________________
ર૦૫
| મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશનાઃ જૈનાગમ નવનીત
હા, આ વિવેક નિર્ણયમાં આગમ આજ્ઞાઓનો પૂર્ણ સમન્વય કરવો આવશ્યક સમજવો જોઈએ. અર્થાત્ પરંપરા પ્રવૃત્તિઓનું પરિવર્તન કરી શકાય છે તો પણ આગમ વિધાનથી વિપરીત કોઈ પરિવર્તન કરી શકાતું નથી. આગમ વિધાનથી વિપરીત આચરણ ક્ષણિક અને પરિસ્થિતિક અપવાદિક હોય તો તેનું પ્રાયશ્ચિત્ત કરવામાં આવે છે. તેને પરંપરા બનાવી શકાતી નથી. અપેક્ષાકૃત વધારે નુકસાનવાળી પ્રવૃત્તિ ચલાવવી અથવા જે પરિસ્થિતિ મુજબ કરેલી પ્રવૃત્તિનો રિવાજ ચલાવવો એ બંને અવિવેક જન્ય અપરાધ છે અને તેનો આગ્રહ કે પ્રરૂપણા કરવી મહાઅપરાધ છે. જેમ કે ભંડોપકરણની બે વારની પ્રતિલેખનાનું આગમ વિધાન હોવા છતાં પાત્રને માટે એકવારની પરંપરા ચલાવવી અને પછી કાલાંતરથી એકવાર જ કરવું એવી ખોટી પ્રરૂપણા કરવી; આ પણ મહાઅપરાધ છે. સાર:- (૧) પાઢીયારા કહેતા દાંતની સળી, કાન ખોતરણી પણ સાધુ પોતાની પાસે રાખે છે. (૨) બાજોઠ, કબાટ આદિ પણ ધાતુના રાખે છે. (૩) ઉત્તરકરણ (સુધાર કાય) પોતાની પાસે રાખવામાં આવેલ ઉપકરણોના જ હોય છે. થોડી વાર માટે લાવેલ ઉપકરણો સરખા કરાવવાને માટે ગૃહસ્થની પાસે જવું પડતું નથી અને તેના માટે ગુરુમાસિક પ્રાયશ્ચિત્ત કરવામાં આવતું નથી. કારણ કે આટલું કરે ત્યાં સુધીમાં તો નવી સોય વગેરે યાચીને લાવી શકાય છે. (૪) સાધુએ અલ્પ ઉપધિવાળા રહેવું જોઈએ, આવશ્યક હોવા પર જ વિવેકપૂર્વક ઉપકરણ લેવા તેમજ રાખવા જોઈએ. (૫) અનાવશ્યક ઉપકરણ રાખવા નહીં અને કોઈપણ ઉપકરણમાં મમત્વ, મૂચ્છભાવ રાખવો નહીં. (૬) કોઈપણ પ્રવૃત્તિ કરવામાં આગમનો, મૌલિક આધારનો તેમજ હાનિ લાભના સરવાળાનો વિવેક અવશ્ય રાખવો જોઈએ. (૭) સંયમમાં સાદગીની પ્રમુખતા હોવાથી લાકડી વગેરેનાં ઉપકરણ સામાન્ય રૂપે રાખી શકાય છે અને ધાત-દાંત-કાચ વગેરે ઉપકરણ તો વિશેષ પરિસ્થિતિમાં જ રાખી શકાય છે, એકાંત નિષેધનો આગ્રહ ન સમજવો જોઈએ. (૮) બધા ઔપગ્રહિક ઉપકરણ લાવવા તેમજ રાખવા પણ અપવાદ માર્ગ રૂપ જ છે. ધ્રુવ અને ઉત્સર્ગમાર્ગથી તો કેવલ ઔધિક ઉપધિ જ રાખવી જોઈએ અને તેમાં પણ ઊણોદરી કરતા થકા સર્વ ઉપધિ ત્યાગની શક્તિનો વિકાસ કરવો જોઈએ.
પ્રકરણ-૬ ધોવણપાણી અને ગરમ પાણીનું જ્ઞાન-વિજ્ઞાન | [ઉદ્દેશક–૧૭: સુત્ર–૧૫૩] આગમોમાં અનેક જગ્યાએ અચિત્ત શીતલ પાણી અર્થાત્ ધોવણપાણીનાં નામોનું કથન છે. તેમાં ગ્રાહ્ય પાણી અગિયાર જ છે. જે આ સૂત્રમાં કહેવામાં આવેલ છે, તેનાથી વધારે નામો જે પણ આગમોમાં ઉપલબ્ધ છે તે બધા અગ્રાહ્ય કહેવામાં આવેલ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org