________________
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત
કારણ કે સૂત્રમાં કહેલ અચિત્ત જલ તૃષા શાંત કરવાનું પેય(પીવા માટે) જળ છે અને તેને ત્રણ ઉપવાસ સુધીની તપસ્યામાં પીવાનું વિધાન છે. જ્યારે ટીકાદિ પ્રમાણે કાંજીનું પાણી તો સ્વાદિષ્ટ બનાવેલ પેય પદાર્થ છે, જે આયંબિલમાં પણ પીવાનું નથી કલ્પતું. તો તેને ઉપવાસ, છઠ્ઠ, અટ્ટમની તપસ્યામાં પીવું તો સર્વથા અનુચિત હોય છે.
૨૦૯
આંબળા, આંબલી વગેરે ખાટા પદાર્થોના ધોવણ પાણીનો પણ ઉલ્લેખ આચા. બ્રુ.૨ અ.૧ ઉ.૮માં અલગ કરેલ છે. માટે અહીંયા એક ‘સૌવીર’ શબ્દ માનીને તેનો ‘છાશની પરાસ' અર્થ માનવો પ્રસંગ સંગત થઈ શકે છે. બંને શબ્દ સ્વીકાર કરવા હોય તો સૌવીર શબ્દથી લોઢું વગેરે ગરમ પદાર્થોને જે પાણીમાં ડૂબાડીને ઠંડા કર્યા હોય તે પાણી; તેમજ ‘અમ્લકાંજિક' શબ્દથી છાશની ઉપરનું નીતરેલ પાણી, એવો અર્થ કરવા પર સૂત્રગત શબ્દોની સંગતિ થઈ શકે છે. શુદ્ધોદક :– પ્રસ્તુત સૂત્રમાં ‘શુદ્ધોદક’ શબ્દનો ભ્રાંતિથી ગરમ પાણી અર્થ પણ કરવામાં આવે છે. પરંતુ ગરમ પાણીને માટે તો આગમોમાં ઉષ્ણોદક શબ્દ પ્રયોગ છે. અહીં તત્કાલનું ધોવણ(અચિત્ત જલ)નો વિષય છે તથા આચા. શ્રુ. ૨ અ. ૧ ઉ.૭માં પણ એવા જ ધોવણ પાણીના વર્ણનમાં શુદ્ધોદક(શુદ્ધ અચિત્ત જલ)નું કથન છે. અન્નના અંશથી રહિત તથા અનેક અમનોજ્ઞ રસોવાળા ધોવણ પાણી સિવાય અચિત્ત બનેલ કે બનાવવામાં આવેલ શીતલ જળને શુદ્ધોદક સમજવું જોઈએ. તેમાં લવિંગ, તીખા(મરી), ત્રિફલા, રાખ વગેરે મેળવેલ પાણીનો સમાવેશ થઈ જાય છે, પરંતુ શુદ્ધોદકનો ગરમ પાણી એવો અર્થ કરવો અનુચિત છે. કારણ કે તેનો આ સૂત્રોક્ત પ્રાયશ્ચિત્તથી કોઈ સંબંધ નથી. અર્થાત્ તત્કાલ ધોયેલ કે લાંબાકાળનું ધોયેલ; આ વિષયથી ગરમ પાણીનો સંબંધ જોડાઈ શકતો નથી. માટે શુદ્ધોદકનો ગરમ પાણી એવો અર્થ કરવો તે (ભૂલભરેલો) છે, તે આ સૂત્રથી સ્પષ્ટ સમજી શકાય છે.
વિશેષ વિધાન :- આચા. શ્રુત.૨ અ.૧ ઉ.૭માં અચિત્ત પાણી ભિક્ષુને સ્વયં ગ્રહણ કરવાનું પણ કહેલ છે. એનું કારણ એ છે કે ભિક્ષુને માટે નિર્દોષ અચિત્ત પાણી મળવું થોડું કઠિન છે. તથા પાણી વિના નિર્વાહ થવો પણ કઠિન છે. માટે અચિત્ત નિર્દોષ પાણી ઉપલબ્ધ થઈ જવા પર કયારેક પાણી દેવાવાળી વ્યક્તિ વજન ઉઠાવવાને માટે અસમર્થ હોય અથવા પાણી દેવાવાળી બહેન ગર્ભવતી કે ૠતુમતી હોય અથવા તેના આવવાના માર્ગમાં સચિત્ત પદાર્થ પડેલ હોય, અથવા તેના આવવાથી જીવ વિરાધના થવાની સંભાવના હોય; વગેરે કારણોથી ભિક્ષુ ગૃહસ્થ દ્વારા આશા મળવા પર, અથવા સ્વયં તેની આજ્ઞા પ્રાપ્ત કરીને અચિત્ત જળ ગ્રહણ કરી શકે છે. જો પાણીનું પરિમાણ વધારે હોય, વાસણ પકડીને ન લઈ શકાતું હોય તો ભિક્ષુ સ્વયંના પાત્રથી કે ગૃહસ્થના લોટા વગેરેથી પણ પાણી લઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org