________________
| વેદશાસ્ત્રઃ પરિશિષ્ટ ખંડ-૨
૨૦૨.
પ્રશ્ન-૨: ધાતુની ચીજ રાત્રે રાખી શકાય છે? ઉત્તરઃ હા; પુસ્તકો, પાટ, કબાટ, લોઢાનો બાજોઠ વગેરે રાત્રે રાખવામાં આવે છે. પ્રશ્ન-૩: શું ગોદરેજનો કબાટ સાધુ ઉપયોગમાં લ્ય છે? ઉત્તર : હા– સારી રીતે પ્રતિલેખન થઈ શકે તો લઈ શકે છે. દરેક સંપ્રદાયના શ્રમણ-શ્રમણીઓ ઉપાશ્રયમાં રહેલા કબાટોને ઉપયોગ કરે જ છે. પ્રશ્ન-૪ : ધાતુઓની વસ્તુઓ રાતમાં રાખવી પરિગ્રહ છે? વિહારમાં રાખવી પરિગ્રહ છે? ઉત્તરઃ કોઈપણ ધાતુની વસ્તુ દિવસમાં રાખે તો પરિગ્રહ નથી અને રાતમાં રાખે તો પરિગ્રહ છે, એવો સિદ્ધાંત હોતો નથી. તથા ગામમાં રાખે તો પરિગ્રહ નહિ અને વિહારમાં રાખે તો પરિગ્રહ છે એવો પણ સિદ્ધાંત બનતો નથી, જો એવું થાય તો સોના-ચાંદીના ઉપકરણ વગેરે દિવસમાં અને ગામમાં રાખવા સિદ્ધ થશે. જેનું ઉપરોક્ત સૂત્ર પાઠોમાં રાખવાનો સ્પષ્ટ નિષેધ છે. પ્રશ્ન-૫ઃ ધાતુની ચીજો રાખે તો સાધુ પરિગ્રહી થઈ જાય? ઉત્તરઃ કેટલીક ધાતુની વસ્તુ વર્તમાનમાં રાખવી તે ઉપર બતાવેલ છે. માટે મમત્વ મૂચ્છભાવ વિના શરીર તેમજ સંયમોપયોગી અત્યાવશ્યક ઉપકરણ રાખવા પરિગ્રહ નથી. તે ઉપકરણ આવશ્યક હોવાથી લેવામાં આવે છે.આવશ્યકતા મુજબ દિવસ-રાત્રિમાં કેવિહારમાં રાખવામાં આવે છે. આવશ્યકતા વિના મમત્વ-મૂર્છાથી રાખવા પર તે બધા ઉપકરણ પરિગ્રહ કહેવાય અને ત્યારે તે સાધુ પરિગ્રહી કહેવાય. પ્રશ્ન–૬: નિશીથ ઉ.૧૧માં ધાતુ રાખવાનું પ્રાયશ્ચિત્ત છે? ઉત્તરઃ ના, ત્યાં ધાતુ કે ધાતુ વિનાનાં અનેક પ્રકારનાં પાત્ર રાખવાનું પ્રાયશ્ચિત્ત કહ્યું છે. પાત્ર સાધુની ઔધિક ઉપધિ છે. એના માટે અનેક શાસ્ત્રોમાં પાત્ર ત્રણ જાતના હોવા, તે સ્પષ્ટ બતાવેલ છે. માટે તે ત્રણ પ્રકાર સિવાય ધાતુ કે વગર ધાતુના કોઈપણ પ્રકારનાં પાત્ર સાધુને કલ્પતા નથી, એવું આચારાંગ સુત્રમાં બતાવ્યું છે. તેનું અહીં નિશીથસૂત્રમાં પ્રાયશ્ચિત્ત કહ્યું છે. અહીંયા કાચ, દાંત, સીંગ, શંખ, ચામડું વગેરે અનેક જાતિનાં પાત્રનો નિષેધ છે. તેને ફક્ત પાત્રને માટે સમજવામાં આવે છે. એટલા માટે હાથી દાંત, પ્લાસ્ટિક, કાચ, રબ્બર, કાગળ, પુટ્ટાં વગેરેની અન્ય વસ્તુઓ રાખી શકાય છે. પ્રશ્ન-૭ઃ નિશીથ સૂત્ર ઉદ્દે.-૭ તેમજ ૧૭માં ધાતુના સંગ્રહનો નિષેધ છે ને? ઉત્તર ત્યાં પર પણ કુતૂહલ અને મૈથુન ભાવનો નિષેધ છે. જેમાં ધાતુ અને વસ્ત્ર વગેરે અનેક ચીજોનો નિષેધ છે. તો પણ તે વસ્તુઓ રાખવામાં આવે છે. જેમ કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org