________________
૨૧૯
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશનાઃ જૈનાગમ નવનીત
કલ્પનીયવિહાર છે. એક કે અનેક અગીતાર્થોનું વિચરણ કરવું કે ભિક્ષાચરી કરવી વગેરે કાર્યોનો નિષેધ જ છે. આચા. અને નિશીથને અર્થ સહિત કંઠસ્થ ધારણ ન કરવાવાળા બધા અગીતાર્થ છે.
અન્ય મકાન સુલભ ન હોવા પર પૂર્વોક્ત શય્યાઓમાં ગીતાર્થ(બહુશ્રુત) ભિક્ષુ ૧-૨ રાત્રિ રહી શકે છે. વધારે રહેવા પર તેને પણ સૂત્રોક્ત પ્રાયશ્ચિત્ત સમજવું જોઈએ.
| પ્રકરણ-૧૦ઃ કલ્પ મર્યાદા અને અપવાદ વિચાર | હ | [ઉદ્દેશક–૨: સૂત્ર-૩૭] કલ્પમર્યાદાના સંબંધમાં આચારાંગ શ્રુતસ્કંધ-૨, અધ્યયન-૨, ઉદ્દેશક–૨ અનુસાર બેક્રિયાઓ દોષ રૂપ કહેલ છે–૧. કાલાતિકાન્ત ક્રિયા ૨. ઉપસ્થાન ક્રિયા. કાલાતિકાન્ત ક્રિયા – એક ક્ષેત્રમાં માસ કલ્પ(ર૯ દિવસ) રહ્યા પછી પણ વિહાર ન કરે તથા એક ક્ષેત્રમાં ચાતુર્માસકલ્પ(અષાઢ પૂર્ણિમાથી કારતક પૂનમ સુધી) રહ્યા પછી ત્યાંથી વિહાર ન કરે તો તે કાલાતિક્રાન્ત ક્રિયા' નામનો દોષ છે. ઉપસ્થાન ક્રિયા :- એક ક્ષેત્રમાં એક માસ કલ્પ રહ્યા પછી બે માસ અન્યત્ર વિતાવ્યા વિના જ ત્યાં આવીને રહે તો તે ઉપસ્થાન ક્રિયા' નામનો દોષ છે.
- આ બંને ક્રિયાઓનું સેવન કરવું તે નિત્યવાસ માનેલ છે. એનિત્યવાસનું સૂત્રોક્ત લઘુમાસ પ્રાયશ્ચિત્ત છે.
નિત્યવાસનિષેધ તેમજ તેના પ્રાયશ્ચિત્ત વિધાનનો મૂળહેતુ એ છે કે અકારણ નિરંતર નિત્ય રહેવાથી વધારે પરિચય થાય છે. તેનાથી અવજ્ઞા અને અનુરાગ બને થઈ શકે છે. અવજ્ઞાથી ધર્મની હીલના અને અનુરાગ વૃદ્ધિથી ચારિત્રની અલનાનો સંભવ છે. ચારિત્ર ખલનામાં ગવેષણા(ગોચરી વિગેરે) અને બ્રહ્મચર્યની અલના મુખ્ય હોય છે. એટલા માટે માસિકલ્પ કે ચાતુર્માસ કલ્પ પસાર કરીને વિહાર કરવો તેમજ બમણો કાળ બીજી જગ્યાએ વિચરવું અતિ જરૂરી છે.
દશવૈકાલિકની બીજી ચૂલિકા ગાથા ૧૧ અનુસાર ચાતુર્માસ કલ્પવાળા ક્ષેત્રમાં એક વર્ષ સુધી ફરીથી ન જવાની કાળ ગણના આ પ્રકારે છે. ચાતુર્માસકલ્પના ચાર માસ તેનાથી બે ગણા આઠ માસ પસાર થયા બાદ ફરી ચાતુર્માસકલ્પ આવી જવાથી ત્રણ ગણો સમય બરાબર એક વર્ષ થઈ જાય છે.
| "ગુના તિ!” આચા. શ્રુ.રા.ર6.રમાં નિત્યવાસ સંબંધી ઉપસ્થાન ક્રિયાનું વર્ણન કરતા થકા સૂચિત કરેલ છે કે રોષકાળનો કલ્પ (એક માસ)ને બે ગણો સમય અન્યત્ર વિતાવ્યા વિના ફરી ત્યાં નહિ જવું અને ચાર્તુમાસનો ત્રણ
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org