________________
૧૯૩
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશનાઃ જૈનાગમ નવનીત
(પરિશિષ્ટ (નિશીથ સૂત્ર સંબંધી), F | પ્રકરણ-૧૦ પ્રતિલેખનના સમયનું પરિજ્ઞાના [ઉદ્દેશક-૨ સૂત્ર-૫૭]. બંને સમય પ્રતિલેખન :- સાધુએ પોતાના બધા ઉપકરણોનું ઉભયકાળ પ્રતિલેખન કરવું જોઈએ. નાના પણ ઉપકરણની પ્રતિલેખના કરવામાં ઉપેક્ષા કરે તો તેને લઘુમાસિક પ્રાયશ્ચિત્ત આવે છે.
ચૂર્ણિકારે પ્રતિલેખન નહિ કરવાથી જીવોની વિરાધના તેમજ વીંછી આદિથી આત્મવિરાધના આદિ અનેક દોષ કહ્યા છે. અંતમાં ઉપસંહાર કરતા કહ્યું છે કેનીં તે રોસા તન્હા સબ્સોવહિ કુસંક્ષે ડિદિયવ્યો – ભાષ્ય ગાથા–૧૪૩૬. અર્થ :- જ્યારે આટલા દોષ છે તો સાધુએ બધા ઉપકરણનું પ્રતિલેખન બને સમય અવશ્ય કરવું જોઈએ. પ્રતિલેખન પ્રારંભનો સમય – ભાષ્યકારોએ પ્રતિલેખન કરવાનો સમય જિનકલ્પી માટે સૂર્યોદય પછીનો કહ્યો છે, પરંતુ સ્થવિર કલ્પી સૂર્યોદયના કંઈક સમય પહેલાં પણ પ્રતિલેખન કરી શકે છે, એવું કહ્યું છે.
ગાથા ૧૪૨૫ માં કહ્યું છે કે સૂર્યોદય પહેલાં દસ પ્રકારની ઉપધિઓનું પ્રતિલેખન થઈ શકે છે. જેમ કે
मुहपत्तिय, रयहरणे, कप्पतिग, णिसेज्ज, चोलपट्टे य । संथारुत्तरपट्टे य पेक्खिते जहुग्गए सूरे ॥१४२५॥
મુહપત્તિ, રજોહરણ, ત્રણ ચાદર, બે નિષદ્યા, ચોલ પટ્ટક, સંથારો તથા ઉત્તરપટ્ટ આ દસનું પ્રતિલેખન સૂર્યોદય પહેલાં થઈ શકે છે.
ચૂર્ણિમાં મvoો મતિ એવું કહીને અગિયારમો ‘દંડ' પણ કહ્યો છે. સંભવ છે કે આ ગાથા ધર્મપ્રજ્ઞપ્તિ આદિ તેરમી શતાબ્દી પછી રચેલ કોઈ ગ્રંથમાંથી અહીંયા લીધી હોય. કારણ કે ઉત્તરાધ્યયન અધ્યયન ર૬ ગા.૮ અને ૨૧માં સૂયોદય થયા પછી પ્રતિલેખન કરવાનું સ્પષ્ટ વિધાન છે. તથા ઉપરોક્ત ગાથા-૧૪૨૫ની પહેલા સ્વયં ભાષ્યકારે બે ગાથાઓમાં કહ્યું છે કે રાતના પ્રતિલેખન થઈ શકતું નથી. તે ગાથાઓ આ છે:
पडिलेहण पप्फोडण, पमज्जणा चेव दिवसओ होति । पप्फोडणा पमज्जण, रतिं पडिलेहणा णत्थि ॥१४२२॥ पडिलेहणा पमज्जण, पायादीयाण दिवसओ होइ । रति पमज्जणा पुण, भणिया पडिलेहणा णत्थि ॥१४२३॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org