________________
| ર૩૭
ગમીઠી મીઠી લાગે છે મહાવીરની દેશનાઃ જેનાગમ નવનીત
તે પછીની ગાથામાં ફક્ત વિભૂષાના વિચારોને પણ જ્ઞાનીઓએ વિભૂષા પ્રવૃત્તિ કરવાના સમાન જ કર્મબંધ તેમજ સંસારનું કારણ કહ્યું છે. આ વિભૂષા વૃત્તિથી અનેક સાવધ પ્રવૃત્તિઓ ઉત્પન્ન થાય છે. માટે આ પ્રવૃત્તિ છકાય રક્ષક મુનિએ આચરવા યોગ્ય નથી. (૩) દશવૈકાલિક સૂત્ર અ.૮, ગાથા-પ૭ માં સંયમને માટે વિભૂષાવૃત્તિને તાલપુટ(હળાહળ) ઝેરની ઉપમા આપી છે. (૪) ઉત્તરાધ્યયન સૂત્ર અ.૧૬માં કહ્યું છે કે જે ભિક્ષુ વિભૂષાને માટે પ્રવૃત્તિ કરે તે નિગ્રંથ નથી; માટે ભિક્ષુએ વિભૂષા કરવી જોઈએ જ નહીં. ભિક્ષુ વિભૂષા અને શરીર પરિમંડન(શોભા)નો ત્યાગ કરે તથા બ્રહ્મચર્યરત ભિક્ષુ શ્રૃંગારને માટે વસ્ત્રાદિને પણ ધારણ ન કરે.
આ આગમ સ્થળોથી સ્પષ્ટ થાય છે કે બ્રહ્મચર્યને માટે વિભૂષાવૃત્તિ સર્વથા અહિતકારી છે, કર્મબંધનું કારણ છે તથા પ્રાયશ્ચિત્તને યોગ્ય છે. માટે ભિક્ષુ વિભૂષાના સંકલ્પોનો ત્યાગ કરે તથા શારીરિક શ્રૃંગાર કરવાનો તેમજ ઉપકરણોને સુંદર દેખાડવાનો પ્રયત્ન જ ન કરે. સાધુ ઉપકરણોને સંયમ અને શરીરની સુરક્ષાને માટે જ ધારણ કરે. તેમજ પ્રક્ષાલન કરવું હોય તો સામાન્ય રીતે અચિત્ત પાણીથી જ પ્રક્ષાલન કરવું જોઈએ. વિશેષ કારણથી કોઈ પદાર્થનો ઉપયોગ કરવો હોય તો જીવ વિરાધના ન થાય તેનો પૂર્ણ વિવેક રાખવો જોઈએ, તેમજ મન વિભૂષાવૃત્તિવાળું ન બને, તેની પણ સતત સાવધાની રાખવી જોઈએ.
@ I પ્રકરણ-ર૪ઃ મસ્તક ઢાંકવાનું પ્રાયશ્ચિત્ત વિધાન [ઉદ્દેશક-૩ સૂત્ર-૬૯] આ સૂત્રના ભાષ્ય વગેરે વ્યાખ્યાઓમાં બતાવેલ છે કે સાધુને ગૌચરી, વિહાર વગેરે કાર્યોને માટે કયાંય મકાનની બહાર જવું હોય તો મસ્તક ન ઢાંકવું જોઈએ. એવું કરવાથી લિંગની (વેશભૂષાની) વિપરીતતા થાય છે. કારણ કે “મસ્તક ઢાંકીને બહાર જવું” આ સ્ત્રીની વેશભૂષા છે. બહાર જવાના સમયે જૈનેતર સંન્યાસી વગેરે પણ લિંગનો પૂર્ણ વિવેક રાખે છે, તેઓ બહાર જવાના સમયે લિંગના અનેક આવશ્યક ઉપકરણ સાથે લઈને જાય છે. જેને ભિક્ષુ પણ બહાર જતી વખતે પોતાના રજોહરણ, પાત્ર, ઝોળી વગેરે લઈને તેમજ પછેડી (ચાદર) ચરોટો(ચોલપટ્ટક) મુહપત્તિ(મુખવસ્ત્રિકા) વગેરે વ્યવસ્થિત કરીને બહાર જાય છે.
સાધુએ મસ્તક પર વસ્ત્ર ઢાંકીને બહાર જવું તે લિંગની વિપરીતતા છે અને સાધ્વીએ મસ્તક ઢાંક્યા વિના બહાર જવું તે લિંગની વિપરીતતા છે. શક્ય હોય તો યથાસંભવ ઉપાશ્રયની અંદર પણ સાધુએ મસ્તક ઢાંકીને ન રહેવું જોઈએ.
અપવાદ રૂપથી કેટલીય પરિસ્થિતિઓમાં મસ્તક ઢાંકીને સાધુને બહાર
Jain Education International
For Private & Personal Use Only
W.jainelibrary.org