________________
૧૬૯
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના જૈનાગમ નવનીત
લૌકિક પ્રચલનમાં અમાસને માટે ત્રીસનો અંક લખવામાં આવે છે અને તેને જ મહિનાનો અંતિમ(છેલ્લો) દિવસ માનવામાં આવે છે. પરંતુ આ માન્યતા જૈન શાસ્ત્ર સંમત નથી. કેટલાય વિદ્વાનો પ્રસ્તુત સૂત્ર ૧ર ના આધારથી પણ આ લૌકિક માન્યતાનો નિર્દેશ માને છે. પરંતુ આ સૂત્રથી આવો અર્થ સમજવો ભ્રમણા છે. કારણ કે ટીકા તેમજ નિશીથ ચૂર્ણમાં તેવો અર્થ કરવામાં આવ્યો નથી તથા ઉપર નિર્દિષ્ટ આચારાંગ અધ્યયન ૧૫ના પાઠને સમક્ષ રાખતા આવો અર્થ કરવો આગમ વિરૂદ્ધ થાય છે. માટે અષાઢ, આસો, કારતક અને ચૈત્રની પૂનમ તેમજ શ્રાવણ, કારતક, માગસર, વૈશાખની એકમ આ આઠ દિવસ અસ્વાધ્યાયના સમજવા જોઈએ.
તેને જ ગુજરાતની પરંપરા પ્રમાણે અષાઢ પૂનમ પછી અષાઢ વદ એકમ એ પ્રમાણે અસ્વાધ્યાયના દિવસો સમજી લેવા જોઈએ.
ઇન્દ્ર મહોત્સવને માટે “આસો સુદ પૂનમ' જેનાગમોની વ્યાખ્યા તેમજ જૈનેતર શાસ્ત્રોમાં કહેવામાં આવી છે. તોપણ અલગ-અલગ ક્ષેત્રોમાં કાંઈક જુદી-જુદી પરંપરા પણ કાલાંતરે પ્રચલિત થઈ જાય છે, જેમ કે લાટદેશમાં શ્રાવણી પૂનમને ઈન્દ્ર મહોત્સવ હોવાનું ચૂર્ણિકારે બતાવેલ છે. એવી જ રીતે કોઈ કારણથી ભાદરવાની પૂનમને મહોત્સવનો દિવસ માનીને અસ્વાધ્યાય માનવાની પરંપરા પ્રચલિત છે. જેનાથી કુલ દસ દિવસ મહોત્સવ’ સંબંધી અસ્વાધ્યાયના માનવામાં આવે છે. તેને ફક્ત પરંપરા જ સમજવી જોઈએ, કારણ કે તેના માટે મૌલિક પ્રમાણ કોઈ જ નથી.
પ્રસ્તુત સૂત્રમાં ઉપરના વિવેચન પ્રમાણે આઠ દિવસ જ કહેવામાં આવેલ છે. તે આઠ દિવસમાં સ્વાધ્યાય કરવા પર સૂત્રોક્ત પ્રાયશ્ચિત્ત આવે છે. ભાદરવાની પૂનમ તેમજ આસો વદ એકમનો સ્વાધ્યાય કરવાથી પ્રસ્તુત સૂત્રોક્ત પ્રાયશ્ચિત્ત આવતું નથી.
[૧૨] માસિક ધર્મમાં અસ્વાધ્યાયનો વિવેક તેમજ સત્યાવબોધ નિશીથ સૂત્ર ઉદ્દેશક–૧૯ સૂત્ર ૧૫] સ્વયંની અસ્વાધ્યાય બે પ્રકારે હોય છે– (૧) વ્રણ સંબંધી (૨) ઋતુધર્મ સંબંધી. એમાં ભિક્ષને એક પ્રકારનો તેમજ ભિક્ષુણી (સાધ્વી)ને બન્ને પ્રકારનો અસ્વાધ્યાય હોય છે.
શરીરમાં ફોડલા-ફેન્સી, ભગંદર, મસા વગેરેમાંથી જ્યારે લોહી-રસી બહાર આવે છે ત્યારે તેનો અસ્વાધ્યાય હોય છે. તેની શુદ્ધિ કરીને ૧૦૦ હાથની બહાર પરઠીને સ્વાધ્યાય કરી શકાય છે. શુદ્ધિ કર્યા પછી પણ લોહી વગેરે નીકળતું રહે તો પણ સ્વાધ્યાય કરી શકાતો નથી, પરંતુ તેમાં એક, બે કે ત્રણ વસ્ત્ર પટ બાંધીને પરસ્પર આગમ વાંચણી લઈ-દઈ શકાય છે. ત્રણ પટ પછી લોહી દેખાય તો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org