________________
છંદશાસ્ત્ર : પરિશિષ્ટ ખંડ-૧
૧૭૮
[૧૭] અનેક પાત્રની કલ્પનીયતા
[વ્યવહાર સૂત્ર ઉદ્દેશક-૨ : સૂત્ર–૨૯] આ સૂત્રમાં આહાર કરવાનાં સાધન રૂપમાં પાત્રોને માટે નિમ્ન શબ્દોનો પ્રયોગ કરવામાં આવેલ છે– (૧) સ્વયંના(આહાર લેવાના) પાત્રમાં. (૨) સ્વયંના ‘પલાશક’(માત્રક)માં. (૩) સ્વયંના કમંડળ(પાણી લેવાના પાત્ર)માં. (૪) સ્વયંના ખોબામાં અર્થાત્ બન્ને હાથની બનેલી અંજલીમાં. (૫) સ્વયંના હાથમાં અર્થાત્ એક હાથની પસલીમાં(હાથના ખોબામાં).
અહીંયા સ્વયંના પલાશકનો અર્થ ટીકાકારે ઢાકના પાનથી બનાવેલ દોણા એવો કર્યો છે.
સૂત્રમાં ‘સયંસિ’ પદ પ્રત્યેક શબ્દની સાથે છે. સાધુનું સ્વયં પાત્ર એ જ છે જે હંમેશાં એની પાસે રહેતું હોય તથા જે આગમોક્ત હોય.
પલાસના પાનના દોણા રાખવાનો આગમમાં નિષેધ છે અને એ વધારે સમય ધારણ કરવા યોગ્ય પણ હોતા નથી. અતઃ ‘સ્વયંનું પલાશક’ આ કથન ‘માત્રક’ને માટે સમજવું યોગ્ય છે. તેમજ માત્રક રાખવું આગમ સંમત પણ છે.
સૂત્રના વિધાનથી જ એ જણાય છે કે તે ભિક્ષુ જો પાત્રની ઉણોદરી કરનારા હોય તો સ્વયંના માત્રકમાં, હાથમાં કે ખોબામાં લઈને પણ આહાર કરી શકે છે.
ચૌદપૂર્વી શ્રી ભદ્રબાહુસ્વામી દ્વારા રચિત આ વ્યવહાર સૂત્રમાં પાત્રની દૃષ્ટિથી ત્રણ નામ કહ્યા છે. એનાથી આ સાબિત થાય છે કે ભિક્ષુ સામાન્યતઃ અનેક પાત્ર પણ રાખી શકે છે. અતઃ એક પાત્ર જ રાખવું એ એકાંતિક પરંપરાનું ઐતિહાસિક કથન આગમ અનુસાર નથી. અર્થાત્ કેટલાક પોતાને પંડિત માનનારા એમ કહે છે કે પહેલા જૈન સાધુ એક જ પાત્ર રાખતા હતા; અનેક પાત્ર રાખવાની પરંપરા શિથિલાચારથી પ્રારંભ થઈ. પરંતુ આવા કથનની પ્રસ્તુત સૂત્રથી પરીક્ષા કરે તો તે નિરર્થક, નિરાધાર અને એકાંતિક પ્રરૂપણા જ જણાશે અથવા જો તે પંડિત લોકો અનેકાંત સિદ્ધાંતને અનુસરીને એમ કહે કે પહેલા જૈન સાધુ એકલા પણ રહેતા હતા અને અચેલ પણ રહેતા હતા, તેઓ ક્રમિક સાધના કરતા હતા; એક પાત્ર રાખનારા તપસ્વી ભિક્ષુ પણ પ્રાચીનકાલમાં હતા, તો આ રીતે બોલવાથી અનેકાંતિક પ્રરૂપણા થાય અને તે ભાષા આગમ સમ્મત કહેવાય.
[૧૮] સાધુ-સાધ્વીની પરસ્પર સેવા આલોચના
વ્યવહાર સૂત્ર ઉદ્દેશક-૫ : સૂત્ર-૧૯ થી ૨૦] બૃહત્કલ્પસૂત્રના ચોથા ઉદ્દેશકમાં જૈન શ્રમણોના પરસ્પર બાર સાંભોગિક વ્યવહાર હોય છે. જેમાં ઔત્સર્ગિક વિધિથી સાધ્વીઓ સાથે છ સાંભોગિક વ્યવહાર હોય છે. તે અનુસાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org