________________
૧૮૧
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશનાઃ જૈનાગમ નવનીત
[૧૯] ગીતાર્થ બહુશ્રુત વગર રહેવાનો નિષેધ વ્યિવહાર સૂત્ર ઉદ્દેશક–૬: સૂત્ર-૪, ૫ આ સૂત્રોમાં આચારાંગ, નિશીથસૂત્ર અર્થ સહિત કંઠસ્થ ધારણ ન કરનારા અબહુશ્રુત ભિક્ષુઓને “અગડસુય’ અકૃત્રદ્યુત કહ્યા છે. અર્થાત પ્રમુખ બની વિચરણ કરવાની યોગ્યતા પ્રાપ્તિ માટે આવશ્યક, ઉત્તરાધ્યયન, દશવૈકાલિક, આચારાંગ અને નિશીથ સૂત્રનું અધ્યયન કંઠસ્થ ધારણ ન કરનારા ભિક્ષુને આગમિક શબ્દમાં ડિસુ કહેવાય છે.
આવા એક અથવા અનેકભિક્ષુઓનાવિચરણ કરવાનો પણ સૂત્રમાં નિષેધ છે. પ્રસ્તુત સૂત્રમાં બતાવ્યું છે કે કોઈ પ્રામાદિમાં આવા અકૃતસૂત્રી ભિક્ષુઓને છોડીને બહુશ્રુત ભિક્ષુ અન્યત્ર ચાલ્યા જાય તો તે અગીતાર્થ ભિક્ષુ ત્યાં રહી શકતા પણ નથી.
આ વિષયને ઉપાશ્રયની સ્થિતિના વિકલ્પોથી સૂત્રમાં સ્પષ્ટ કહ્યું છે– જો ઉપાશ્રયમાં બહાર જવાનો અને પ્રવેશ કરવાનો માર્ગ એક જ હોય તો ગાડયા (અગીતાર્થો)ને એકદિવસ પણ ત્યાં રહેવું કલ્પતું નથી. જો એ ઉપાશ્રયમાં આવવા જવાના અનેક માર્ગ હોય તો અગીતાર્થોને એક અથવા બે દિવસ રહેવું કહ્યું છે. ત્રીજા દિવસે રહેવાથી તે સર્વને પ્રાયશ્ચિત્ત આવે છે.
તાત્પર્ય એ છે કે પ્રત્યેક યોગ્ય ભિક્ષુએ યથાસમયે બહુશ્રુત થવા યોગ્ય શ્રુતનું અધ્યયન કરી, તેને કંઠસ્થ ધારણ કરી, પૂર્ણ યોગ્યતા સંપન્ન થઈ જવું જોઈએ. જેનાથી યથાવસર વિચરણ અને ગણધારણ આદિ કરી શકાય છે. કેમ કે આ સૂત્રોમાં અનેક અબહુશ્રુતોને સાથે રહીને વિચરણ કરવાનો કે રહેવાનો સ્પષ્ટ નિષેધ કર્યો છે તેમજ આ મર્યાદા ભંગ કરનારને પ્રાયશ્ચિત્તને પાત્ર કહ્યા છે.
તેથી પ્રત્યેકનવદીક્ષિત મતિસંપન્નભિક્ષુનું તેમજ તેના ગણપ્રમુખ આચાર્ય, ઉપાધ્યાય આદિનું આ આવશ્યક કર્તવ્ય છે કે તે અન્ય રુચિઓ અને અનેક પ્રવૃત્તિઓને પ્રમુખતા ન આપી આગમોક્ત અધ્યયન અધ્યાપનને પ્રમુખતા આપે તથા દરેક શ્રમણને સંયમ વિધિઓમાં પૂર્ણ કુશળ બનવા અને બનાવવાનું ધ્યાન રાખે. આચારમાં કુશળ એવં શ્રુતસંપન્ન થયા વિના કોઈ પણ ભિક્ષુએ અલગ વિચરણમાં અથવા અન્ય કાર્યોમાં પ્રવૃત્ત થવું ન જોઈએ.
અધ્યયન સંબંધી આગમ સમ્મત અનેક પ્રકારની જાણકારી અહીં આ પરિશિષ્ટ વિભાગના પ્રારંભમાં આપી છે. જેનું ધ્યાનપૂર્વક અધ્યયન, મનન કરી આગમ અનુસાર શ્રુત-અધ્યયન કરવાનું તેમજ કરાવવાનું મુખ્ય લક્ષ્ય રાખવું જોઈએ. આમ કરવાથી જ જિનાજ્ઞાનું યથોચિત પાલન થઈ શકે છે તથા સાધક આત્માઓનો અને જિનશાસનનો સર્વતોમુખી વિકાસ થઈ શકે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org