________________
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત
આ સૂત્રોમાં તથા આગળ પણ આવનારા સૂત્રોમાં, વાચના દેનારાને માટે જ પ્રાયશ્ચિત્ત કહ્યું છે. વાચના ગ્રહણ કરનારાને પ્રાયશ્ચિત્તનું અહીં વિધાન નથી. તેનું કારણ એ છે કે આ વાચના દેનારાની જવાબદારીનો વિષય છે કે કોને શું
વાચના આપવી ?
૧૬૩
સૂત્રોમાં અર્થનું અધ્યયન કરાવવાને માટે ‘વાચના’ શબ્દનો પ્રયોગ કરવામાં આવેલ છે અને મૂળ આગમનું અધ્યયન કરાવવાને માટે ‘ઉદ્દેશ’‘સમુદ્દેશ’ શબ્દોનો પ્રયોગ કરવામાં આવેલ છે. પરંતુ અહીં અલગ-અલગ સૂત્ર ન હોવાથી સંક્ષેપમાં વાચના અંગેના સૂત્રથી મૂળ તેમજ અર્થ બન્ને પ્રકારની વાચના વિષયક આ પ્રાયશ્ચિત્ત છે, એવું સમજી લેવું જોઈએ.
આ બંને સૂત્રોથી તેમજ અન્ય અનેક સૂત્રોના વિવેચનથી વાચનાનો ક્રમ નીચે પ્રમાણે સમજી લેવો જોઈએ.
(૧) આવશ્યક સૂત્ર (ર) દશવૈકાલિક સૂત્ર (૩) ઉત્તરાધ્યયન સૂત્ર (૪) આચારાંગ સૂત્ર (૫) નિશીથ સૂત્ર (૬) સૂયગડાંગ સૂત્ર (૭-૯) ત્રણ છેદ સૂત્ર (દશાશ્રુતસ્કંધ સૂત્ર, બૃહત્કલ્પ સૂત્ર, વ્યવહાર સૂત્ર) (૧૦) ઠાણાંગ સૂત્ર, સમવાયાંગ સૂત્ર (૧૧) ભગવતી સૂત્ર.
બાકીના કાલિક કે ઉત્કાલિક સૂત્ર આ અધ્યયન ક્રમની મધ્યમાં કે પછી ગમે ત્યાં ગીતાર્થ બહુશ્રુત મુનિની આજ્ઞાથી અધ્યયન કરવું કે કરાવવું જોઈએ. આ જ ક્રમથી મૂળ અને અર્થરૂપ આગમને કંઠસ્થ કરવાની આગમ પ્રણાલી સમજવી જોઈએ.
[૮] આગમ સંખ્યાનો નિર્ણય
[નિશીથ ઉદ્દેશક-૧૯ : સૂત્ર−૧૯] આપણે સ્વીકારેલ ૩૨ આગમોમાં ૯ સૂત્ર ઉત્કાલિક છે જે આ પ્રમાણે છે : (૧) ઉવવાઈ સૂત્ર (૨) રાયપસેણિય સૂત્ર (૩) જીવાજીવાભિગમ સૂત્ર (૪) પ્રજ્ઞાપના સૂત્ર (૫) સૂર્ય પ્રજ્ઞપ્તિ સૂત્ર (૬) દશવૈકાલિક સૂત્ર (૭) નંદી સૂત્ર (૮) અનુયોગ દ્વાર સૂત્ર (૯) આવશ્યક સૂત્ર. શેષ અગિયાર અંગ વગેરે ૨૩ આગમ કાલિક સૂત્ર છે. નંદી સૂત્રમાં ૨૯ ઉત્કાલિક સૂત્રોનાં નામ છે અને ૪૨ કાલિકસૂત્રોનાં નામ છે. આવશ્યક સૂત્ર મેળવવાથી ૭૨ સૂત્ર થાય છે.
આવ. + અંગ + ઉત્કા. + કા. ૧ + ૧૨ + ૨૯ + ૩૦ = ૭૨
=
આવશ્યક સૂત્રને અનુયોગ દ્વાર સૂત્રમાં ઉત્કાલિક સૂત્ર કહ્યું છે. નંદી સૂત્રમાં ૧૨ ઉપાંગ સૂત્રમાંથી ૫ ઉત્કાલિક અને સાતને કાલિક કહેલ છે તથા ચંદ્રપ્રજ્ઞપ્તિ તેમજ સૂર્યપ્રજ્ઞપ્તિમાંથી પણ ક્રમશઃ એકને કાલિક અને એકને ઉત્કાલિક કહ્યું છે. માટે તે વર્ણનોના આધારથી કાલિક-ઉત્કાલિકની પરિભાષા નિશ્ચિત કરી શકાતી નથી તોપણ નીચેની પરિભાષા ફલિત થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org