________________
છેદશાસ્ત્રઃ પરિશિષ્ટ ખંડ-૧
પ્રાયશ્ચિત્ત સમાન કહેલ છે.
ચાર પાંચ દિવસની છૂટમાં શુભ દિવસ કે વિહાર વગેરે કારણો ઉપરાંત ૠતુધર્મ વગેરે અસ્વાધ્યાયનું જે પણ કારણ સમાવિષ્ટ છે તેનું નિવારણ ૪–૫ દિવસની છૂટમાં સરળતાથી થઈ શકે છે.
૧૦૪
[૧૫]દીક્ષાર્થી અને તેના ગુરુની યોગ્યાયોગ્યતાનું સ્પષ્ટીકરણ [નિશીથ ઉદ્દેશક-૧૧ : સૂત્ર−૮૪, ૮૫] પ્રથમ સૂત્રમાં, જાણીને અયોગ્યને દીક્ષા દેવાનું પ્રાયશ્ચિત્ત કહ્યું છે. બીજા સૂત્રમાં અજાણતા દીક્ષા દીધા પછી અયોગ્ય જાણીને પણ વડી દીક્ષા દેવાનું પ્રાયશ્ચિત્ત કહ્યું છે.
ન
તેનાથી એ ફલિત થાય છે કે દીક્ષા દીધા પછી અયોગ્યતાની જાણકારી હોવા છતાં વડી દીક્ષા ન દેવી જોઈએ. અયોગ્યતાની જાણકારી ન હોવાનાં બે કારણ હોઈ શકે છે, યથા– (૧) દીક્ષાર્થી પોતાની અયોગ્યતાને છુપાવી હોય (૨) દીક્ષાદાતાએ વ્યવસ્થિત રીતે પૂરી જાણકારી ન મેળવી હોય.
-
બીજા કારણમાં દીક્ષાદાતાનો પ્રમાદ છે. માટે તે સૂત્રોક્ત પ્રાયશ્ચિત્તને પ્રાપ્ત કરે છે. ઉપસ્થાપિત(વડીદીક્ષા) કર્યા પછી તેને છોડી દેવા કે ન છોડી દેવા એ ગીતાર્થના નિર્ણય પર નિર્ભર છે.
ન
પ્રવ્રજયાને અયોગ્ય વ્યક્તિ :– (૧) બાળ-આઠ વર્ષથી નીચેની ઉંમરવાળા (૨) વૃદ્ધ–૭૦ વર્ષથી વધારે ઉંમરવાળા (૩) નપુંસક(જન્મ નપુંસક, ધૃત નપુંસક, સ્ત્રી નપુંસક તથા પુરુષ નપુંસક વગેરે) (૪) જડ(શરીરથી અશક્ત, બુદ્ધિહીન કે મૂંગા) (૫) ક્લિબ– સ્ત્રીના શબ્દ, રૂપ, નિમંત્રણ વગેરેના નિમિત્તથી ઉદિત વેદમોહને નિષ્ફળ કરવામાં અસમર્થ. (૬) રોગી–૧૬ પ્રકારના રોગ અને ૮ પ્રકારની વ્યાધિમાંથી કોઈપણ રોગ કે વ્યાધિથી યુક્ત. શીઘ્રઘાતી વ્યાધિ અને ચિરઘાતી રોગ કહેવાય છે. II ભાષ્ય ગાથા-૩૬૪૭॥ (૭) ચોર– રાત્રિમાં ઘરે-ઘરે પ્રવેશ કરી ચોરી કરવાવાળા, ખિસ્સા કાતરું વગેરે અનેક પ્રકારના ચોર-ડાકુ-લૂંટારા (૮) રાજ્યના અપરાધી– કોઈ પણ પ્રકારનું રાજ્ય વિરૂદ્ધ કાર્ય કરવાથી અપરાધી જાહેર કરેલ હોય તેવા (૯) ઉન્મત્ત, યક્ષાવિષ્ટ કે પાગલ (૧૦) ચક્ષુ હીન– જન્માંધ હોય અથવા પછીથી એક કે બે આંખોની જ્યોતિ ચાલી ગઈ હોય (૧૧) દાસકોઈના ખરીદેલા અથવા કોઈ કારણોથી દાસત્વપણું હોય (૧૨) દુષ્ટ– કષાય દુષ્ટ(અતિ ક્રોધી) અને વિષય દુષ્ટ(વિષયાસક્ત) (૧૩) મૂર્ખ– દ્રવ્ય મૂઢ વગેરે અનેક પ્રકારના મૂર્ખ, બુદ્ધિ ભ્રમવાળા (૧૪) કરજદાર− બીજાની સંપત્તિ ઉધાર લઈને ન દેનારા (૧૫) જુગિત(હીન)– જાતિથી, કર્મથી, શિલ્પથી હીન અને શરીરથી હીન અંગોવાળા(જેના નાક, કાન, પગ, હાથ કપાયેલા હોય) (૧૬) બદ્ધ કર્મ–શિલ્પ વિદ્યા, મંત્ર વગેરે શીખવા કે શીખવાડવા માટે કોઈની સાથે પ્રતિજ્ઞાબદ્ધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org