઞાસુઓ માટે અમૃત ફલ સમાન સિદ્ધ થાય છે. તેઓશ્રીના લેખનના કોઈપણ વાક્યમાં અને જીવનના કોઈપણ ક્ષણમાં ઉત્સુત્ર પ્રરૂપણ કયારે ય થઈ શકે નહીં; આ એક ઘણી જ સાચી અને તદ્દન અનુભવ સિદ્ધ વાત છે.
આગમમનીષી મુનિરાજશ્રી દ્વારા પ્રસ્તુત કોઈપણ સૂત્રના મર્મને, ઊંડા ચિંતનને, કોઈપણ વિદ્વાન–બુદ્ધિમાન, કોઈપણ આગમ પ્રમાણથી સૂત્ર વિરુદ્ધ સિદ્ધ કરી શકે નહીં, તેમ જણાય છે. છતાં પણ પોતાના હૃદયમાં ભરેલા દ્વેષ કે અજ્ઞાન દશાના કારણે તેમજ પોતાના દિમાગમાં રાખેલા- આગમ નિરપેક્ષ કે આગમ વિપરીત પરંપરાઓના દુરાગ્રહને વશ થઈને કોઈ તેઓને ઉસૂત્ર પ્રરૂપક કહેવાની ધૃષ્ટતા કરે, સમાધાન સમન્વય મેળવવાની મહેનત કરે નહીં તો તે તેનો પોતાનો અસત્ય પ્રલાપ જ થાય છે. સત્યવ્રત(શ્રાવકનો) અને સત્ય મહાવ્રત (સાધુનો) ભંગ થાય છે. તેમજ અભ્યાખ્યાનપર પરિવાદ જેવા પાપોનું સેવન થાય છે, જે સાધક જીવનના કલંકરૂપ બની રહે છે. તેવા મિથ્યાભિનિવેષી મહાશયોને સદ્ગદ્ધિ થાય એ જ શુભ ભાવ..ઈતિ શુભમ્. મુનિરાજશ્રીનો જન્મ ૧૯–૧૨–૧૯૪૬ હિન્દી સારાંશમાંથી સાભાર અનુવાદિત
તા. ૧૯-૧૨-૨૦૦૩
FFFFFFFFFFFFFFFFFF #FFFFFF;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org