________________
છેદશાસ્ત્રઃ પરિશિષ્ટ ખંડ-૧
ઃ
દીક્ષાર્થી પ્રત્યે દીક્ષાદાતાનું કર્તવ્ય :- (૧) દીક્ષાર્થીને પૂછવું જોઈએ કે તમે કોણ છો ? શા માટે દીક્ષા લ્યો છો ? તમને વૈરાગ્ય કેવી રીતે ઉત્પન્ન થયો ? એવી રીતે પૂછયા પછી યોગ્યતા જણાય અગર અન્ય કોઈ પ્રકારની અયોગ્યતા ન જણાય તો દીક્ષા દેવી કલ્પે છે.
૧૬
(૨) દીક્ષાને યોગ્ય જાણીને તેને આ સાધ્વાચાર કહેવા જોઈએ. જેમ કે– ૧. હંમેશાં ભિક્ષા માટે જવાનું ૨. ગોચરીમાં અચેત વસ્તુ લેવી ૩. એષણાના દોષથી રહિત શુદ્ધ ગોચરી લેવી ૪. લાવ્યા પછી બાલ વૃદ્ધ વગેરેને દઈને સંવિભાગથી વાપરવું ૫. સ્વાધ્યાયમાં હંમેશાં લીન રહેવું ૬. આજીવન સ્નાન નહિ કરવાનું ૭. જમીન ઉપર કે પાટ ઉપર સૂવાનું ૮. લોચ વગેરે કષ્ટ સહન કરવાનું, ૯. પગપાળા વિહાર કરવાનું વગેરે. જો તે આ બધું સહર્ષ સ્વીકાર કરી લ્યે તો તેને દીક્ષા દેવી જોઈએ – [નિશીથ ચૂર્વી પૃષ્ટ ૨૭૮]
નવદીક્ષિત સાધુ-સાધ્વી પ્રત્યે દીક્ષાદાતાનું કર્તવ્ય :– (૧) શસ્ત્ર પરિજ્ઞાનુ (આચારાંગ સૂત્રના પ્રથમ અધ્યયનનું) અધ્યયન કરાવવું અથવા છ જીવનિકાયનું (દશવૈકાલિક સૂત્રના ચોથા અધ્યયનનું) અધ્યયન કરાવવું.
(૨) તેના અર્થ-પરમાર્થ સમજાવવા કે આ પૃથ્વી વગેરે જીવ છે. તડકો-છાંયો પુદ્ગલ વગેરે અજીવ છે. તથા પુણ્ય-પાપ, આશ્રવ-સંવર, નિર્જરા, બંધ-મોક્ષ નવ તત્ત્વનું સ્વરૂપ, કર્મબંધના હેતુ, તેના ભેદ, પરિણામ વગેરેનું પરિજ્ઞાન કરાવવું. (૩) આ તત્ત્વોને ફરીથી સમજાવીને, તેને ધારણ કરાવવા, શ્રદ્ધા કરાવવી. (૪) ત્યાર પછી તેને જીવોની જતના અને વિવેક શીખવાડવો.
(૫) શીખડાવ્યા પછી શ્રદ્ધા અને વિવેકની પરીક્ષા કરવી, જેમ કે– ઊભા રહેવા, બેસવા, સૂવા કે પરઠવા માટે સચેત ભૂમિ બતાવીને કહેવું કે અહીંયા ઊભા રહો, પરઠો વગેરે. તેમ સાંભળીને સચિત્ત સ્થળ જોઈને તે ચિંતિત થાય છે કે નહીં તેમ તેની પરીક્ષા કરવી.
એવી રીતે તળાવ વગેરે ભીની ભૂમિમાં ચાલે કે નહીં, દીવો તરતો મૂકે કે નહીં, ગરમીમાં હવા નાખે કે નહીં તથા વનસ્પતિ કે ત્રસજીવવાળા રસ્તા પર ચાલે કે નહીં, તેમ તેનું નિરીક્ષણ કરવું. એષણા દોષયુક્ત ભિક્ષા ગ્રહણ કરવાનું કહીને પણ તેની પરીક્ષા કરવી.
આ રીતે અધ્યયન, અર્થજ્ઞાન, શ્રદ્ધાન, વિવેક તથા પરીક્ષામાં યોગ્ય હોય તેને ઉપસ્થાપિત કરવા(વડી દીક્ષા દેવી) જોઈએ.
ઉપર લખેલ વિધિથી જે યોગ્ય ન બન્યા હોય, તેને દીક્ષા દેવાથી પ્રાયશ્ચિત્ત આવે છે. –[નિશીથ ચૂર્ણિ પૃ. ૨૮૦]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org