________________
છેદશાસ્ત્રઃ પરિશિષ્ટ ખંડ-૧
૧૯૦
જેટલા આહારથી પેટપૂર્ણ ભરાઈ જાય, પૂર્ણ તૃપ્તિ થઈ જાય અથવા જેનાથી પછી કંઈ ખાવાનું મન ન થાય એવી સંપૂર્ણ માત્રા કોળીયામાં વિભાજિત કરી લેવી જોઈએ. તેમાં દૂધ-રોટી ફળ વગેરે બધું સમાવિષ્ટ સમજવું જોઈએ. અનુમાનથી જેટલા કોળીયા પ્રમાણ ભૂખ બાકી રખાય તેટલી ઊણોદરી સમજવી જોઈએ.
સામાન્ય રીતે ઉત્સર્ગ માર્ગથી ભિક્ષનો આહાર વિગય રહિત હોય છે. માટે રોટલી વગેરેની અપેક્ષા ૩ર કવળ સમજવું સરળ થઈ જાય છે.
કારણથી અનેક વાર કરવામાં આવેલ આહાર પણ સર્વ મળીને ૩ર કવળનો હોવો જોઈએ. અર્થાત્ અનેક વાર આહાર કરવો હોય તો હર કોળીયાને વિભાજિત કરીને સમજવું જોઈએ.
- ઘણા દિવસો સુધી એક વખત વિગય રહિત સામાન્ય આહાર કરીને કુલ ખોરાકનું માપ રોટલીની સંખ્યામાં કાયમ કરવો. પછી તેને યોગ્ય અનુમાન દ્વારા અન્ય આહારમાં વિભાજિત કરી લેવું જોઈએ. છાશ અને પાણીને આહારમાં (ખોરાકના ૩ર કવલમાં) નહિ ગણવા જોઈએ.
( II છેદ સૂત્ર પરિશિષ્ટ ખંડ એક સંપૂર્ણ
જે સાધુ કે સાધ્વી આચારાંગ અને નિશીથ સૂત્ર અર્થ સહિત કંઠસ્થ કરે નહીં કે ભૂલી જાય તો તે જિન શાસનના આચાર્ય આદિ કોઈપણ પદના | અધિકારી નથી અને પદ ગ્રહણ કર્યા પછી પણ આ શાસ્ત્રોને ભૂલી જાય તો તેને પરિક્ત કરાય છે. આચારાંગ-નિશીથ સૂત્રને કંઠસ્થ ધારણ ન કરનારા કે ભૂલી જનારા સાધુ-સાધ્વી સંઘાડા પ્રમુખ બનીને વિચરણ પણ ન કરી શકે. આચાર્ય ઉપાધ્યાયને યુવા સાધુ-સાધ્વીનું પરીક્ષણ કરતા રહેવું જોઈએ કે તેઓ આ બે સૂત્રો ભૂલી તો ગયા નથી અને ભૂલી જાય તો તેનું કારણ પૂછી યોગ્ય પ્રાયશ્ચિત્ત દેવું.
T1
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org