________________
છેદશાસ્ત્રઃ પરિશિષ્ટ ખંડ-૨
૨૦૮
પાણીમાં રહી જવાના કારણે આ પાણીનો નિષેધ કરેલ છે. માટે જેમાં બીજ, ગોઠલી, ફળ વગેરે નહોય તો તે તેવા ફળના ધોવણ પાણીને ગ્રાહ્ય સમજવું જોઈએ.
તેના સિવાય ગરમ પાણી પણ ગ્રાહ્ય કહેલ છે. જે એક જ પ્રકારનું હોય છે. પાણી અગ્નિ પર પૂર્ણ ઉકળી જવા પર તે અચેત્ત થઈ જાય છે. અર્થાત્ ગરમ પાણીમાં હાથ ન રાખી શકાય એટલું ગરમ થવું જોઈએ. તેનાથી ઓછું ગરમ થવા પર પૂર્ણ અચિત્ત તેમજ કલ્પનીય હોતું નથી. ટીકા વગેરેમાં ત્રણ ઉકાળા આવવા પર અચિત્ત હોવાનો ઉલ્લેખ મળે છે. પરંતુ સાધુને માટે આવી ગવેષણા કરવી દુઃશક્ય છે. કારણ કે કોણે ઉકાળા કર્યા છે કે નહીં, ગૃહસ્થ પણ કોઈ ઉકાળા ગણવા બેસતા નથી.
ઉક્ત આગમ સ્થળોથી સ્પષ્ટ છે કે ધોવણ પાણી અર્થાત્ અચિત્ત શીતળ પાણી અનેક પ્રકારનું હોઈ શકે છે. આગમોક્ત નામ તો ઉદાહરણ રૂપ છે. લોટ, ભાત વગેરે કોઈ પણ ખાદ્ય પદાર્થ ધોયેલ પાણી કે ખાદ્ય પદાર્થના વાસણ ધોયેલ પાણી અથવા અન્ય અચિત્ત બનેલ પીવા યોગ્ય પાણી ભિક્ષુને લેવું કહ્યું છે.
દશવૈકાલિક સૂત્ર, અધ્ય.–૫, ઉ.–૧, ગાથા–૭૬થી ૮૧ સુધીના કથન પ્રમાણે અચિત્ત પાણીને ગ્રહણ કરવાની સાથે આ વિવેક રાખવો પણ બતાવેલ છે કે ભિક્ષુ એ વિચારે કે શું આ પાણી પી શકાશે? તેનાથી તરસ છિપાશે કે નહિ? તેનો નિર્ણય કરવાને માટે ક્યારેક ત્યાં પણ(લેવા જાય ત્યાં) પાણીને ચાખી શકાય છે. કદાચિત્ ન પીવા લાયક પાણી ગ્રહણ કરી લીધું હોય તો તેને અનુપયોગી જાણીને એકાંત નિર્જીવ ભૂમિમાં પરઠી દેવું જોઈએ. સૌવિર અને આશ્લેકાંજિકની ચર્ચા:- આ પ્રસ્તુત નિશીથ સૂત્રમાં “સૌવીર’ અને આબ્લકાંજિક બંને શબ્દોનો પ્રયોગ છે. જ્યારે અન્ય આગમોમાં એક સૌવિર'(ખાટો) શબ્દ જ કહેલ છે. તેનો અર્થ ટીકા વગેરેમાં કાંજીનું પાણી, આરનાલનું પાણી વગેરે કહેલ છે. હિન્દી શબ્દકોષમાં કાંજીના પાણીનું સ્પષ્ટીકરણ કરતા થકા નમક-જીરા વગેરે પદાર્થોથી બનાવેલ સ્વાદિષ્ટ તેમજ પાચક ખાટું પાણી કહ્યું છે. તેનાથી અનુમાન થાય છે કે “સૌવીર’ શબ્દનો જ પર્યાયવાચી આમ્લકાંજિક શબ્દ છે, જે ક્યારેક પર્યાયવાચી, રૂપમાં અહીં જોયું હોય અને પછી સ્વતંત્ર શબ્દ બની ગયું હોય, કારણ કે અન્ય આગમોમાં આ શબ્દ નથી. તેમજ અહીં આ સૂત્રની ચૂર્ણિમાં પણ તેની વ્યાખ્યા નથી.
બંને શબ્દનું પૃથક અસ્તિત્વ સ્વીકાર કરવામાં આવે તો સૌવીર'નો અર્થ કાંજીનું પાણી અને ‘સંવનિય'નો અર્થ છાશની પરાશ તેમ કરાય છે.
આગમપાઠના વિષયોનો વિચાર કરવા પર એ સ્પષ્ટ થઈ જાય છે કે સૌવીર” નો ટીકા તેમજ કોષ વગેરેમાં કરવામાં આવેલ અર્થ પ્રસંગ સંગત નથી.
www.jainel
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org