________________
| છેદશાસ્ત્રઃ પરિશિષ્ટ ખંડ-૧
૧૬૦
આવી નથી. તોપણ આચાર શાસ્ત્રનો અભ્યાસ અર્થાતુ છેદસૂત્રોનો અભ્યાસ કર્યા પછી ઠાણાંગ-સમવાયાંગ-ભગવતી સૂત્રના અધ્યયનની પહેલા કે પછી કયારેય પણ તે શેષ સૂત્રોનું અધ્યયન કરવાનું સમજી લેવું જોઈએ.
આવશ્યક સૂત્રનું અધ્યયન તો ઉપસ્થાપનાની પહેલા જ કરવામાં આવે છે તથા નિશીથ ઉદ્દેશક–૧૯ ના ભાષ્યમાં આચારાંગ તેમજ નિશીથની પહેલાં દશવૈકાલિક અને ઉત્તરાધ્યયન સૂત્રનું અધ્યયન કરવાનું કહેલ છે.
આ સૂત્રમાં જે ત્રણ વર્ષની પર્યાય વગેરેનું કથન કરવામાં આવેલ છે, તેનો અર્થ આ પ્રમાણે છે- ત્રણ વર્ષની દીક્ષા પર્યાય સુધીમાં યોગ્ય ભિક્ષુએ ઓછામાં ઓછું આ આગમોનું અધ્યયન કરી લેવું જોઈએ કે તેને કરાવી દેવું જોઈએ. ત્રણ વર્ષ પછી આચારાંગ, નિશીથ ભણાવવું એવો અર્થ કરવો અસંગત છે, કારણ કે ત્રણ વર્ષવાળાને ઉપાધ્યાય પદ દેવાના પ્રકરણમાં ઓછામાં ઓછું આચારાંગ, નિશીથને કંઠસ્થ કરનારા કહ્યા છે.
| દશ વર્ષની દીક્ષા પર્યાય પછી અધ્યયન કરવાને માટે કહેવામાં આવેલા સૂત્રોમાંથી લગભગ બધા સૂત્ર નંદીસૂત્રની રચનાના સમયમાં કાલિકસૂત્ર તરીકે ઉપલબ્ધ હતા. વર્તમાનમાં તેમાંથી કોઈ પણ સૂત્ર ઉપલબ્ધ નથી. ફક્ત તેજનિસર્ગ નામનું અધ્યયન ભગવતી સૂત્રના પંદરમાં શતકના રૂપમાં ઉપલબ્ધ છે.
જ્ઞાતાસૂત્ર વગેરે અંગસૂત્રોનું પ્રસ્તુત અધ્યયન ક્રમથી નિર્દેશ કરવામાં આવેલ નથી, તેનું કારણ એ છે કે આ સૂત્રોમાં લગભગ ધર્મકથાનું વર્ણન છે. જેના ક્રમની કોઈ આવશ્યકતા રહેતી નથી. યથાઅવસરે ક્યારેય પણ તેનું અધ્યયન કરી કે કરાવી શકાય છે.
પ્રશ્નવ્યાકરણ સૂત્રમાં ઉપલબ્ધ આશ્રવ-સંવરનું વર્ણન ત્યાં ગણધર-રચિત નથી, નંદીસૂત્રની રચના પછી અન્ય સૂત્રમાંથી સંકલન કરવામાં આવેલ છે.
આ સૂત્રોમાં અધ્યયન માટે સૂચિત કરવામાં આવેલ આગમોના નામ આ પ્રમાણે છે- (૧-૨) આચારાંગ સૂત્ર તેમજ નિશીથ સૂત્ર (૩) સૂયડાંગ સૂત્ર (૪-પ-૬) દશાશ્રુતસ્કંધ સૂત્ર, બૃહત્કલ્પ સૂત્ર અને વ્યવહાર સૂત્ર (૭-૮) ઠાણાંગ સૂત્ર સમવાયાંગ સૂત્ર (૯) ભગવતી સૂત્ર (૧૦–૧૪) શુલ્લિકા વિમાન પ્રવિભક્તિ, મહલ્લિકા વિમાન પ્રવિભક્તિ, અંગચૂલિકા, વર્ગ ચૂલિકા, વ્યાખ્યા ચૂલિકા (૧૫૨૦) અરુણોપપાત, વરુણોપપાત, ગરુડોપપાત, ધરણોપપાત, વૈશ્રમણોપપાત, વેલન્જરોપપાત (૨૧-૨૪) ઉત્થાનશ્રુત, સમુત્થાનશ્રુત, દેવેન્દ્ર પરિયાપનિકા, નાગપરિયાપનિકા (૨૫) સ્વપ્નભાવના અધ્યયન (ર૬) ચારણભાવના અધ્યયન (૨૭) તેજ નિસર્ગ અધ્યયન (૨૮) આશીવિષ ભાવના અધ્યયન (૨૯) દષ્ટિવિષ ભાવના અધ્યયન (૩૦) દષ્ટિવાદ અંગ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org