________________
| વેદશાસ્ત્રઃ પરિશિષ્ટ ખંડ-૨
૨૦૪
સમાવેશ કરેલ છે. તો પણ સાધુ મકાન, પાટ, વસ્ત્ર, પાત્ર, આહાર, શિષ્ય વગેરેની યાચના કરી ગ્રહણ કરે છે. સાધુને માટે શરીર અને સંયમની આવશ્યકતા અને અમૂચ્છ ભાવની શરત છે. તેનું પાલન થાય તો પરિગ્રહન કહેવાય અને આગમમાં સ્પષ્ટ નિષેધ હોય તે ન લેવાય. પ્રશ્ન-૧૧ઃ તો પછી સાધુ ધાતુની કઈ-કઈ ચીજ રાખી શકે? ઉત્તરઃ જે શરીર, સંયમ તેમજ જ્ઞાન વૃદ્ધિને માટે આવશ્યક થઈ જાય તે જ ચીજ અમૂર્છાભાવથી સાધુ રાખી શકે છે અને આવશ્યકતા પૂરી થઈ જાય પછી તેનો ત્યાગ કરી દેવો જોઈએ. તેનું અંતિમ લક્ષ્ય તો તે હોવું જોઈએ કે અલ્પ ઉપધિવાળા અને અલ્પ આવશ્યકતા ઇચ્છાવાળા બનવું. તે ઔપગ્રહિક ઉપકરણ અકારણ વધારે નહિ, સકારણ રાખેલ ઉપકરણોને પણ ભારભૂત, પ્રમાદરૂપ સમજે તેમજ પોતાની શક્તિનો વિકાસ કરી ઉપધિ પચ્ચખાણ અને ઉપધિ ઊણોદરીની શ્રેષ્ઠ સાધનાનો સ્વીકાર કરે. પ્રશ્ન-૧૨: ધાતુની એક મેખ(બીલી) રાખે તો પણ સાધુપણું નથી રહેતું? ઉત્તરઃ ઉપર બતાવ્યા અનુસાર ગોદરેજની અલમારી(કબાટ) મહિનાઓ સુધી અને થાણાપતિની અપેક્ષાએ વર્ષો સુધી રાખી લે તો પણ સાધુપણું રહી શકે છે, તો એક મેખની વાત તો હાસ્યાસ્પદ જ છે. તેમ છતાં અનાવશ્યક અને મૂર્છાથી એક મેખ પણ રાખવી પરિગ્રહ બની શકે છે અને જ્યારે પરિગ્રહ છે તો સાધુપણું નથી, એમ માની શકાય. પ્રશ્ન–૧૩: તો પછી વગર ધાતુના ચશ્મા– આધાકર્મી, વેચાતા લાવેલ, સામે લાવેલ, સ્થાપના વગેરે દોષોના શું કામ લેવામાં આવે છે? અને લખવાની સામગ્રીને માટે હોલ્ડર, શાહી, ખડીયો, પેન્સીલો વગેરે અનેક ઉપકરણો શા માટે રાખવામાં આવે છે? પેનની નીબ(ટાંક) વગેરે ચીજો લાવવી-દેવી, શાહી બનાવવી, સૂકાવવી વગેરે રોજનો આટલો પ્રસાદ શા માટે વધારવામાં આવે છે? સીધા જ બજારમાં ધાતુના ચશ્મા મળે તે વગર દોષના યાચી લેવા જોઈએ અને સીધી જ એક બે પેન લઈને રાખી લેવી જોઈએ. નિરર્થકના અનેક દોષ, પ્રમાદ અને ક્રિયાઓ શા માટે વધારવા જોઈએ? ઉત્તરઃ આ તો સમય-સમયની ઉપલબ્ધિ, રિવાજ અને વ્યક્તિગત વિવેક પર નિર્ભર છે. હાં સાધકે આગમ આજ્ઞા અને હાનિ લાભનો સરવાળો મેળવીને જ પ્રત્યેક પ્રવૃત્તિ ક્ષેત્ર-કાળ અનુસાર કરવી જોઈએ. કોઈ સમયે કોઈ પ્રવૃત્તિ સંયમને માટે લાભકારી હોય છે અને કાલાંતરમાં તે જ વધારે નુકશાનવાળી થઈ જાય છે અને બીજી પ્રવૃત્તિ ઓછા દોષ અને ઓછા પ્રમાદવાળી બની જાય છે. માટે સમય-સમય પર હાનિ-લાભની વિવેક બુદ્ધિનો ઉપયોગ તો રાખવો જ જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org