________________
છંદશાસ્ત્ર ઃ વ્યવહાર સૂત્ર સારાંશ
સ્વતંત્ર વિચરવું કે રહેવું કલ્પે નહિ, કારણ કે તેઓને આચાર્ય, ઉપાધ્યાય એ બંનેના સંરક્ષણમાં રહેવું જરૂરી છે. એટલે ઉપર્યુક્ત વયવાળા સાધુઓએ આચાર્ય અને ઉપાધ્યાયથી રહિત ગચ્છમાં ન રહેવું જોઈએ અને એકલવિહાર પણ ન કરવું જોઈએ.
૧૨૦
સૂત્ર-૧૨ : ઉપર્યુક્ત વયવાળા સાધ્વીઓએ આચાર્ય, ઉપાધ્યાય અને પ્રવર્તિની, આ ત્રણથી રહિત ગચ્છમાં ન રહેવું જોઈએ. તેઓમાંથી કોઈનો કાળધર્મ થવા પર પણ એ પદ પર બીજાને નિયુક્ત કરવા તે સાધુ-સાધ્વીઓને માટે આવશ્યક કહ્યું છે. સૂત્ર-૧૩-૧૭ : આચાર્ય આદિ પદ પર નિયુક્ત થયેલા સાધુનું ચોથું વ્રત ભંગ થાય તો તેને જીવન પર્યંત બધા પદને માટે અયોગ્ય જાહેર કરવામાં આવે છે.
પદત્યાગ કરીને ચોથાવ્રતનો ભંગ કરવા પર અથવા સામાન્ય ભિક્ષુ દ્વારા ચોથાવ્રતનો ભંગ કરવા પર તેને ત્રણ વર્ષ પછી તેની યોગ્યતા હોય તો કોઈપણ પદ પર નિર્યુક્ત કરી શકાય છે પરંતુ તે પહેલા તેને કોઈ પદ ન અપાય. સૂત્ર-૧૮-૨૨ ઃ જો પદવીધારી કોઈ બીજાને એ પદ પર નિયુક્ત કર્યા વિના સંયમ છોડીને ચાલ્યા જાય અને તે ફરીથી દીક્ષા અંગીકાર કરે તો તેને જીવન ભર કોઈપણ પદ આપી શકાય નહિ. જો કોઈ પોતાનું પદ બીજાને સોંપીને જાય અથવા સામાન્ય સાધુ સંયમ ત્યાગ કરીને જાય અને ફરીથી દીક્ષા લીધા બાદ તેની યોગ્યતા હોય તો ત્રણ વર્ષ બાદ તેને કોઈપણ પદ યથાયોગ્ય સમય પર આપી શકાય છે.
સૂત્ર-૨૩-૨૯ : બહુશ્રુત સાધુ અથવા આચાર્ય આદિ પ્રબલ કારણે અનેક વાર જૂઠ, કપટ, પ્રપંચ, અસત્ય આક્ષેપ વગેરે અપવિત્ર પાપકારી કાર્ય કરે અથવા અનેક સાધુ, આચાર્ય આદિ મળીને આવું કૃત્ય કરે તો તે જીવન પર્યંત સર્વ પ્રકારની પદવીઓને સર્વથા અયોગ્ય બની જાય છે. એમાં બીજો કોઈ વિકલ્પ હોતો નથી. અબહુશ્રુત સાધુ તો સર્વથા બધા પ્રમુખપદોને અયોગ્ય જ હોય છે.
ચોથા ઉદ્દેશકનો સારાંશ
સૂત્ર-૧-૮ : આચાર્ય, ઉપાધ્યાયે એકલા વિચરવું ન જોઈએ અને બે ઠાણાઓથી ચોમાસુ પણ કરવું ન જોઈએ. પરંતુ તે બે ઠાણાઓ વિચરી શકે છે અને ત્રણ ઠાણાઓથી ચાતુર્માસ કરી શકે છે.
ગણાવચ્છેદકે બે ઠાણાએ વિચરવું ન જોઈએ અને ત્રણ ઠાણાએ ચાતુર્માસ કરવું ન જોઈએ. પણ તેઓ ત્રણ ઠાણા વિચરણ કરી શકે છે અને ચાર ઠાણાથી ચોમાસું કરી શકે છે.
સૂત્ર-૯-૧૦ : અનેક આચાર્ય આદિએ એક સાથે વિચરવું હોય તો પણ ઉપર્યુક્ત સાધુ સંખ્યા પોતપોતાની નેશ્રામાં રાખતા થકા જ વિચરણ કરવું જોઈએ અને તે જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org