________________
છેદશાસ્ત્ર ઃ પરિશિષ્ટ ખંડ–ર
દોષયુક્ત મકાનનું કલ્પનીય હોવાની સમાન જ ઉક્ત બંને વિભાગના દોષોવાળી પાટોને પણ કાલાન્તરે અથવા ગૃહસ્થના ઉપયોગમાં આવ્યા બાદ કલ્પનીય સમજી લેવી જોઈએ.
૨૧૬
જૈન સાધુઓનાં (૧) દિગંબર (૨) શ્વેતાંબર-મંદિરમાર્ગી (૩) સ્થાનકવાસી (૪) તેરાપંથી વગેરે જે ફીરકાઓ છે તેમાંથી કોઈ એક સંઘના સાધુઓના ઉદ્દેશથી બનેલો આહાર કે મકાન બીજા સંઘના સાધુઓને માટે ઔદેશિક દોષયુક્ત નથી. આ વિષયનું કથન મૂળ આગમમાં નથી પરંતુ પ્રાચીન વ્યાખ્યા ગ્રંથોમાં છે. તેનો આશય એ છે કે જેનો સિદ્ધાંત અને વેશ સમાન હોય, તે પ્રવચન તેમજ લિંગથી સાધર્મિક કહેવાય છે. આ પ્રકારના સાધર્મિક સાધુને માટે બનાવેલ આહાર મકાન વગેરે બીજા સાધર્મિકને માટે પણ કલ્પનીય હોતા નથી.
ઉપર્યુક્ત ચારે ય જૈન ફીરકાઓનાં વેશ અને સિદ્ધાંતોમાં ભેદ પડી ગયા છે અને પ્રત્યેક સંઘે એક બીજાથી સર્વથા ભિન્ન તથા સ્વતંત્રરૂપ ધારણ કરી લીધું છે. માટે ઉક્ત એક જૈનસંઘનું ઔદ્દેશિક મકાન વગેરે બીજા સંઘો માટે ઔદેશિક નથી. નાના ક્ષેત્રના નાના શ્રાવક સમાજમાં બધા જૈનસંઘોના મિશ્રિત ભાવથી નિર્મિત ઔદ્દેશિક શય્યા વગેરે બધા સંઘોના સાધુઓને માટે ઔદેશિક દોષયુક્ત સમજવી જોઈએ.
પ્રકરણ-૮ : ઉપરની મંજિલમાં સાધુઓનું રહેવું
[ઉદ્દેશક-૧૩ : સૂત્ર--૧૧]
ન
અંતરિક્ષજાત ઃ- મંચ, માળ, મકાનની છત વગેરે સ્થળોની ઊંચાઈ તો તેના નામથી જ સ્પષ્ટ થઈ જાય છે. માટે અંતરિક્ષજાતનું ‘ઊંચા સ્થાન’ એવો અર્થ ન કરવો જોઈએ પરંતુ ‘આકાશીય અનાવૃત સ્થળ' એવો અર્થ કરવો જોઈએ. અર્થાત્ સૂત્રકથિત ઊંચા સ્થળોની ચારે તરફ ભીંત વગેરે ન હોય અને ખુલ્લુ આકાશ જ હોય તો તે ઊંચા સ્થળ અંતરિક્ષજાત વિશેષણવાળા કહેવામાં આવે છે. આ જ અર્થ આચા. બ્રુ.૨ અ.૨ ઉ.૧ માં, આ વિષયના વિસ્તૃત પાઠથી સ્પષ્ટ થાય છે, કારણ કે સૂત્રગત ઊંચું સ્થળ ભીંત વગેરેથી ચારે તરફથી આવૃત્ત હોય તો પડવા વગેરેની આચારાંગમાં કહેલ સંભાવનાઓ સંગત થઈ શકતી નથી. અનાવૃત્ત ઊંચા સ્થાનમાં સૂકવેલ વસ્ત્ર પાત્ર વગેરે ઉડીને પડવાની સંભાવના રહે છે. તેમજ તેનાથી અયતના અને પ્રમાદની વૃદ્ધિ થાય છે. એટલા માટે આગમમાં ઊંચા અને અનાવૃત્ત સ્થાન અનેક ક્રિયાઓ કરવા માટે નિષિદ્ધ છે. પરંતુ આવૃત્ત સ્થાનમાં ઊંચા નીચા કોઈપણ સ્થાનનો વિવેકપૂર્વક ઉપયોગ કરી શકાય છે. તેમાં સૂત્રોક્ત કોઈપણ દોષ લાગતો નથી. કારણ કે વસ્તુઓનું ઉડવું, પડવું, ભીંત ન હોવાથી શકય બને છે. ચારે તરફથી આવૃત્ત કે ઉપરથી ઢાંકેલ અથવા ઉપરની મંજીલના બંધ ઓરડામાં આવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org