________________
ર૪પ
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત
ઉતરા. અ.૧૭ ગા.૭ તેમજ તેની ટીકા અનુસાર પાદપ્રીંછન ક્યારેક બેસવાના ઉપયોગમાં પણ લઈ શકાય છે. રજોહરણ-પાદપ્રીંછનમાં ભિન્નતા – રજોહરણ પ્રમાર્જન કરવાનું ઉપકરણ છે તેમજ મુનિલિંગ અને જીવરક્ષાનું આવશ્યક ઉપકરણ છે. તેના પર બેસી ન શકાય પરંતુ પગ લૂછણિયા ઉપર બેસી શકાય અને મળત્યાગ સમયે જીર્ણ વસ્ત્ર ખંડની જગ્યાએ તે ઉપયોગમાં લેવાના કામમાં આવે છે. આ ઉપકરણ બધા સાધુઓને રાખવાનું આવશ્યક નથી, ત્યારે જ જરૂરી થતાં એક-બીજા મુનિ પાસેથી માગવામાં આવે છે. પુનશ્ચ – રજોહરણ ફળીયોના સમૂહથી બનેલ ઔધિક ઉપકરણ છે. પાદપ્રીંછન વસ્ત્ર ખંડ હોય છે અને તે ઓપગ્રહિક ઉપકરણ છે. અન્ય વિશેષ જાણકારીને માટે જુઓ– ગુરુપ્રાણ ફાઉન્ડેશન, રાજકોટથી પ્રકાશિત નિશીથ ઉપર, સૂ.૧નું વિવેચન. પાત્ર સંબંધી વસ્ત્રોનું જ્ઞાન – (૧) ભિક્ષા લાવવાને માટે ઝોળી (ર) ગોચરી લાવ્યા પછી આહાર સહિત પાત્ર રાખવાનું વસ્ત્ર(માંડલીયું) (૩) ખાલી પાત્રાને બાંધવાના સમયે તેની વચ્ચે રાખવામાં આવતું વસ્ત્ર(અસ્તાન) (૪) પાણી ગાળવાનું કે તેને ઢાંકવાનું વસ્ત્ર(ગરણ) (૫) પાત્ર પ્રમાર્જન કરવાને માટે કોમળ વસ્ત્ર.આને પ્રશ્ન વ્યાકરણ સૂત્ર શ્રુત-૨, અધ્ય.-પમાં અનુક્રમે-(૧) પાત્ર બંધન (૨) પાત્ર સ્થાપનક (૩) પટલ (૪) રજસ્ત્રાણ (૫) પાત્રકેસરિકા કહેલ છે. એ વસ્ત્રો આવશ્યકતાનુસાર લાંબા-પહોળા રાખી શકાય છે. કારણ કે આગામોમાં તેના માપનો કોઈ ઉલ્લેખ નથી. નિશીથિયા સંબંધી જ્ઞાન ચર્ચા -
આ રજોહરણની દાંડીની ઉપર લપેટવાનું વસ્ત્ર હોય છે. તેનો આગમમાં કયાંય પણ નિર્દેશ નથી માટે આ પરંપરાથી રજોહરણની દાંડી પર લપેટવાને માટે પ્રચલિત છે. તેનાથી રજોહરણ વ્યવસ્થિત બાંધેલો રહે છે અને વસ્ત્ર સહિત લાકડીથી પશુ વગેરે કોઈ ભયભીત પણ થતા નથી. ભરતકામ કરેલું રંગીન નિશીથિયું રાખવાની અને બે ત્રણ નિસાથીયા લપેટીને રાખવાની પ્રવૃત્તિ પણ મૂર્તિપૂજક સાધુ સમાજમાં છે. જે કેવળ પરંપરા માત્ર છે. જેનું સંયમની અપેક્ષાથી કોઈ મહત્ત્વ નથી અને આવા ચિત્ર-વિચિત્ર રંગ-બેરંગી ભરતગૂંથણીવાળા ઉપકરણ સાધુને માટે સૂત્રાજ્ઞાથી વિપરીત પણ છે.
આ બધા વસ્ત્ર સંબંધી ઉપકરણ કહેલ છે. આગામોમાં આ બધાના માપનું સ્પષ્ટ વર્ણન નથી માટે ભિક્ષુ મમત્વભાવ ન રાખતાં ઉપયોગી વસ્ત્ર, આવશ્યકતા તેમજ ગણ સમાચારી અનુસાર રાખી શકે છે પરંતુ આ બધા વસ્ત્રોનું કુલ માપ ત્રણ અખંડ વસ્ત્ર(તાકા)થી વધારે હોવાથી સૂત્રોક્ત પ્રાયશ્ચિત્ત આવે છે. પરંતુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org