________________
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત
શકે છે તો ગચ્છમાં રહેતા થકા સાધુઓને સ્વતંત્ર ગોચરી તેમજ અભિગ્રહ વગેરે કરવું સ્વતઃ સિદ્ધ થઈ જાય છે. અનેક આગમોમાં સાધુને સ્વતંત્ર રીતે પોતાની ગોચરી જવાના વર્ણન પણ મળે છે. માટે આજ્ઞાપૂર્વક સ્વતંત્ર ગોચરી કરવી તે દૂષણ નથી પરંતુ વિશિષ્ટ સંયમ ઉન્નતિનો ગુણ છે, એવું સમજવું જોઈએ. આજકાલ જે અલગ ગોચરીને એકાંત અવગુણની દૃષ્ટિથી જોવે છે તે યોગ્ય નથી. શ્વે. મૂર્તિપૂજક શ્રમણ વર્ગમાં આજે પણ વિશિષ્ટ સાધનાર્થે આજ્ઞાપૂર્વક આવી સ્વતંત્ર ગોચરી કરવાની ઉદાર વૃત્તિ જોવા મળે છે.
[૨૪] ગોચરી ગમન વિવેક
૧૯૫
વ્યવહાર સૂત્ર ઉદ્દેશક–૬ઃ સૂત્ર−૧] આ સૂત્રાંશમાં એ બતાવેલ છે કે ગૃહસ્થીને ત્યાં ગોચરીને માટે પ્રવેશ કર્યા પછી કોઈપણ ભોજનની વસ્તુ નિષ્પાદિત હોય અથવા ચૂલા, ગેસ પરથી દાળ, ભાત, રોટલી, દૂધ વગેરે કોઈપણ ખાદ્ય પદાર્થ ઉતારવામાં આવે તો તે ન લેવા જોઈએ. તે પદાર્થને હટાવવા માટે સાધુનું નિમિત્ત હોય કે ન હોય જ્ઞાતકુળમાં એવા પદાર્થ ગ્રહણ કરવા યોગ્ય નથી.
ન
જ્યાં દરવાજામાં પ્રવેશ કરતાં પહેલાં જે વસ્તુ બની ગઈ હોય કે ચૂલા પરથી ઉતારેલ હોય, તે લઈ શકાય. અપરિચિત કે અલ્પ પરિચિત ઘરોમાં ઉક્ત પદાર્થ લેવાનો સૂત્રમાં નિષેધ નથી. તેનું કારણ એ છે કે અનુરાગી જ્ઞાતિજન વગેરે ભક્તિવશ ક્યારેક પણ સાધુના નિમિત્તે આવી પ્રવૃત્તિ કરે તો તેમાં અગ્નિકાયની વિરાધના થવાનો સંભવ રહે છે. અલ્પ પરિચિત કે અલ્પાનુરાગી ઘરોમાં ઉક્ત દોષની સંભાવના રહેતી નથી. માટે ઉક્ત નિયમ તે કુળોમાં ઉપયોગી નથી. એટલા માટે આ વિધાન આગમોમાં અનેક સ્થળોમાં ફક્ત જ્ઞાતિજનો(સંબંધીઓ)ના કુળ ની સાથે જોડેલ છે, સ્વતંત્ર રૂપથી કયાંય કહેલ નથી.
[પ] ક્ષમાપના ભાવ
[વ્યવહાર સૂત્ર ઉદ્દેશક-૭ : સૂત્ર-૧૧, ૧૨] ક્ષમાપનાનું ધાર્મિક જીવનમાં એટલું વધારે મહત્વ છે કે જો કોઈની સાથે ક્ષમાપના ભાવ ન આવે અને તે અક્ષમા ભાવમાં જ કાળધર્મ પામી જાય તો તે સાધકની કેટલીય ઉગ્ર સાધના હોય છતાં પણ તે વિરાધક થઈ જાય છે.
ક્ષમાપના દ્રવ્ય અને ભાવના ભેદથી બે પ્રકારે છે– (૧) દ્રવ્યથી– જો કોઈના પ્રત્યે નારાજગીનો ભાવ કે રોષભાવ હોય તો તેને પ્રત્યક્ષ કહેવું કે ‘હું આપને ક્ષમા કરું છું અને આપના પ્રત્યે પ્રસન્નભાવ ધારણ કરું છું.' જો કોઈ વ્યક્તિ કોઈની પણ ભૂલને કારણે ગુસ્સો કરે તો કહી દેવું કે મારી ભૂલ થઈ ગઈ છે, આપ ક્ષમા કરો; ફરીથી આવી ભૂલ નહિ કરું. (૨) ભાવથી– શાંતિ, સરલતા તેમજ નમ્રતાથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org