________________
છેદશાસ્ત્રઃ પરિશિષ્ટ ખંડ-૧
પ્રશ્નરૂપે સંગ્રહ શાસ્ત્રોનો જ ક્રમ આપેલ છે. માટે કથા કે તપોમય સંયમી જીવનના વર્ણનવાળા જ્ઞાતાદિ કાલિકસૂત્ર તેમજ ઉવવાઈ વગેરે ઉત્કાલિક સૂત્રોના અધ્યયનનો કોઈનિશ્ચિત ક્રમ નથી, એવું સમજવું જોઈએ તથા કેટલાય સૂત્રોની રચના-સંકલના પણ વ્યવહાર સૂત્રની રચના પછી જ થઈ છે. જે કારણે તેનો અધ્યયન ક્રમ ત્યાં આવી શકયો નહીં. માટે ગીતાર્થ મુનિ તેની વાચના, યોગ્ય અવસર જોઈને ગમે ત્યારે આપી શકે છે. પ્રસ્તુત સૂત્રગત પ્રાયશ્ચિત્ત વ્યવહાર સૂત્રમાં કહેવામાં આવેલ અનુક્રમની અપેક્ષાએ ઉત્ક્રમ કરવા પર સમજવું જોઈએ.
:
૧૬૨
આવશ્યક સૂત્ર, દશવૈકાલિક સૂત્ર તેમજ ઉત્તરાધ્યયન સૂત્રનો ઉપર્યુક્ત ક્રમ જે ચૂર્ણિકા૨ે બતાવ્યો છે તેને આચારાંગ પૂર્વનો ક્રમ સમજવો જોઈએ. આચારાંગ પ્રથમ શ્રુતસ્કંધના નવ અઘ્યયનોમાં સંયમમાં દઢતા, વૈરાગ્ય તેમજ શ્રદ્ધા, પરીષહજય વગેરેના વિચારોને પ્રોત્સાહન દેનારા ઉપદેશનું વર્ણન છે. બ્રહ્મચર્ય સંયમનો જ એક પર્યાય વાચી શબ્દ છે, સંયમનું જ એ મુખ્ય અંગ છે. એટલા માટે પ્રથમ શ્રુતસ્કંધનું નવ વમવેર નામ પ્રસિદ્ધ છે. એક દેશથી સંપૂર્ણનું ગ્રહણ થઈ જાય છે. આથી ચૂર્ણિકારે કહ્યું છે— નવ વમવેર હભેળ સભ્યો આયારો નહિતો અહવા સત્નો નરળાણુઓનો અર્થાત્ નવવાડ બ્રહ્મચર્યના કથનથી સંપૂર્ણ આચારાંગ સૂત્ર અથવા સંપૂર્ણ ચરણાનુયોગ(આચાર શાસ્ત્ર) ગ્રહણ કરી લેવું જોઈએ. 'ત્તમ શ્રુત' શબ્દથી છેદ સૂત્ર તથા દૃષ્ટિવાદ સૂત્રનો નિર્દેશ ભાષ્ય ગા. ૧૮૪ માં કરવામાં આવેલ છે.
ઉત્સર્ગ અને અપવાદના કલ્પોનું તથા પ્રાયશ્ચિત્ત તેમજ સંઘ વ્યવસ્થાનું વર્ણન હોવાથી છેદ સૂત્રોને ‘ઉત્તમ શ્રુત’ની સંજ્ઞા આપવામાં આવી છે.
ચારે અનુયોગનું તથા નય અને પ્રમાણ વગેરેથી દ્રવ્યોનું સૂક્ષ્મતમ વર્ણન હોવાથી તથા અત્યંત વિશાળ હોવાથી દષ્ટિવાદને પણ ઉત્તમ શ્રુત કહેવાયું છે. આ સૂત્રનો સાર એ છે કે સંપૂર્ણ આચારાંગ સૂત્રની મૂળ તેમજ અર્થની વાચના પૂર્ણ કર્યા વિના છેદસૂત્રોની વાચના ન દેવી અથવા સંપૂર્ણ આચાર શાસ્ત્રોની વાચના દીધા વિના દ્રવ્યાનુયોગ તેમજ દષ્ટિવાદની વાચના ન દેવી જોઈએ. તેનાથી એ ફલિત થાય છે કે સંયમ જીવનમાં આચારશાસ્ત્રના અધ્યયનને પ્રાથમિકતા દેવી જોઈએ.
વ્યુત્ક્રમથી વાચના દેવામાં થનારા દોષ ઃ
--
૧. પૂર્વના વિષયની સમજણ વિના આગળનો વિષય સમજમાં આવતો નથી. ૨. ઉત્સર્ગ-અપવાદનું વિપરીત પરિણમન થવું.
૩. આગળના અધ્યયન કર્યા પછી પૂર્વના અધ્યયન નહિ કરવા. ૪. પૂર્ણ યોગ્યતા વિના બહુશ્રુત વગેરે કહેવડાવવાનું બને ઇત્યાદિ માટે આગમોક્ત ક્રમથી જ બધા સૂત્રોની વાચના દેવી જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org