________________
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત
નિર્દેશ નથી તથા પાઠના અંતમાં ‘આદિ’ શબ્દનો પ્રયોગ કરેલ છે. જેનાથી અન્ય ઉપધિ પણ ગ્રહણ થઈ શકે છે, યથા– આસન વગેરે.
=
આ બંને સ્થળો સિવાય આચારાંગ સૂત્રમાં વસ્ત્ર-પાત્ર સંબંધી સ્વતંત્ર અધ્યયન પણ છે તથા છેદસૂત્રોમાં પણ વસ્ત્ર-પાત્ર, રજોહરણ વગેરે સંબંધી અનેક વિધિ-નિષેધો છે.
૨૩૯
પ્રસ્તુત પ્રાયશ્ચિત્ત સૂત્રમાં ગણત્રીથી અને પ્રમાણ(માપ)થી વધારે ઉપધિ રાખવાનું પ્રાયશ્ચિત્ત કહ્યું છે પરંતુ ઉપર્યુક્ત આગમોમાં બધી ઉપધિના માપનો તથા સંખ્યાનો સ્પષ્ટ ઉલ્લેખ ક્યાંય મળતો નથી. ફક્ત ચાદર(પછેડી) અને પાત્રનાં પટલ તેમજ અખંડ વસ્ત્રની સંખ્યાનો ઉલ્લેખ છે. ભાષ્ય નિર્યુક્તિમાં ઉપધિનું વિસ્તૃત વર્ણન હોવા છતાં ય આવશ્યક ઉપકરણોનું માપ તેમજ સંખ્યાનો સારી રીતે ઉલ્લેખ નથી તથા કેટલાક ઉલ્લેખ અસ્પષ્ટ છે. જેમ કે– એક પાત્ર રાખવું, તથા યુવાન સાધુને બે હાથનો ચોલપટ્ટક(ચરોટો) રાખવો, એક માતરીયું(ભાજન) રાખવું પરંતુ તેને ઉપયોગમાં ન લેવું વગેરે. આ કારણોથી ઉપધિ પરિમાણની પરંપરા જુદી-જુદી થઈ ગઈ છે અને આ પ્રાયશ્ચિત્ત સૂત્રનો ઉપયોગ અને પ્રભાવ પણ મંદ થઈ રહ્યો છે કે ‘સૂત્રમાં ઉપકરણોની ગણના અને પ્રમાણનો સ્પષ્ટોલ્લેખ ઉપલબ્ધ નથી.’
ચાદર(પછેડી) સંબંધી જ્ઞાન-વિજ્ઞાન :
ત્રણ પછેડી રાખવાનો ઉલ્લેખ આગમોમાં સ્પષ્ટ છે તથા આ સૂત્રની ચૂર્ણિમાં કરપાત્રવાળા કે પાત્રધારી જિનકલ્પી ભિક્ષુને એક-બે કે ત્રણ ચાદર રાખવી એમ બતાવેલ છે.
આચારાંગ શ્રુત.૧ અ.૮ ઉ.૪,૫,૬ માં વસ્ત્ર સંબંધી અપરિગ્રહધારી ભિક્ષુનું વર્ણન છે, ત્યાં પણ ત્રણ વસ્ત્ર(ચદર) ધારી, બે વસ્ત્રધારી, એક વસ્ત્રધારી અને ચોલપટ્ટક(ચરોટો) ધારી ભિક્ષુનું વર્ણન છે.
વસ્ત્રની ઉણોદરીના વર્ણનમાં એક વસ્ત્ર(ચાદર) રાખવું મૂળપાઠમાં કહેલ છે. વ્યાખ્યામાં બે ચાદર રાખવી પણ વસ્ત્રની ઉણોદરીમાં કહેલ છે. આ રીતે ચાદર(પછેડી)ની સંખ્યા આગમોમાં તથા તેની વ્યાખ્યાઓમાં મળે છે.
આચા. શ્રુ.૨ અ.પ.ઉ.૧ માં કઈ-કઈ જાતિનાં વસ્ત્રો લેવા, આ વર્ણનમાં ડ્ર પ્રકારની જાતનો ઉલ્લેખ કર્યા પછી કહ્યું છે કે જે ભિક્ષુ યુવાન તેમજ સ્વસ્થ હોય તે એક જ જાતિનું વસ્ત્ર ધારણ કરે, બીજું નહીં; આ કથનને ચાદરની સંખ્યાને માટે માનીને અર્થ કરવો બરોબર(ઉચિત) નથી. કારણ કે અહીં વસ્ત્રની જાતિનો જ ઉલ્લેખ કર્યો છે. આગમોમાં જિનકલ્પી કે અભિગ્રહધારી ભિક્ષુને માટે ત્રણ ચાદર રાખવાનો સ્પષ્ટ ઉલ્લેખ છે. વસ્ત્રની ઉણોદરી કરવાના વર્ણનથી પણ એકથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org