________________
છેદશાસ્ત્ર : પરિશિષ્ટ ખંડ-ર
ગ્રહણ કરવા લાયક ધોવણપાણી તૈયાર થયા પછી તુરંત ગ્રાહ્ય(ગ્રહણ કરવા લાયક) હોતા નથી. લગભગ ા કલાક કે મુહૂર્ત પછી ગ્રહણ કરી શકાય છે. ચૂર્ણિકારે તે અંગે સમય નક્કી નહિ કરતાં પોતાની બુદ્ધિથી જ સમયનો નિર્ણય કરવાનું કહ્યું છે. કારણ કે ધોવણ પાણી બનવાનાં શસ્ત્રોમાં વિભિન્નતા હોય છે. તો પણ તાત્કાલિક લેવાથી તો પ્રસ્તુત સૂત્રાનુસાર પ્રાયશ્ચિત્ત આવે છે.
૨૦૬
લેવા યોગ્ય પાણીની અને ન લેવા યોગ્ય પાણીની આગમ પાઠમાં નિશ્ચિત્ત સંખ્યા સૂચિત કરી નથી. પરંતુ સર્વત્ર કંઈક નામો સાથે અન્ય પણ એવું અચિત્ત પાણી લેવાનું વિધાન છે તથા આગમ પાઠમાં ન લેવા યોગ્ય પાણીનો નિષેધ છે, ત્યાં પણ તેવા અન્ય પાણી ન લેવાય તેમ સૂચન છે. માટે કલ્પનીય- અકલ્પનીય પાણી અન્ય અનેક હોય શકે છે, એ આગમ પાઠોથી સ્પષ્ટ છે. સંખ્યા નક્કી કરવી આગમ સંમત નથી.
પાણી શસ્ત્ર પરિણમન થવા છતાં પણ તાત્કાલિક અચિત્ત થતું નથી. માટે તેને તેજ સમયે લેવું યોગ્ય નથી, પરંતુ થોડા સમય પછી અચિત્ત થવા પર લેવા યોગ્ય થઈ જાય છે. કારણ એ છે કે પાણીનાં કણ-કણમાં અસંખ્ય જીવ છે. ત્યાં સુધી પરંપરાથી શસ્ત્રને પહોંચવામાં સમય લાગે છે. માટે પૂર્ણ અચેત થવામાં સમય લાગે છે.
ફળ વગેરે ધોયેલા અચેત પાણીમાં પણ બીજ-ગોટલી વગેરે હોય એવું પાણી ગળીને આપે તો પણ લેવાને યોગ્ય નથી. ધોવણ પાણી સૂચક આગમ સ્થળ આ પ્રમાણે છે—
(૧) દશવૈકાલિક સૂત્ર અધ્યયન-પ, ઉદ્દેશક-૧માં ત્રણ પ્રકારનાં ધોવણ પાણી લેવા યોગ્ય કહેલ છે. તેમાં બે પ્રકારના ધોવણ પાણી આચારાંગ શ્રુ.૨ અ.૧ ઉ.૭ અનુસાર જ કહેવામાં આવેલ છે અને તેમાં વાર થોયળ વધારે છે.
(૨) ઉત્તરાધ્યયન સૂત્ર અધ્યયન-૧૫, ગાથા-૧૩માં ત્રણ પ્રકારનાં ધોવણ કહેવામાં આવેલ છે. આ ત્રણેનું નામ આચારાંગ સૂત્ર શ્રુત.—ર, અઘ્ય.—૧, ઉર્દૂ. ૭માં છે. (૩) આચારાંગ સૂત્ર શ્રુત. ૨ અ. ૧ ઉ. ૭માં અલ્પકાળનું ધોવણ લેવાનો નિષેધ છે અને વધારે કાળનું બનેલું ધોવણ લેવાનું વિધાન છે તથા ગૃહસ્થના કહેવા પર સ્વયં લેવાનું પણ વિધાન છે.
(૪) આચા. શ્રુત. ૨, અધ્ય.-૧, ઉઠે.-૮, પ્રથમ સૂત્રમાં અનેક પ્રકારનાં ધોવણ પાણીનું કથન છે. તેમાં બીજ ગોટલી વગેરે હોય તો એવા પાણીને ગાળીને દે તો પણ લેવાનો નિષેધ કર્યો છે.
(૫) ઠાણાંગ સૂત્ર સ્થા.—૩ઉ.૩ સૂ.૧૮૮ માં ઉપવાસ છઠ્ઠ, અઠ્ઠમનાં તપમાં ૩-૩ પ્રકારના ગ્રાહય ધોવણ પાણીનું વિધાન છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org