________________
૨૦૩
૨૦૩
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશનાઃ જૈનાગમ નવનીત
ત્યાં મૈથુન પ્રસંગનો લેખ લખવાને માટે પ્રાયશ્ચિત્ત છે. તો અન્ય કાર્યોને માટે લખવાનું બંધ નહીં થાય? જેમ કે વસ્ત્રોવિભૂષાને માટે રાખવા કે ધોવાનું પ્રાયશ્ચિત્ત કહ્યું છે. તો શું સર્વથા વસ્ત્ર રાખવા-ધોવાનો નિષેધ માનવામાં આવશે? અર્થાત્ જેટલો જ વિષયનો નિષેધ છે, તેટલો જ માનવો જોઈએ. પ્રશ્ન-૮: નિશીથ ઉ.૧માં સોય-કાતર પાઢીયારી(પડિહારી) કહેલ છે. ઉત્તરઃ સાધુનાં ઉપકરણ બે પ્રકારનાં હોય છે. (૧) ઔધિક (૨) ઔપગ્રહિક. સોય, કાતર વગેરેને ઔપગ્રહિક ઉપકરણ કહેલ છે. તે આવશ્યક હોવા પર જ લેવામાં આવે છે અને આવશ્યકતા પૂરી થવા પર પાછા આપવાના હોય છે. આવશ્યકતા ક્ષણિક(થોડીજ) હોય તો પાઢીહારી લઈ શકાય છે. આવશ્યકતા દીર્ઘકાલીન હોય તો અપાઢીયારી પણ લેવામાં આવે છે. તેવા અપાઢીયારા લીધેલા ઉપકરણોનું ઉત્તરકરણ(સુધારકામ) થાય છે. પાઢીયારું ર-૪ કલાકોને માટે લાવેલ પાઢીયારા ઉપકરણોનું ઉત્તરકરણ (સુધારાકામ) ગૃહસ્થોની પાસેથી કરાવવાનું હોતું નથી. માટે અહીંયા પાઢીયારા, અપાઢીયારા બંને પ્રકારના સૂત્રોનાં સૂત્ર ચતુષ્ક આપેલ છે. એટલા માટે અહીંયા બતાવેલ બે ઉપકરણ સાધુ રાખે પણ છે– (૧) દાંત ખોતરણી (૨) કાન ખોતરણી તથા કાંટો ચીપીયો પણ રાખે છે. એટલા માટે સોય, કાતર, દાંત ખોતરવાની સળી, કાન સાફ કરવાની કાન ખોતરણી પાઢીયારી જ હોય તેવું એકાંત નથી. ધાતુ-અધાતુનું સમાધાન તો ઉપર કરેલ છે. નિશીથ ઉ.પમાં પગ લૂછવાનું તેમજ કાષ્ઠદંડને માટે પાઢીયારુંવિશેષણ લગાવેલ છે. તો પણ દંડ-લાકડી વગેરેને તેમજ પગ લૂછવાનું સાધુ પોતાની પાસે દીર્ઘ સમય માટે રાખે જ છે. પ્રશ્ન-૯ઃ સાધુ તો અલ્પ પરિગ્રહી હોય છે તેમાં ધાતુની ચીજો રાખવાનો પ્રશ્ન જ શા માટે? ઉત્તરઃ સાધુને તો અનાવશ્યક વસ્ત્ર પાત્ર વગેરે રાખવાનો પણ પરિગ્રહ જ છે. તેમ છતાં શરીર, સંયમ વગેરે જ્ઞાનનાં ઉપયોગી આવશ્યક ઉપકરણો તે ઔધિક અને ઔપગ્રહિક બંને પ્રકારનાં રાખી શકે છે. તે ઉપકરણ ઉપર મમત્વ મૂચ્છ ન રાખતા થકા ધાતુ અધાતુ કોઈ પણ હોય મૂર્છાભાવ વિના રાખી શકે છે કારણ કે શાસ્ત્રમાં સમસ્ત ધાતુનાં ઉપકરણ લેવા રાખવાનો નિષેધ નથી, પરંતુ વિધાન કરવામાં આવેલ છે. જેનું ઉપર વર્ણન કરવામાં આવેલ છે અને સાધુ સમાજમાં રાખવામાં પણ આવે છે. હા સોના ચાંદી અને સિક્કા રાખવા સાધુને માટે સર્વથા નિષેધ છે. પ્રશ્ન-૧૦ઃ ધાતુની વસ્તુ તો શ્રાવકને પણ ૯ પ્રકારના પરિગ્રહમાં બતાવેલ છે? ઉત્તર ઃ શ્રાવકના નવ પ્રકારના પરિગ્રહમાં તો સંસારની સમસ્ત વસ્તુઓનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org