________________
રપ૧
રપ૧
| મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશનાઃ જેનાગમ નવનીત
બૃહત્કલ્પ સૂત્ર ઉ.પમાં તથા પ્રશ્નવ્યાકરણ સૂત્ર શ્રુ.૨, અ.૫ માં પાયરિયા ઉપકરણનું વર્ણન છે. જે પાત્ર પ્રમાર્જનનું કોમલ વસ્ત્ર રૂપ ઉપકરણ છે. તુંબડાના પાત્રનું પ્રમાર્જન કરવાને માટે તેને ભિક્ષુ લાકડીમાં બાંધીને પણ રાખી શકે છે. પરંતુ સાધ્વીને લાકડાના દંડામાં રાખવાનો બૃહત્કલ્પ સૂત્રમાં નિષેધ છે. ક્યાંક-ક્યાંક તેને પણ ગુચ્છગ” માનવામાં આવે છે. પરંતુ પ્રશ્ન વ્યાકરણ સૂત્રમાં પાત્રનાં ઉપકરણોની વચ્ચે ત્રીજું ઉપકરણ પાયકેસરિકા” કહેલ છે અને ગોચ્છગ અલગ કહ્યું છે. માટે બંને ઉપકરણ અલગ-અલગ છે. ગોચ્છગનો ઉપયોગ વસ્ત્ર, શરીર કે અન્ય ઉપધિના પ્રમાર્જનને માટે હોય છે. તેમજ “પાત્રકેસરિક'નો ઉપયોગ પાત્ર પ્રમાર્જનને માટે હોય છે. આ રીતે બંનેનું કાર્ય પણ જુદું જુદું છે. રજોહરણનો પરિચય – આ ભિક્ષનું આવશ્યક ઉપકરણ છે. જે લાકડું કે નેતર વગેરેની ડાંડીમાંફળીયોને(દશીને) બાંધીને બનાવવામાં આવે છે.જિનકલ્પી તેમજ સ્થવિરકલ્પી બધા સાધુઓએ રજોહરણ રાખવો આવશ્યક છે, ઊભા-ઊભા ભૂમિનું પ્રમાર્જન કરી શકાય એટલો તે લાંબો હોય છે તથા એક વારમાં પ્રમાર્જન કરેલી ભૂમિમાં બરાબર પગ રાખી શકાય તેટલો તેનો ઘેરાવો હોય છે, ઉત્કૃષ્ટ ઘેરાવો ૩ર આંગુલ પણ સમજી શકાય છે. ચાલતી વખતે પ્રમાર્જન કરવામાં તથા આસન, શધ્યા કે મકાનનું પ્રમાર્જન કરવામાં તેનો ઉપયોગ કરવામાં આવે છે. તેને “ઋષિ ધ્વજ પણ કહે છે. નિશીથ ઉ.૫ માં તેના ઉપર ઊભા રહેવા, બેસવા કે તેને ઓશીકારૂપે ઉપયોગમાં લેવાનું પ્રાયશ્ચિત્ત કહ્યું છે.
આગમોમાં ભિક્ષુઓને “અચેલ” અને “અપાત્ર'(કરપાત્રી) પણ કહ્યા છે. ભાષ્યાદિમાં મુહપત્તિ તેમજ રજોહરણ સિવાય બધા ઉપકરણોનો ત્યાગ કરવાનું બતાવેલ છે. કેમ કે એ બંને સંયમ તેમજ જીવરક્ષાના મુખ્ય સાધન છે અને શેષ ઉપકરણ શરીરની રક્ષા તેમજ લજ્જાની મુખ્યતાએ રાખવામાં આવે છે. અલ્પ ઉપધિ રાખનારા જિનકલ્પી વગેરે ભિક્ષ રજોહરણથી ગોચ્છાનું કાર્ય પણ કરે છે. સાધુનાં બધા ઉપકરણોની સમજૂતિઃ| વસ્ત્ર માપ | ઉપકરણ
વિવરણ બે(ઓછામાં ઓછી) લંબાઈ ૨૧ અંગુલ પહોળાઈ ૧૬
અંગુલ અથવા ૧૬ અંગુલ સમચરિસ. ગોચ્છો એક શરીર, ઉપકરણ અને વસ્ત્રના પ્રમાર્જનને માટે) રજોહરણ એક(ઊભા-ઊભા કે ચાલતી વખતે ભૂમિનું પ્રમાર્જન
કરવાને માટે) ૩૫ હાથ | પછેડી(ચાદર) ત્રણ(ઉનની કંબલ કે સૂતરની ચાદર)
બે(લંબાઈ ૫ હાથ અને પહોળાઈ ૧ હાથ)
-
-
-
૧ હાથ
| મુહપત્તિ
૨.
૧૫ હાથ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org