________________
*
*
*
*
૧પ૦
1મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશનાઃ જૈનાગમ નવનીત
બતાવવામાં આવેલ છે કે સમયે-સમયે તે તપાસ પણ કરતા રહે કે કોઈ સાધને આચાર પ્રકલ્પ વિસ્મૃત તો થઈ રહ્યું નથી ને? જો વિસ્મૃત થવા લાગે તો તેના કારણની જાણકારી કરવી જોઈએ.
સૂત્રમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે આચાર પ્રકલ્પને ભૂલનારા સાધુ કે સાધ્વી જો નવદીક્ષિત, બાલ્ય વય કે યુવાન વયવાળા હોય તો તેને સૂત્રોક્ત પ્રાયશ્ચિત્ત આવે છે. તે પ્રાયશ્ચિત્ત બે પ્રકારના છે. જેમ કે ૧. સકારણ ભૂલવાથી ફરીથી કંઠસ્થ કરવા સુધી તે કોઈ પદવીને ધારણ કરી શકતા નથી. સંઘાડાના પ્રમુખ બનીને વિચરણ પણ કરી શકતા નથી. ૨. પ્રમાદથી ભૂલી જાય તો તે જીવન પર્યત કોઈ પદવીને ધારણ કરી શકતા નથી તથા સંઘાડાના પ્રમુખ બનીને વિચરણ પણ કરી શકતા નથી.
આચાર પ્રકલ્પ'થી અહીંયા આચારાંગ અને નિશીથ સૂત્રોનો નિર્દેશ કરવામાં આવેલ છે. આ સંબંધી વિસ્તૃત વ્યાખ્યા આ પુસ્તકના નિશીથસૂત્ર'ની પ્રસ્તાવના પૃષ્ટ-૨૩/ર૪ થી જાણી લેવી જોઈએ.
ઉદ્દેશક ત્રણ અને પાંચના આ સૂત્રવિધાનોમાં આચાર પ્રકલ્પનું જે મહત્ત્વ બતાવવામાં આવેલ છે તેને લક્ષ્યમાં રાખીને તેમજ અનુપ્રેક્ષા કરીને જો તેની રચનાના વિષયમાં નિર્ણય કરવામાં આવે તો સહેજે આ નિર્ણય થઈ જાય છે કે આ વ્યવહાર સૂત્રના રચયિતા સ્થવિર પ્રથમ ભદ્રબાહુ સ્વામીએ અગર તેના પછી કોઈ સ્થવિરે આચાર પ્રકલ્પ' ની રચના કરી નથી પરંતુ એ ગણધર રચિત છે અને શરૂઆતથી જજિનશાસનના બધા સાધુ-સાધ્વીઓને અવશ્ય અધ્યયન કરાવવા માટેનું શાસ્ત્ર છે. વર્તમાનમાં આ શાસ્ત્ર આચારાંગ-નિશીથ બને સૂત્રોનું સૂચક છે.
દશાશ્રુતસ્કંધના નિર્યુક્તિકારે નિર્યુક્તિની પ્રથમ ગાથામાં જ સ્થવિર શ્રી પ્રાચીન ભદ્રબાહુ સ્વામીને વંદન, નમસ્કાર કરતા થકા તેને ત્રણ છેદસૂત્ર દિશાશ્રુતસ્કંધ-બૃહત્કલ્પ અને વ્યવહાર સૂત્રની રચના કરનારા એવા વિશેષણથી વિભૂષિત કરેલ છે અને શ્રી ભદ્રબાહુ સ્વામીએ પોતાના દ્વારા રચિત આ વ્યવહાર સૂત્રમાં ૧૬ વાર “આચાર-પ્રકલ્પ' નો નિર્દેશ કરતા થકા અનેક પ્રકારના વિધાન કરેલ છે.
આટલું થવા છતાં પણ ઐતિહાસિક ભ્રાંતિઓને કારણે વર્તમાન ઈતિહાસના જાણકાર આ સૂત્રના રચનાકાર અને તેના સમયના વિષયમાં પોતાનો સંદિગ્ધ વિચાર રજૂ કરે છે, તે અત્યંત દુઃખનો વિષય છે. તે ભ્રમનું કારણ એ છે કે આપણા ચિંતનકારો ઇતિહાસ તેમજ ગ્રંથોના પાનાઓ ઉલટાવે છે પણ આગમ સૂત્રો પર વિચારણા(પરામર્શ કરતા નથી.
આચાર પ્રકલ્પ સંબંધી વ્યવહાર સૂત્રના વિધાનોથી એ સ્પષ્ટ થઈ જાય છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org