________________
| વેદશાસ્ત્રઃ પરિશિષ્ટ ખંડ-૨
ર૪ર
મુલીનત મવતિ ! –ઓઘ નિયુક્તિ ગાથા-૭૧૧ની ટીકા. ભાવાર્થ – મુખવસ્ત્રિકા ૧ આંગળની હોય છે અથવા બીજી મુખ પ્રમાણે કરવી જોઈએ, ગણનાની અપેક્ષાએ બંને પ્રકારની મુખવસ્ત્રિકાઓ દરેક સાધુ-સાધ્વીએ એક-એક રાખવી જોઈએ.
ઓઘનિર્યુક્તિ ગાથા ૯૪ની ટીકામાં પણ મુખવસ્ત્રિકા ૧૬ આંગળની હોવાનો ઉલ્લેખ છે. આ રીતે છેદસૂત્રોના વ્યાખ્યા ગ્રંથોમાં મુખવસ્ત્રિકાની લંબાઈ-પહોળાઈ અલગ-અલગ ન કહીને ફક્ત ૧૬ આંગળનું માપ જ કહેલ છે. એટલા માટે અર્વાચીન આચાર્યોએ ૨૧ આંગળની લંબાઈ અને ૧૬ આંગળની પહોળાઈ કહી છે, જે બાંધવાની અપેક્ષાએ ઉપયુક્ત છે(બરાબર છે).ગાથા ૭૧રમાં બંને પ્રકારની મુખવસ્ત્રિકાનું પ્રયોજન બતાવેલ છે, તેની ટીકા આ પ્રમાણે છે
संपातिमसत्त्वरक्षणार्थ जल्पदभिर्मुखे दीयते तथा नासिकामुखं बध्नाति, तया मुखवस्त्रिकया वसति प्रमार्जयन् येन न मुखादौ रजः प्रविशतीति ।
સંપાતિમ સૂક્ષ્મ જીવોની રક્ષાને માટે બોલતી વખતે મુખવસ્ત્રિકા મુખ પર રાખવામાં આવે છે તથા ઉપાશ્રયનું પ્રમાર્જન કરતી વખતે સૂક્ષ્મ રજ મુખ અને નાકમાં પ્રવેશ ન કરે, તેટલા માટે મુખવસ્ત્રિકા બાંધવામાં આવે છે.
ઉત્તરા. અ.૩ની વ્યાખ્યામાં મુખવસ્ત્રિકા રાખવાનું કારણ સ્પષ્ટ કરતાં કહ્યું છે કે– સતિ અંતિમ સત્વ, સૂક્ષ્માષ્ય વ્યાપિનો રે / તેષાં રક્ષનિમિત્તે , વિયા મુવત્રિા : A –અભિ. રાજેન્દ્ર કોષ ભા.૬ પાના. ૩૩૩. અર્થ – સંપાતિમ જીવો તથા અન્ય અહીં-તહીં ફેલાયેલા સૂક્ષ્મ જીવોની રક્ષાને માટે “મુખવસ્ત્રિકા’ રાખવામાં આવે છે, એવું સમજવું જોઈએ. ભગવતી સૂત્ર શ.૧૬ ઉ.ર માં ખુલ્લા મોઢે બોલાયેલ ભાષાને “સાવદ્ય (હિંસાકારી) કહેલ છે. મુનિ સાવધ ભાષાના ત્યાગી હોય છે. જિનકલ્પી વગેરે વસ્ત્ર રહિત તેમજ પાત્ર રહિત રહેનારા ભિક્ષુઓને પણ મુખવસ્ત્રિકા રાખવી આવશ્યક છે. કેમ કે મુખવસ્ત્રિકા તથા રજોહરણ મુનિચિહ્નના આવશ્યક ઉપકરણ છે. પ્રમાણને માટે જુઓ(૧) બૃહત્કલ્પ સૂત્ર ઉ.૩, ભાષ્ય ગાથા-૩૯૩ની ટીકા. (ર) નિશીથ ઉ.ર ભાષ્ય ગાથા-૧૩૯૧. (૩) અભિધાન રાજેન્દ્રકોષ ભાગ-૪"નિખM” પાના.૧૪૮૯ આચા. શ્રુ.૧, અરની ટીકા. (૪) અભિધાન રાજેન્દ્ર કોષ ભાગ-૬.ત્તિ, પાના-૫૬. પંચકલ્પ સૂત્ર કલ્પ-૨, ભાષ્ય તેમજ કલ્પચૂર્ણિ–૨.
આ પ્રમાણોના આધારથી એ સ્પષ્ટ થાય છે કે મુહપત્તિ મુખ પર બાંધવી તે જ મુનિ ચિહ્ન તેમજ જીવ રક્ષાને માટે ઉપયુક્ત છે. અન્યથા બધા સાધુ સાધ્વીઓથી ખુલ્લા મોઢે બોલાઈ જાય તે નિશ્ચિત્ત (નક્કી) છે. મુહપત્તિ અહીં-તહીં રાખી દેવાથી મુનિ ચિહ્ન પણ રહેતું નથી. ગ્રામાદિમાં ચાલતા સમયે કે વિહાર
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org