________________ રર૩ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના: જૈનાગમ નવનીત સીધું ઉપયોગમાં આવે”, એવું ન થઈ શકે તો આવશ્યકતાનુસાર જઘન્ય એક અને ઉત્કૃષ્ટ ત્રણ બંધન લગાવી શકાય છે. બંધનનો અર્થ છે–પાત્રની ગોલાઈને દોરા આદિથી બાંધીને મજબૂત કરવી, જેનાથી તે વધારે સમય સુધી સુરક્ષિત રહી શકે. એક સ્થાન પર બંધન લગાવવું, તે એક બંધન કહેવાય છે અને ત્રણ સ્થાન પર બંધન કરવા, તે ત્રણ બંધન કહેવાય છે. માટીના પાત્રમાં બંધન વગર કામ ચાલી શકે છે તેને એક પણ જગ્યાએ બાંધવાની આવશ્યકતા નથી. લાકડાના અત્યન્ત નાના પાત્રામાં એક પણ બંધન બાંધવાની આવશ્યકતા હોતી નથી. લાકડાનાં મોટા પાત્રામાં એક બંધન આવશ્યક છે. તુંબડાના પાત્રામાં આવશ્યકતાનુસાર બે અથવા ત્રણ જગ્યાએ બંધન લગાડવાથી સુરક્ષિત રહે છે. સાધુનું મુખ્ય લક્ષ્ય હંમેશાં આ રહે કે અધિક પ્રમાદ ન થાય અને સ્વાધ્યાય વધે. સાધુનો પ્રસાદ શરીર અને ઉપધિ સંબંધી કાર્ય-પરિચર્યા તે જ સાધુનો પ્રસાદ છે.સાવધયોગરૂપ પ્રમાદના તો તે ત્યાગી હોય છે. અધિક બંધન - આવશ્યક હોવા પર બંધન લગાડવાની અનુજ્ઞા(સ્વીકૃતિ) છે. ઉત્કૃષ્ટ ત્રણ બંધન લગાડવાની અનુજ્ઞા છે. ત્રણ બંધનવાળા પાત્રા જ્યાં સુધી ઉપયોગમાં આવે ત્યાં સુધી રાખી શકાય છે. સામાન્યતઃ ત્રણ અથવા વધારે બંધનની આવશ્યકતા અથવા ઉપયોગિતા કોઈપણ પ્રકારના પાત્રામાં હોતી નથી. આ સૂત્ર ૪૪-૪પથી સ્પષ્ટ થાય છે. તથાપિ સૂત્ર ૪૬માં વિકટ પરિસ્થિતિએ ત્રણથી વધારે બંધનની પણ સીમિત અનુજ્ઞા આપી છે. અર્થાત્ કોઈ ક્ષેત્ર અથવા કાળની પરિસ્થિતિમાં લાકડા અથવા તુંબડાના પાત્રામાં કે જેમાં એકથી ત્રણ બંધન છે અને તે ફૂટી જાય તો જયાં સુધી બીજા પાત્રા ન મળે ત્યાં સુધી 4-5 બંધન લગાવીને પણ ચલાવું પડે તો શીઘ્રાતિશધ્ર માટી આદિના પાત્રની યાચના કરી લેવી જોઈએ અને અધિક બંધનવાળા પાત્રાને પરઠી દેવું જોઈએ. એ અધિક બંધનવાળા પાત્રાને દોઢમહિના પછી રાખવામાં આવે તો આ (૪માં) સૂત્રમાં પ્રાયશ્ચિત્ત બતાવ્યું છે. વિધિ અને અવિધિ બંધનની વ્યાખ્યા :- (1) બંધન અને થીગડું લગાવીને પછી અથવા સિલાઈ આદિની પછી તે સ્થાન પ્રતિલેખન કરવા યોગ્ય હોવું જોઈએ. (ર) જ્યાં બંધન, થીગડુંઆદિલગાવ્યું છે, ત્યાંથી આહાર આદિનો અંશ સરલતાથી સાફ થઈ જાય તેવું હોવું જોઈએ. (3) બંધન આદિ લગાડવાનું કાર્ય ઓછામાં ઓછા સમયમાં થવું જોઈએ, અધિક સમય ન લાગવો જોઈએ. આ વિધિ અને વિવેક સમજવા જોઈએ અને એનાથી વિપરીત અવિધિ સમજવી જોઈએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org