________________
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત
પ્રતિલેખન કરવું; તેવું અનેક જગ્યાએ લેખિત પ્રમાણ છે. પરંતુ પાત્ર પ્રતિલેખન એક વાર કરવું કે સાંજે પાત્ર પ્રતિલેખન ન કરવું અથવા અવિધિથી સંક્ષેપમાં જ સાંજે પાત્ર પ્રતિલેખન કરવું, એવું ક્યાંય લખ્યું નથી અર્થાત્ તેનું કોઈ લેખિત પ્રમાણ નથી. માટે ભૂલ સુધારીને સાચો નિર્ણય કરવો જોઈએ. સાજે પાત્ર પ્રતિલેખન ન કરવાથી અને અવિધિથી કરવાથી ભગવાનની આજ્ઞાનું ઉલ્લંઘન સમજીને પ્રાયશ્ચિત્ત લેવું જોઈએ તથા એવી પ્રરૂપણા કરવાથી આગમ વિપરીત પ્રરૂપણાનો મહાદોષ માનવો જોઈએ.
પ્રતિલેખન સંબંધી જાણવાલાયક વાતો -
૧૯૯
(૧) સૂર્યોદય થવા પર પ્રતિલેખન શરૂ કરવું (૨) સૌ પ્રથમ મુહપત્તી પ્રમાર્જનિકા(ગુચ્છા)નું પ્રતિલેખન કરવું અને તે પછી બાકી બધી ઉપધિનું પ્રતિલેખન કરવું (૩) પાત્રની પ્રતિલેખના પોણી પોરસી આવ્યા પછી કરવી પરંતુ નવકારશીમાં ગોચરી જવું હોય તો સવારે જ પ્રતિલેખન કરવું (૪) ચોથો પહોર શરૂ થતાં પાત્ર પ્રતિલેખન કરી બાંધી દેવા. પરંતુ સાંજે વાપરવાનું હોય તો તેની વ્યવસ્થાથી કરવું (૫) સવાર-સાંજ પોતાના ગોચરી વાપરવાના સ્થાનનું પ્રતિલેખન, પ્રમાર્જન કરવું (૬) સાંજે સૂર્યાસ્તના પહેલા પરઠવાની ભૂમિનું પ્રતિલેખન કરવું (૭) પ્રતિલેખન મૌનપૂર્વક એકાગ્રચિત્તથી કરવું. શાંતિથી શાસ્ત્રોક્ત વિધિવત્ જ પ્રતિલેખન કરવું. [અન્ય જાણકારી દશવૈકાલિક સૂત્ર સારાંશના પરિશિષ્ટમાં જુઓ.
પ્રકરણ-૩ : રજોહરણ અને ગુચ્છાના પ્રતિલેખનનો વિવેક
આગમ તેમજ તેની વ્યાખ્યામાં વસ્ત્ર-પાત્રના પ્રતિલેખન સંબંધી વિધિ ઘણી જગ્યાએ બતાવવામાં આવી છે. પરંતુ રજોહરણ અને ગુચ્છાનું પ્રતિલેખન કેવી રીતે કરવું તેનું ક્યાંય પણ વર્ણન મળતું નથી. આજકાલ પરંપરાથી વ્યવસ્થિત બાંધેલા બંને ઉપકરણોને સવાર-સાંજે ખોલીને પ્રતિલેખન કરવામાં આવે છે.
પૂંજણી રજોહરણમાં ફક્ત ફળીઓ જ બાંધેલી હોય છે. તેને ખોલ્યા વગર જ તેની પ્રતિલેખના બરાબર થઈ શકે છે. તેનાથી પ્રમાર્જન પણ આગળના ભાગથી જ કરાય છે. બાંધેલા સ્થાને કોઈપણ જગ્યાએ જીવોને જવાની સંભાવના રહેતી નથી. નિસથીયું પણ વ્યવસ્થિત બાંધેલ હોય છે.
કોઈપણ વ્યવસ્થિત બંધનને ખોલવું, તે અયતના થવાથી પ્રમાદ છે. તેમજ પ્રાયશ્ચિત્તનું કારણ છે. કારણ કે નિશીથ ઉદ્દેશક-૨, સૂત્ર–૮માં બાંધેલા પાયપુ∞ળને ખોલવાનું પ્રાયશ્ચિત્ત કહ્યું છે. એ સૂત્રથી જ અન્ય વ્યવસ્થિત બાંધેલા ઉપકરણોને ખોલવાનું પણ પ્રાયશ્ચિત્ત સમજી લેવું જોઈએ. તે સૂત્રમાં વિસુયાવેફ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org