________________
છંદશાસ્ત્ર ઃ પરિશિષ્ટ ખંડ-ર
સાર ઃ
વિવેક તેમજ અનુભવ તથા હાની લાભના ચિંતન યુક્ત નિર્ણયથી જ કોઈપણ પ્રવૃત્તિ કરવી જોઈએ. વ્યવહારિક પ્રવૃત્તિમાં એકાંતિક આગ્રહ હોય તો તે અવિવેક છે.
પ્રકરણ-૯ : અકલ્પનીય શય્યા-ઉપાશ્રય
૨૧૮
[ઉદ્દેશક-૧૬, સૂત્ર–૧ થી૩]
-
સાગારિક શય્યા ઃ– સ્ત્રી-પુરુષ જ્યાં રહેતા હોય અથવા જ્યાં એકલી સ્ત્રી રહેતી હોય અગર ફક્ત સ્ત્રીઓજ રહેતી હોય તે સ્થાન સાગારિક શય્યા' છે. એવી શય્યામાં ભિક્ષુઓને રહેવાનું આ સૂત્રમાં પ્રાયશ્ચિત્ત કહ્યું છે.
આભૂષણ, વસ્ત્ર, આહાર, સુગંધિત પદાર્થ, વાદ્ય, નૃત્ય, નાટક, ગીત તથા શયન, આસન વગેરેથી યુક્ત સ્થાન દ્રવ્ય-સાગારિક શય્યા' છે અને સ્ત્રીયુક્ત સ્થાન ‘ભાવ-સાગારિક શય્યા’ છે. છદ્મસ્થ સાધકોને અનુકૂળ નિમિત્ત મળવા પર ક્યારેય પણ મોહકર્મનો ઉદય થઈ શકે છે. જેનાથી તે સંયમ સમાચારીમાં શિથિલ બની જાય છે અગર બ્રહ્મચર્યથી વિચલિત થઈ શકે છે.
સઉદકશય્યા ઃ— જ્યાં ખુલ્લા હોજમાં કે ઘડા વગેરેમાં પાણી રહેતું હોય તે સઉદક શય્યા છે. ત્યાં રહેવા પર ભિક્ષુના ગમનાગમન વગેરે ક્રિયાઓથી અપ્લાયના જીવોની વિરાધના થઈ શકે છે.
બૃહત્કલ્પ સૂત્ર ઉ.ર માં જ્યાં સંપૂર્ણ દિવસ રાત અચિત્ત પાણીના ઘડા ભર્યા રહેતા હોય ત્યાં રહેવાની મનાઈ છે અને અહીંયા સામાન્ય રૂપથી પાણી પડ્યું રહેતું હોય તે સ્થાનમાં રહેવાનું પ્રાયશ્ચિત્ત કહ્યું છે.
ઉદયભાવથી કોઈપણ ભિક્ષુને તે પાણી પીવાનો સંકલ્પ પણ થઈ શકે છે. અથવા અન્ય લોકોને ‘સાધુ પાણી પીતા હોય’, તેવી આશંકા પણ જન્મે છે. સાગણિક શય્યા :- જે ઘરમાં અગર કોઈ ઓરડામાં અગ્નિ જલી રહી હોય કે બત્તી બળતી હોય તે ‘સાગણિક શય્યા’ છે; ત્યાં ભિક્ષુ ન રહે. કારણ કે ત્યાં ગમનાગમન કરશે અગર વંદન, પ્રતિલેખન, પ્રમાર્જન વગેરે સંયમ સમાચારીનું કાર્ય કરશે તો અગ્નિકાયની વિરાધના થવાની સંભાવના છે.
શીત નિવારણને માટે અગ્નિનો ઉપયોગ કરવાથી હિંસાની અનુમોદનાનો દોષ લાગશે.
આપવાદિક કલ્પ :- ઉક્તદોષવાળા સ્થાનોમાં ૧-૨ રાત્રિ રહેવા પર પણ અગીતાર્થ સાધુને પ્રાયશ્ચિત્ત આવે છે અને ગીતાર્થ સાધુને પ્રાયશ્ચિત્ત આવતું નથી; કારણ કે તે આપવાદિક સ્થિતિમાં વિવેકનો યથાર્થ નિર્ણય લઈ શકે છે.
વાસ્તવમાં ગીતાર્થનો વિહાર અને ગીતાર્થની નિશ્રામાં વિહાર કરવો જ
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International