________________
૧૮૭
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશનાઃ જેનાગમ નવનીત
બાળકને લીધેલ(ડેલ) હોય તેની પાસેથી ભિક્ષા ન લેવી. (૧૩) ઘરની ડેલી સિવાય અન્ય કયાંય પણ ઉભા હોય તેની પાસેથી ભિક્ષા નહિ લેવી. (૧૪) દરવાજાની અંદર એક પગ અને એક પગ બહાર રાખીને બેઠેલા કે ઊભા રહેલા દાતા પાસેથી ભિક્ષા ગ્રહણ કરવી.
એષણાનાં ૪૨ દોષો તેમજ અન્ય આગમોક્ત બધી વિધિઓનું પાલન કરવું તે આ પડિમાધારીને માટે પણ આવશ્યક જ સમજવું જોઈએ. આ બંને ચંદ્ર પ્રતિમાઓની આરાધના એક-એક મહિનામાં કરવામાં આવે છે.
| [૨૦] ઊણોદરી તપની સમજૂતી વ્યવહાર સૂત્ર ઉદ્દેશક–૮: સૂત્ર-૧૭] ભગવતી સૂત્ર શતક–૭ તથા શતક–૨૫ તેમજ ઉજવાઈ સૂત્રમાં પણ ઊણોદરી તપના વિષયનું વર્ણન છે. “આહાર ઊણોદરી'ના સ્વરૂપની સાથે જ તે બંને સૂત્રોમાં ઉપકરણ ઊણોદરી વગેરે ભેદોનું પણ સ્પષ્ટીકરણ કરવામાં આવેલ છે.
ઉત્તરા. અ. ૩૦ના તપ વર્ણનમાં આહાર-ઊણોદરીનું જ કથન કરવામાં આવેલ છે. ઉપકરણ ઊણોદરી વગેરે ભેદોની વિવક્ષા ત્યાં કરી નથી. ત્યાં આહાર ઊણોદરીના ૫ ભેદ કહ્યા છે–૧.દ્રવ્ય ૨. ક્ષેત્ર ૩. કાળ ૪. ભાવ અને ૫. પર્યાય.
૧. દ્રવ્યથી પોતાનાં પૂર્ણ ખોરાકથી ઓછું ખાવું. ૨. ક્ષેત્રથી પ્રામાદિ ક્ષેત્ર સંબંધી અભિગ્રહ કરવો અથવા ભિક્ષાચરીમાં ભ્રમણ કરવાના માર્ગમાં પેટી વગેરે છ (૬) આકારમાં ગોચરી કરવાનો અભિગ્રહ કરવો. ૩. કાળથી– ગોચરી લાવવા કે વાપરવા માટે પ્રહર-કલાક વગેરે રૂપમાં અભિગ્રહ કરવો.૪.ભાવથીઘરમાં રહેલા પદાર્થો સંબંધી કે સ્ત્રી-પુરુષોનાં વર્ણ-વસ્ત્ર-ભાવ વગેરે સંબંધી અભિગ્રહ ધારણ કરવો. ૫. પર્યાયથી ઉપરોક્ત દ્રવ્યાદિ ચાર પ્રકારોમાંથી એક-એકનો અભિગ્રહ કરવો તે-તે ભેદોમાં સમાવિષ્ટ છે અને આ ચારમાંથી અનેક અભિગ્રહ એક સાથે કરવા તે પર્યાય ઊણોદરી છે.
પ્રસ્તુત સૂત્રમાં આ પાંચેયમાંથી ફક્ત પ્રથમ દ્રવ્યથી આહાર-ઊણોદરીનું નીચેના પાંચ ભેદ દ્વારા વર્ણન કરવામાં આવેલ છે. (૧) અલ્પાહાર – એક કવળ, બે કવળ યાવતુ આઠ કવળ પ્રમાણ આહાર કરવાથી અલ્પાહારરૂપ ઊણોદરી થાય છે. (ર) અપાઈ-ઊણોદરી – નવથી લઈને બાર કવળ અથવા પંદર કવળ પ્રમાણ આહાર કરવા પર અડધા ખોરાકથી ઓછો આહાર કરવામાં આવે છે તેને
અપાર્ધ ઊણોદરી” કહે છે. અર્થાત્ પહેલી અલ્પાહાર રૂપ ઊણોદરી છે અને બીજી અડધા ખોરાકથી ઓછો અહાર કરવા રૂપ ઊણોદરી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org