________________
૨૪૧
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશનાઃ જૈનાગમ નવનીત
નથી. એટલા માટે તેનું ઔચિત્ય યોગ્યતા) સમજમાં આવતું નથી.
આ ભાષ્ય ગાથામાં ચોલપટ્ટકની સંખ્યા પણ બતાવેલ નથી. વૃદ્ધભિક્ષને માટે આ ગાથામાં ચાર હાથ લાંબો અને એક હાથ પહોળો ચોલપટ્ટકનું માપ બતાવેલ છે, જે તેના માટે પણ લજ્જા રાખવામાં પર્યાપ્ત હોતો નથી. આ રીતે પ્રાચીન શદ્ધ પરંપરાના અભાવમાં વર્તમાનમાં સાધુ સમાજમાં અનેક પ્રકારની લંબાઈ તેમજ પહોળાઈના માપવાળા ચરોટા પ્રચલિત છે. જે ભાષ્યકથિત માપથી સંપૂર્ણ ભિન્ન છે.
બૃહત્કલ્પસૂત્રના ત્રીજા ઉદ્દેશકમાં સાધુને આવશ્યક બધા ઉપકરણો માટે ત્રણ અખંડ વસ્ત્ર(તાકા) ગ્રહણ કરીને દીક્ષા લેવાનું વિધાન છે. જો ભાષ્ય કથિત પરિમાણથી પછેડી-ચરોટો વગેરે બનાવવામાં આવે તો ઉક્ત વિધાન અનુસાર ત્રણ તાકા જેટલા વસ્ત્રોને ગ્રહણ કરવાની આવશ્યકતા રહેતી નથી. જેનાથી તે સૂત્ર વિધાન નિરર્થક બને છે. એટલા માટે પછેડી-ચોલપટ્ટકનું પૂર્ણ પરિમાણ એ છે કે તે લજ્જા રાખવાને યોગ્ય, ઠંડી નિવારણ યોગ્ય અને પોતાના શરીરની લંબાઈ-પહોળાઈ પ્રમાણે હોય, ચાલવામાં અયતના કે અસુવિધા ન હોય.
જોકે ચોલપટ્ટકની સંખ્યાના સંબંધમાં આગમમાં તથા ભાષ્યમાં ઉલ્લેખ નથી, તોપણ પ્રતિલેખન વગેરેની અપેક્ષાથી જઘન્ય બે ચરોટા રાખવા
વિકલ્પીને માટે બરોબર જ છે. મુખત્રિકા સંબંધી જ્ઞાન-વિજ્ઞાન :
मुखपोतिका मुखं पिधानाय, पोतं-वस्त्रं मुखपोतं तदेव ह्रस्वं चतुरंगुलाधिक વિતપ્તિ માત્ર પ્રમાણવાન્ મુપોતિwા મુકવસ્ત્રિયમ્ -[પિંડ નિર્યુક્તિ ભાવાર્થ – મુખવસ્ત્રિકા અર્થાત્ મુખને આવૃત કરવાનું (ઢાંકવાનું) વસ્ત્ર. એક વંત અને ચાર અંગુલ અર્થાત્ ૧૬ અંગુલની મુખવસ્ત્રિકા.
નિશીથભાષ્ય તેમજ બૃહતકલ્પ ભાષ્યમાં આ જ માપ કહેલ છે. પરંતુ લંબાઈ-પહોળાઈનો અલગ-અલગ ઉલ્લેખ કર્યો નથી. અન્ય આગમોની વ્યાખ્યાઓમાં પણ લંબાઈ-પહોળાઈનો અલગ-અલગ ઉલ્લેખ મળતો નથી.
માટે મૂર્તિપૂજક સમાજમાં લગભગ સમચરિસમુહપતિ રાખવાની પરંપરા • પ્રચલિત છે. સ્થાનકવાસી સમાજમાં ર૧ આંગુલ લાંબી અને ૧૬ આંગળ પહોળી
મુખવસ્ત્રિકા રાખવાની પરંપરા છે. “મુખવસ્ત્રિકાનું આ માપ કોઈ આગમમાં કે
વ્યાખ્યા ગ્રંથોમાં નથી પરંતુ આ માપ મુખ પર બાંધવામાં વધારે ઉપયુક્ત છે. ૬ ઓઘનિર્યુક્તિમાં મુખવસ્ત્રિકાના સંબંધમાં આ રીતે કહેલ છે, જેમ કેहै चत्वार्यगुलानि वितस्तिश्चेति एतच्चतुरस्त्र मुखानन्तकस्य प्रमाणम् अथवा इयं
द्वितीय प्रमाणं यदुत मुखप्रमाणं कर्तव्यं मुहर्णतयं । गणना प्रमाणेन पुनस्तदेकैकमेव Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org