Book Title: Mithi Mithi Lage Che Mahavir ni Deshna Part 4
Author(s): Trilokmuni
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 268
________________ છેદશાસ્ત્રઃ આદર્શ શ્રમણ આદર્શ શ્રમણ ભાવશુદ્ધિ :– (૧) કોઈપણ ગાંવ, ઘર કે ગૃહસ્થમાં મમત્વ બુદ્ધિ કરવી નહીં અર્થાત્ તેઓને મારા છે, મારા છે, તેમ કરવું નહીં. (૨) વિભૂષા વૃત્તિ કરવી નહીં એટલે કે સુંદર દેખાવ માટે શરીર કે વસ્ત્રાદિને સંવારવા નહીં. (૩) કોઈપણ વ્યક્તિ, પ્રાણી કે સાધુથી ઘૃણા કરવી નહીં પરંતુ ગુસ્સા ઘમંડથી ઘૃણા કરવી. (૪) કોઈની નિંદા તિરસ્કાર કે ઈન્સલ્ટ કરવા નહીં. (૫) કયારે ય શોક સંતપ્ત થવું નહીં, સદાય પ્રસન્નચિત્ત અને સંતુષ્ટ રહેવું. આચારશુદ્ઘિ ઃ- (૧) નવ વાડ યુક્ત બ્રહ્મચર્યનું શુદ્ધ પાલન કરવું (૨) ભાવ અને ભાષાને પવિત્ર રાખવા (૩) આહાર-પાણી, મકાન-પાટ, વસ્ત્ર-પાત્ર આદિની શુદ્ધ ગવેષણા કરવી (૪) ગમનાગમન આદિ પ્રવૃત્તિઓ વિવેકપૂર્વક કરવી (૫) મૃદુ ભાષી, પવિત્ર હૃદયી, સરળ શાંત સ્વભાવી બનવું (૬) આગમ સ્વાધ્યાય, એકત્વ ભાવના અને તપસ્યામાં લીન રહેવું (૭) આગમોને અર્થ સાથે કંઠસ્થ કરવા અને કંઠસ્થ રાખવા. ર૬૮ આદર્શ શ્રાવક પાંચ કામ કરો ઃ– (૧) નિત્ય સામાયિક (૨) મહીનામાં છ પોષધ (૩) દરરોજ ચૌદ નિયમ ધારણ (૪) તીન મનોરથ ચિંતન (૫) પ્રતિદિન પ્રતિક્રમણ કે પાક્ષિક પ્રતિક્રમણ. પાંચ કામ છોડો ઃ- (૧) રાત્રિ ભોજન (૨) કંદ-મૂળ (૩) સચિત્ત પદાર્થ (૪) કર્માદાન (૫) મિથ્યાત્વ અનુમોદક પ્રવૃત્તિઓ એટલે પ્રવૃત્તિમિથ્યાત્વ. મુનિદર્શનની પહેલાં : શ્રાવકની પ્રથમ કક્ષા પાંચ વિવેક રાખવા ઃ- (૧) ફળ, પાન, એલચી આદિ સચિત્ત વસ્તુઓ સાથે ન રાખવી (૨) જોડા, ચપ્પલ નીકાળવા, હથિયાર-શસ્ત્ર દૂર રાખવા (૩) ઉઘાડે મુખે રહેવું નહીં, ઉત્તરાસન કે મુહપત્તિ રાખવી (૪) બંને હાથ જોડીને મુનિ સીમામાં પ્રવેશ કરવો (૫) રાગ-દ્વેષની મનોવૃત્તિઓનું નિવારણ કરી ચિત્તને નિર્મળ અને એકાગ્ર કરવું. આ સારાંશ પુસ્તકોમાંથી કોઈપણ જિજ્ઞાસા માટે પત્ર સંપર્ક કરો આગમ મનીષી ત્રિલોક મુનિજી, આરાધના ભવન, ૬/૧૦ વૈશાલી નગર, ચંદ્રપ્રભુ એપાર્ટમેન્ટ, ગ્રાઉન્ડ ફ્લોર, રાજકોટ-૩૬૦ ૦૦૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 266 267 268 269 270 271 272 273 274