________________
છેદશાસ્ત્ર : પરિશિષ્ટ ખંડ-ર
પ્રશ્નવ્યાકરણ સૂત્ર થ્રુ.ર, અ.૧,૫માં પણ કહ્યું છે— યં પિ સંગમમ્સ વજૂદ કયાણ वायातवदंसमसगसीय परिरक्खणट्टयाए उवगरणं रागदोसरहियं परिहरियव्वं સંનળ II ભાવાર્થ :– સંયમ નિર્વાહના માટે લજ્જા નિવારણના માટે, ગરમી, ઠંડી, હવા, ડાંસ-મચ્છર વગેરેથી શરીરના સંરક્ષણ માટે ભિક્ષુ વસ્ત્રાદિ ધારણ કરે કે ઉપયોગમાં લે. આ પ્રકારે ઉપકરણોને રાખવાનું પ્રયોજન આગમમાં સ્પષ્ટ છે. પરંતુ સાધુ જો વિભૂષાને માટે, શરીર વગેરેની શોભાને માટે, પોતાને સુંદર દેખાડવાને માટે તેમજ નિષ્પ્રયોજન ઉપકરણોને ધારણ કરે, તો તેને પ્રસ્તુત ૧૫૩ માં સૂત્ર અનુસાર પ્રાયશ્ચિત્ત આવે છે. ૧૫૪ માં સૂત્રમાં વિભૂષાવૃત્તિથી અર્થાત્ સુંદર દેખાવાને માટે જો સાધુ વસ્ત્રાદિ ઉપકરણોને ધોવે કે સુસજિજત રાખે તો તેનું પ્રાયશ્ચિત્ત કહેલ છે.
૨૩૬
આ બંન્ને સૂત્રોથી એ સ્પષ્ટ છે કે ભિક્ષુ વિભૂષા વૃત્તિ વિના કોઈ પ્રયોજન (કારણથી)થી વસ્ત્રાદિ ઉપકરણ રાખે કે તેને ધોવે તો સૂત્રોક્ત પ્રાયશ્ચિત્ત નથી આવતું અર્થાત્ સાધુ સંયમોપયોગી ઉપકરણો રાખી શકે છે. તેને આવશ્યકતાનુસાર યથાવિધિ ધોઈ પણ શકે છે. પરંતુ ધોવામાં વિભૂષાનો ભાવ ન થવો જોઈએ તેમજ અનાવશ્યક પણ ન ધોવું જોઈએ.
જો સાધુને વસ્ત્રો ધોવા સંપૂર્ણ અકલ્પનીય હોત તો તેનું પ્રાયશ્ચિત્ત કથન અલગ પ્રકારથી હોત; પણ આ સૂત્રમાં વિભૂષા વૃત્તિથી ધોવાનું જ પ્રાયશ્ચિત્ત કહેલ છે. પરંતુ આ વિષયક અન્ય પ્રાયશ્ચિત્ત કોઈ પણ ઉદ્દેશકમાં કહેલ નથી.
શરીર પરિકર્મ સંબંધી ૫૪ સૂત્ર તો અનેક ઉદ્દેશકોમાં આપેલ છે પરંતુ અહીંયા વિભૂષાવૃત્તિના પ્રકરણમાં બે સૂત્ર વધારીને ૫૬ સૂત્ર કહેલ છે. માટે આ સૂત્રપાઠથી સાધુને વસ્ત્ર ધોવા વિહિત થાય છે. વિશિષ્ટ અભિગ્રહ ધારણ કરનારાની અપેક્ષાથી જ આચા. શ્રુ. ૧, અધ્યયન ૮ ના ઉદ્દેશક ૪,૫,૬ માં વસ્ત્ર ધોવાનો એકાંત નિષેધ છે. તેવું ત્યાંના વર્ણનથી સ્પષ્ટ થાય છે.
આ ઉદ્દેશકમાં વિભૂષાના સંકલ્પથી ૫૪ સૂત્રોથી શરીર પરિકર્મોનું અને તે સિવાય બે સૂત્રોથી ઉપકરણ રાખવા તથા ધોવાનું પ્રાયશ્ચિત્ત કહેલ છે. અન્ય આગમોમાં પણ સાધુને માટે વિભૂષાવૃત્તિનો ભિન્ન-ભિન્ન પ્રકારે નિષેધ કરવામાં
આવેલ છે.
(૧) દશવૈકાલિક સૂત્ર અ.૩, ગાથા-૯ માં વિભૂષા કરવાને અનાચાર કહેલ છે. (૨) દશવૈકાલિક સૂત્ર અ.૬, ગાથા—૫ થી ૭ સુધીમાં કહ્યું છે કે નગ્નભાવ તેમજ મુંડભાવ સ્વીકાર કરનારા કેશ તથા નખોને સંસ્કાર ન કરનારા તથા મૈથુનથી વિરત ભિક્ષુને વિભૂષાથી શું પ્રયોજન છે? અર્થાત્ એવા સાધુ-સાધ્વીઓને વિભૂષા કરવાનું કોઈ પ્રયોજન પણ નથી, તેમ છતાં જે ભિક્ષુ વિભૂષાવૃત્તિ કરે છે તે ચીકણા કર્મોનો બંધ કરે છે અને તેનાથી તે ઘોર એવા દુસ્તર સંસાર સાગરમાં પડે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org