________________
છેદશાસ્ત્ર ઃ પરિશિષ્ટ ખંડ-૧
ફરીથી તેને શુદ્ધ કરવું આવશ્યક હોય છે.
ૠતુધર્મનો અસ્વાધ્યાય ત્રણ દિવસ સુધી રહે છે. પરંતુ વ્યવહારસૂત્રના ઉદ્દેશક ૭ સૂત્ર ૧૭માં પોતાના અસ્વાધ્યાયમાં પરસ્પર વાચના લેવા-દેવાનું વિધાન કરવામાં આવેલ છે. તેની ભાષ્યમાં વિધિ આ પ્રકારે બતાવેલ છે– રક્ત વગેરેની શુદ્ધિ કરીને આવશ્યકતાનુસાર એક, બે અથવા સાત સુધી વસ્ત્રપટ બાંધીને સાધુ-સાધ્વી પરસ્પર વાંચણી લઈ-દઈ શકે છે. પ્રમાણને માટે જુઓ— વ્યવહાર સૂત્ર ઉદ્દે.૭, ભાષ્ય ગાથા-૩૯૦થી ૩૯૪ તથા નિશીથ ભાષ્ય ગાથા– ૬૧૬૭થી ૧૭૦ તથા અભિધાન રાજેન્દ્ર કોષ ભાગ ૧ પાના−૮૩૩ અસખ્તાય શબ્દ.
૧૭૦
સૂત્ર ૧૪ અને ૧૫માં વર્ણન કરેલ બધો અસ્વાધ્યાય આગમોના મૂળ પાઠના ઉચ્ચારણથી જ સંબંધિત જાણવો જોઈએ. કારણ કે તેની ભાષા દેવ-વાણી’ છે અને અસ્વાધ્યાયનું પ્રમુખ કારણ દેવોના ઉપદ્રવ સાથે સંબંધિત છે.
માસિક ધર્મ વગેરે અવસ્થામાં આગમોનો અર્થ, વાચના કે અનુપ્રેક્ષા, પ્રશ્નો, વ્યાખ્યાન-શ્રવણ વગેરે કરવાનો નિષેધ નથી. ગૃહસ્થને સામાયિક પૌષધ આદિ તથા પ્રભુ સ્તુતિ-સ્મરણનો નિષેધ પણ કોઈપણ શાસ્ત્રમાં નથી.
આગમ સ્વાધ્યાયના નિયમોને સામાયિક-પ્રતિક્રમણ વગેરે ધર્મ પ્રવૃત્તિઓને માટે પણ જો લાગુ કરવામાં આવે તો એ પ્રરૂપણાનું અતિક્રમણ થાય છે. તેમજ અકારણ બધી ધર્મક્રિયાઓમાં અંતરાય થાય છે. એક વિષયના નિયમને અન્ય વિષયમાં જોડવો અનુચિત પ્રયત્ન છે.
વ્યવહાર સૂત્ર ઉદ્દેશક-૭માં જ્યારે સ્વયં આગમકાર માસિક ધર્મ વગેરે પોતાના અસ્વાધ્યાયમાં આગમની વાંચણી અર્થાત્ અર્થ લેવાનું પણ વિધાન કરે છે તો પછી કોઈપણ આચાર્ય સામાયિક, પ્રતિક્રમણ, પ્રભુ સ્મરણ, નવકારમંત્ર તેમજ લોગસ્સ વગેરેના ઉચ્ચારણનો નિષેધ કરે, એ ક્યારે ય પણ ઉચિત નથી. કારણ કે આ પ્રકારની આગમ વિપરીત માન્યતા રાખવાથી સંવત્સરી મહાપર્વના દિવસે પણ સામાયિક-પૌષધ, પ્રતિક્રમણ, વ્યાખ્યાન શ્રવણ, મુનિ દર્શન તેમજ નમસ્કાર મંત્રોચ્ચારણ વગેરે બધી ધાર્મિક પ્રવૃત્તિઓથી વંચિત રહેવું પડે છે. બધા પ્રકારની ધર્મપ્રવૃત્તિથી વંચિત ગૃહસ્થ પર્વ દિવસોમાં પણ સાવધ પ્રવૃત્તિ તેમજ પ્રમાદમાં જ સંલગ્ન હોય છે. માટે એવી પ્રરૂપણા કરવી સર્વથા અયોગ્ય છે.
માટે સ્વકીય અસ્વાધ્યાયમાં શ્રાવક-શ્રાવિકા વિવેકપૂર્વક સામાયિક પ્રતિક્રમણ વગેરે ક્રિયા કરે તો તેમાં કોઈ દોષ ન સમજવો જોઈએ અને ઘરકાર્યથી નિવૃત્તિના આ દિવસોમાં તેને સંવર વગેરે ધર્મક્રિયામાં જ વધારે સમય પસાર કરવો જોઈએ. સાધ્વીઓએ અન્ય અધ્યયન, શ્રવણ, સેવા, તપ, આત્મચિંતન, ધ્યાન વગેરેમાં સમય પસાર કરવો જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org