________________
૧૬૭
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશનાઃ જૈનાગમ નવનીત
નિદ્રા વગેરે પ્રવૃત્તિઓ કરી શકાય છે. પરંતુ પ્રથમ અને અંતિમ ચારે ય પોરસી કાળમાં ફક્ત સ્વાધ્યાય જ કરવામાં આવે છે. ઉત્તરાધ્યયન સૂત્ર, અધ્યયન-૨૬ અનુસાર સ્વાધ્યાયના સમયમાં જો ગુરુ વગેરે કોઈ સેવાનું કાર્ય કહે તો કરવું જોઈએ અને ન કહે તો સ્વાધ્યાયમાં જ લીન રહેવું જોઈએ.
આ સ્વાધ્યાય કાલિકશ્રુતનો છે. તેમાં નવું કંઠસ્થ કરવું કે તેનું પુનરાવર્તન કરવું વગેરે સમાવિષ્ટ છે. જ્યારે નવું કંઠસ્થ કરવાનું અધ્યયન કાર્ય પૂર્ણ થઈ જાય ત્યારે તેનું ફક્ત પુનરાવર્તન કરવાનું રહે છે.
વ્યવહાર સૂત્ર ઉ.૪માં સાધુ-સાધ્વીઓને, શીખેલા જ્ઞાનને કંઠસ્થ રાખવાનું આવશ્યક કહેલ છે અને ભૂલી જવા પર કઠોરતમ પ્રાયશ્ચિત્ત કહેવામાં આવેલ છે અર્થાત્ પ્રમાદથી ભૂલી જવાથી તેને જીવન પર્યત કોઈ પણ પ્રકારની પદવી આપવામાં આવતી નથી અને પદવીધર હોય તો તેને પદવી પરથી દૂર કરવામાં આવે છે. ફક્ત વૃદ્ધસ્થવિરોને આ પ્રાયશ્ચિત્ત નથી. માટે શ્રુત કંઠસ્થ કરવું અને સ્થિર રાખવું, નિરંતર સ્વાધ્યાય કરતા રહેવાથી જ થઈ શકે છે.
ઉત્તરાધ્યયન સૂત્ર અધ્ય. ર૬માં સ્વાધ્યાયને સંયમનો ઉત્તરગુણ કહેલ છે. બધા દુઃખોમાંથી મુક્ત કરનારો તથા સર્વભાવોની શુદ્ધિ કરનારો કહેલ છે.
આ બધા આગમ વર્ણનોને હૃદયમાં ધારણ કરીને ભિક્ષુ હંમેશાં સ્વાધ્યાયરત રહે અને સૂત્રોક્ત પ્રાયશ્ચિત્ત સ્થાનોનું સેવન ન કરે અર્થાત્ સ્વાધ્યાય સિવાય વિકથા, પ્રમાદ વગેરેમાં સમય ન બગાડે.
વિકથા વગેરેમાં સમય વિતાવવાથી અને યથાસમયે આગમનો સ્વાધ્યાય ન કરવાથી પ્રસ્તુત સૂત્રોક્ત પ્રાયશ્ચિત્ત આવે છે. જેનો સરલતાપૂર્વક સ્વયંસ્વીકાર કરવો જોઈએ તેમજ સંઘ વ્યવસ્થામાં પણ તેને પ્રાયશ્ચિત્ત દેવાની તેમજ સ્વીકાર કરવાની પરંપરા રાખવી જોઈએ. હ |[૧૦] સ્વાધ્યાયની પ્રમુખતામાં એક ભ્રાંતિનું નિવારણ [વ્યવહાર ઉદ્દેશક-૭, સૂત્ર ૧૫–૧૬] જ્ઞાનના અતિચારોના વર્ણનથી તેમજ નિશીથ ઉદ્દેશક ૧૯ સૂત્ર ૧૩ના પ્રાયશ્ચિત્ત વિધાનથી તથા શ્રમણ સૂત્રના ત્રીજા સુત્રથી સ્પષ્ટ થઈ જાય છે કે સ્વાધ્યાયના સમયે સાધુ-સાધ્વીઓએ અવશ્ય સ્વાધ્યાય કરવો જોઈએ.
આ સ્વાધ્યાયવિધાનની પૂર્તિમાં પ્રાયશ્ચિત્તથી બચવાને માટે કોઈ પરંપરામાં પ્રતિક્રમણની સાથે જ દશવૈકાલિકની સતર ગાથા(૧૭)નો સ્વાધ્યાય કરવામાં આવે છે, તે પરંપરા અનુચિત છે. કારણ કે પ્રતિક્રમણનો સમય તો અસ્વાધ્યાયનો કાળ છે, તેની સાથે સ્વાધ્યાય કરવો, આગમ વિરુદ્ધ છે. બીજો દોષ એ થાય છે કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org