________________
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત
સંખ્યાનો ઉલ્લેખ કરી શક્યા નથી. ઓછામાં ઓછા ચાર પાત્ર અને માત્રક તો ઉક્ત પ્રમાણોની ચર્ચાથી સ્પષ્ટ છે. માટે જુદી-જુદી પરંપરાઓમાં જઘન્ય ૪-૫, મધ્યમ ૭–૯ અને ઉત્કૃષ્ટ ઇચ્છા આવશ્યકતાનુસાર પાત્ર રાખવામાં આવે છે. શ્વે. મૂર્તિપૂજક પરંપરામાં સામાન્યતઃ ૬ પાત્ર ગોચરીના, એક દૂધને માટે તરપણી અને એક પાણીનો ઘડો તથા માત્રક તેમ કુલ ૯ પાત્ર રાખે છે, સ્થાનકવાસી સંઘોમાં જઘન્ય સંખ્યાને સ્વીકારનાર કુલ ૪–૪ પાત્ર રાખે છે, તેનાથી અતિરિકત ૬–૯ વગેરે વિભિન્ન(જુદી-જુદી) સંખ્યામાં પાત્ર રાખવામાં આવે છે. શ્વે. તેરાપંથી પરંપરામાં કુલ ૩–૪ પાત્ર રાખી શકાય છે. જાતિની અપેક્ષાએ વધારે તો કાષ્ઠના અને માટીના પાત્ર રાખવામાં આવે છે. કોઈ ફક્ત કાષ્ઠના પાત્ર જ રાખે છે, તો કોઈ પોતાની ઇચ્છા પ્રમાણે પ્લાસ્ટીકનાં પાત્ર, ચમચા, પ્લેટ, ઢાંકણ, બાલટી વગેરે પણ રાખે છે. નિષ્કર્ષ આ છે કે જે ઉપકરણની સંખ્યાનો આગમમાં ઉલ્લેખ નથી, તેને પોતાની ક્ષમતાનુસાર અલ્પતમ રાખવાનો પ્રયત્ન કરવો જોઈએ; અનાવશ્યક સંગ્રહ ન કરવો જોઈએ અને આવશ્યક ઉપકરણો પણ પોતે જ ઉપાડી શકે એટલાં જ રાખવા જોઈએ. ગૃહસ્થ પાસે ઉપડાવવા પડે તેટલા ઉપકરણ ન રાખવા. તેમ કરવાથી અન્ય સંયમ મર્યાદાનો પણ ભંગ થાય છે, તેમજ તેનું
પ્રાયશ્ચિત્ત પણ આવે છે.
પાત્રની ત્રણ જાતિનો વિચાર વિમર્શ :
૨૪૯
આચારાંગ સૂત્ર .ર, અ.૬, ઉ.૧ માં તથા ઠાણાંગ સૂત્ર અ.૩ માં સાધુ-સાધ્વીને માટે ત્રણ પ્રકારનાં પાત્ર ગ્રહણ કરવા તેમજ ધારણ કરવાનું વિધાન છે. તે આ પ્રમાણે છે– (૧) તુંબડાના પાત્ર (૨) કાષ્ઠના પાત્ર (૩) માટીના પાત્ર. અન્ય અનેક આગમોમાં પણ આ ત્રણ પ્રકારનાં પાત્રોનો સ્પષ્ટ નિર્દેશ છે.
આચારાંગ સૂત્ર .ર અ.ş ઉ.૧ માં લોઢા વગેરેના પાત્ર તથા લોઢા વગેરેના બંધનયુક્ત પાત્ર ગ્રહણ કરવાનો નિષેધ કરેલ છે. નિશીથસૂત્રમાં તે લોઢા વગેરેનાં પાત્રોને ગ્રહણ કરવાનું પ્રાયશ્ચિત્ત કહેલ છે. આચારાંગ સૂત્રમાં લોઢાથી ચર્મ (ચામડા) સુધીનું કથન કરવાની સાથે અન્ય પણ આવા પ્રકારના પાત્ર ગ્રહણ કરવાનો નિષેધ કર્યો છે તથા તેને બહુમૂલ્ય વિશેષણથી સૂચિત કરેલ છે. લાકડાનું તુંબડાનું અને માટીનું પાત્ર ભિક્ષુની લઘુતાના સૂચક છે. ભગવતી સૂત્ર શ.૩ ઉ.૧માં તામલિતાપસે લાકડાનાં પાત્ર ગ્રહણ કરવાનું વર્ણન છે. ઉવવાઈ સૂત્રમાં તાપસ પરિવ્રાજક વગેરેના વર્ણનમાં તેના માટે લાકડા વગેરે ત્રણ પ્રકારનાં પાત્ર રાખવાનું વિધાન છે તેમજ અન્ય(બીજા) અનેક પ્રકારનાં પાત્ર રાખવાનો નિષેધ પણ છે. લાકડા વગેરે ત્રણે પ્રકારના પાત્ર અલ્પમૂલ્ય તેમજ સામાન્ય જાતિના હોવાથી તેને ચોરાઈ જવાનો ભય રહેતો નથી. કાષ્ટ(લાકડા) તેમજ તુંબડાના પાત્રમાં વજન પણ ઓછું હોય છે અને ગૃહસ્થોમાં તેનો વપરાશ થતો નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org