________________
છંદશાસ્ત્ર: પરિશિષ્ટ ખંડ-૧
|
|૧૦ર !
વગેરેથી કર્મબંધ થાય છે. ક્યારેક અપયશ તેમજ ઉપદ્રવ પણ થાય છે. માટે સંયમવિરાધનાની તેમજ પ્રાયશ્ચિત્તની પ્રાપ્તિ થાય છે. – નિશીથ ચૂર્ણિ.
સ્વાધ્યાય પ્રિય ભિક્ષુઓએ અસ્વાધ્યાય સંબંધમાં પણ હંમેશા સાવધાની રાખવાની ફરજનું આવશ્યક રૂપથી પાલન કરવું જોઈએ. યાદ રાખવાનું કે આ કર્તવ્ય ફક્ત અર્ધમાગધી ભાષાવાળા કાલિક તેમજ ઉત્કાલિક સૂત્રોનાં મૂળ પાઠની અપેક્ષાએ છે. આવશ્યક સૂત્ર(પ્રતિક્રમણ સૂત્ર)ને માટે અસ્વાધ્યાય સંબંધી કોઈ કર્તવ્ય નથી. તેમજ સૂત્રોની વ્યાખ્યા, ભાષાન્તર, અર્થ ચિંતન, વાંચન તેમજ અન્ય સંવર પ્રવૃત્તિ વગેરેને માટે પણ અસ્વાધ્યાય સંબંધી કોઈ નિયમ લાગુ પડતો નથી.
દીક્ષા, દીક્ષિત તેમજ દક્ષા ગુરુ | F I[૧૪] વડી દીક્ષા સંબંધી વિધાન તેમજ પ્રાયશ્ચિત્ત. [વ્યવહાર સૂત્ર, ઉદ્દેશક-૪, સૂત્ર-૧૭] પ્રથમ તથા અંતિમ તીર્થકરના શાસનમાં ભિક્ષુઓને સામાયિક ચારિત્રરૂપ દીક્ષા દીધા પછી છેદોપસ્થાપનીય ચારિત્ર રૂપ વડી દીક્ષા દેવામાં આવે છે. તે સામાયિક ચારિત્રની જઘન્ય કાળ મર્યાદા સાત અહોરાત્રિની છે. અર્થાત્ કાળની અપેક્ષાએ નવદીક્ષિત ભિક્ષુ સાત રાત્રિ પસાર થયા પછી આઠમા દિવસે તે વડી દીક્ષાને યોગ્ય(કલ્પાક) કહેવાય છે. તે પહેલાં શૈક્ષ કહેવાય છે, કારણ કે જઘન્ય શૈક્ષ ભૂમિ સાત રાત્રિની છે.
ગુણની અપેક્ષાએ (૧) આવશ્યક સૂત્ર સંપૂર્ણ, અર્થ અને વિધિ સહિત કિંઠસ્થ કરી લેવાથી (૨) જીવાદિનું તથા સમિતિઓનું સામાન્ય જ્ઞાન કરી લેવાથી (૩) દશવૈકાલિક સૂત્રના ચાર અધ્યયનની અર્થ સહિત વાચના લઈને કંઠસ્થ કરી લેવાથી (૪) પ્રતિલેખન વગેરે દૈનિક ક્રિયાઓનો સામાન્ય અભ્યાસ કરી લેવાથી; નવદીક્ષિત સાધુ “કલ્પાક થઈ જાય છે.
આવી રીતે કલ્પાક(વડી દીક્ષા યોગ્ય) થઈ જવાથી તેમજ અન્ય વિવિધ પરીક્ષણ થઈ જવાથી તે નવદીક્ષિત સાધુને વડી દીક્ષા (ઉપસ્થાપના) દેવામાં આવે છે. વડી દીક્ષાની યોગ્યતાથી(ગુણ તથા કાલથી) પહેલા વડી દીક્ષા દેવાથી નિશીથ સૂત્ર ઉદ્દેશક–૧૧, સૂત્ર-૮૪. અનુસાર દીક્ષા દાતાને પ્રાયશ્ચિત્ત આવે છે.
ઉક્ત યોગ્યતાથી સંપન્ન કલ્પાક સાધુને સૂત્રોક્ત સમય પર વડી દીક્ષા ન દેવાથી પ્રસ્તુત સૂત્રોથી આચાર્ય-ઉપાધ્યાયને પ્રાયશ્ચિત્ત આવે છે.
આ પ્રાયશ્ચિત્ત વિધાનથી સ્પષ્ટ થાય છે કે કોઈને પણ નવી દીક્ષા કે વડી દીક્ષા દેવાનો અધિકાર આચાર્ય ઉપાધ્યાયને જ હોય છે તેમજ તેમાં કોઈપણ પ્રકારની ખામી હોવાથી પ્રાયશ્ચિત્ત પણ તેને જ આવે છે.
અન્ય સાધુ-સાધ્વી અથવા પ્રવર્તક કે પ્રવર્તીની પણ આચાર્ય-ઉપાધ્યાયની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org