________________
છેદશાસ્ત્રઃ પરિશિષ્ટ ખંડ-૨
| ર૩૪]
૨૩૪
પાણી પી લેવું જોઈએ. સાંજે ચૌવિહાર કરતા સમયે પણ દાંતોને સારી રીતે સાફ કરતાં પાણી પી લેવું જોઈએ. (૫) આખો દિવસ એટલે કે વારંવાર ન ખાવું, મર્યાદિત વાર જ ખાવું.
ઉપર પ્રમાણે સાવધાની રાખવાથી સવંત થવા નિયમનું પાલન કરતાંકરતાં પણ દાંત સ્વસ્થ રહી શકે છે, તેમજ ઇન્દ્રિયનિગ્રહ, બ્રહ્મચર્ય પાલન વગેરેમાં પણ સમાધિ ભાવ રહી શકે છે.
આગમોક્ત અદંત ધોવન, અસ્નાન, બ્રહ્મચર્ય, ઉણોદરી તપ, વિગય ત્યાગ તથા અન્ય બાહ્ય-આત્યંતર તપ તેમજ બીજા બધા નિયમો પરસ્પર સંબંધિત છે. માટે આગમોક્ત બધા નિયમોનું યથાર્થ પાલન કરવાથી સ્વાસ્થ તેમજ સંયમમાં સમાધિ કાયમ રહે છે.
તાત્પર્ય એ છે કે અદંતધાવણ નિયમના પાલનમાં ખાવા-પીવાનો વિવેક જરૂરી છે અને ખાન-પાનનાવિવેકથી જ ઇન્દ્રિયનિગ્રહ, બ્રહ્મચર્ય પાલન વગેરેમાં સફળતા પ્રાપ્ત થઈ શકે છે. ઇન્દ્રિય નિગ્રહની સફળતામાં જ સંયમ આરાધનની સફળતા રહેલી છે. આજકારણોથી આગમોમાં ગવંતલાવળને આટલું વધારે મહત્ત્વ આપેલ છે.
સામાન્ય રીતે મંજન કરવું અને દાંત સાફ કરવા સંબંધી ક્રિયાઓ કરવી તે બધી સંયમ જીવનની અયોગ્ય પ્રવૃત્તિઓ છે. પરંતુ જો અસાવધાનીથી કે અન્ય કોઈ કારણોથી દાંત સડી જવા પર ચિકિત્સાને માટે મંજન કરવું કે દાંત સાફ કરવાની ક્રિયાઓ કરવી પડે તો તે અનાચાર નથી, તેમજ તેનું પ્રાયશ્ચિત્ત પણ આવતું નથી.
દાંતોના સડાની ખબર પડ્યા પછી સાધકે ઉપર્યુક્ત સાવધાનીઓ રાખીને જલદીથી ચિકિત્સા(દવા) નિમિત્તે કરવામાં આવતા દત પ્રક્ષાલનથી મુક્ત થઈ જવું જોઈએ અર્થાત્ સદાને માટે દતપ્રક્ષાલન પ્રવૃત્તિનો સ્વીકાર ન કરતાં ખાવાપીવાનો વિવેક કરીને મતધાવન ચર્યાને ફરીથી સ્વીકારી લેવી જોઈએ.
પ્રસ્તુત સૂત્રોમાં અકારણ(ભ્રમથી, રોગના ભયથી, ખોટા સંસ્કારથી કે આદતથી) મંજન કરવાનું તેમજ પ્રક્ષાલન કરવાનું અને અન્ય કોઈ પદાર્થ લગાવવાનું પ્રાયશ્ચિત્ત કહેલ છે, એવું સમજવું જોઈએ.
વિભૂષાના સંકલ્પથી મંજન વગેરે કરવાનું પ્રાયશ્ચિત્ત અહીં આ લઘુમાસિક પ્રાયશ્ચિત્તના સૂત્રોમાં ન સમજવું. વિભૂષા સંકલ્પને માટે તો પંદરમા ઉદ્દેશકમાં લઘુ ચૌમાસી પ્રાયશ્ચિત્ત જુદું કહેલ છે. એવું સમજવું જોઈએ.
આ દંત પ્રક્ષાલન વિષયે દશવૈકાલિક સૂત્રના પરિશિષ્ટમાં સ્વતંત્ર નિબંધ છે. તેને માટે સારાંશ ખંડ-૩, આચાર શાસ્ત્રનું પણ અધ્યયન કરી લેવું જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org