________________
છેદશાસ્ત્રઃ પરિશિષ્ટ ખંડ-૨
૨૪૪
આગમ સંમત નથી. એટલા માટે દિવસમાં કે રાત્રિમાં કંબલ વગેરેથી મસ્તક ઢાંકીને ગમનાગમન કરવાની પરંપરા પણ આગમ સંમત નથી. કેમ કે જ્યારે કંબલ રાખવું બધા સાધુઓને માટે જરૂરી નથી તો તેનાથી મસ્તક ઢાંકવાનો જરૂરી નિયમ કહેવો ક્યારેય પણ ઉચિત નથી.
કંબલનું માપ તેમજ કીંમતનું સ્પષ્ટીકરણ પણ ઉપલબ્ધ નથી, માટે આવશ્યકતા તેમજ વિવેક પૂર્વક યોગ્ય કીંમતની તેમજ પ્રમાણોપેત કંબલ રાખી શકાય છે. પાદપ્રૉઇનનું(પગલૂછણિયાનું) જ્ઞાન-વિજ્ઞાન :
આ પણ એક વસ્ત્રમય ઉપકરણ છે. તેનું કથન આગમોમાં અનેક સ્થળો પર છે. નિશીથ સૂત્રમાં પણ અનેક જગ્યાએ તેનું કથન છે. તેનો મુખ્ય ઉપયોગ પગ લૂછવાનો છે.
આચારાંગ સૂત્રમાં મળ ત્યાગના સમયે પણ તેનો ઉપયોગ કરવાનું કહ્યું છે. બૃહત્કલ્પ ઉ.પ. તથા નિશીથ ઉ.૨ ના અનુસાર ક્યારેક-કયારેક લાકડાના દંડામાં બાંધીને શવ્યાના પ્રમાર્જનમાં પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે. નિશીથ ઉ.પ.ના અનુસાર જો ક્યારેક આવશ્યક હોય તો ગૃહસ્થના પગ લૂછણિયું એક-બે દિવસ માટે લાવી શકાય છે. એવી રીતે આગમોમાં પગ લૂછણિયા માટે અનેક પ્રકાર તેમજ અનેક ઉપયોગ બતાવેલ છે. આ ભિન્ન-ભિન્ન પ્રયોગોને કારણે કે અન્ય કોઈ દષ્ટિકોણથી વ્યાખ્યાગ્રંથોમાં તેને રજોહરણનું પર્યાયવાચી પણ માનેલ છે.
ક્યાંક તેને બે પદોમાં વિભાજિત કરીને પાત્ર' તથા પ્રોછન (રજોહરણ) એવો અર્થ પણ કરેલ છે. આ અર્થભ્રમને કારણે મૂળ પાઠમાં અનેક જગ્યાએ રજોહરણના સ્થાન પર પાદપ્રોછન લખાઈ ગયો હોય તેવું જણાય છે. વાસ્તવમાં આ પાદપ્રીંછન, રજોહરણથી ભિન્ન ઉપકરણ છે, એવું પ્રશ્નવ્યાકરણ સૂત્રથી સ્પષ્ટ થાય છે. કારણ કે ત્યાં બંને ઉપકરણ અલગ-અલગ કહેલ છે અને ટીકાકારે પણ અલગ ગણીને ઉપકરણોની સંખ્યા ૧ર કહી છે. દશવૈ. અ.૪ માં પણ એક સાથે બંને ઉપકરણોનાં નામ ગણાવેલ છે.
આ પાદપ્રીંછન જીર્ણ કે ઉપયોગમાં લઈ લીધેલ વસ્ત્રના ટુકડામાંથી બનાવવામાં આવે છે, જે સૂતર કે ઊન કોઈપણ પ્રકારનું હોઈ શકે છે. વ્યાખ્યા ગ્રંથોમાં આ એક હાથનું સમચઉરસ ઊનનું વસ્ત્ર કહેલ છે. પરંતુ ઊનના વસ્ત્રનો ત્યાગ કરી ઊણોદરી કરનારા શ્રમણ બધા કામોમાં સૂતરના વસ્ત્રનો જ ઉપયોગ કરે છે. શ્રમણોને કોઈપણ ઉપકરણ ઊનનું જ હોય, એવો આગ્રહ કરવાનો હોતો નથી. પાદપ્રીંછન વિષયક અન્ય જાણકારીને માટે જુઓ– નિશીથ ઉ.૨, સૂત્ર ૧ થી ૮નું વિવેચન.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org