________________
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત
છે. જેમાં સૂત્રની પરિભાષાથી અતિરિક્ત અનેક આગમ સંમિલિત કરવામાં આવે છે અને તેમાં કોઈ તો વ્યાખ્યા ગ્રંથોને પણ સૂત્રમાં ગણી લે છે. જેમ કેઓઘનિર્યુક્તિ, પિંડનિયુક્તિ.
૧૫
દસ પૂર્વથી ઓછા યાવતુ એક પૂર્વ સુધીના જ્ઞાની દ્વારા રચિત શ્રુત પણ સમ્યગ્ હોઈ શકે છે અને તેને આગમ કહેવામાં આવે છે. આ નંદી સૂત્રની કાલિક ઉત્કાલિક શ્રુતની સૂચિથી સ્પષ્ટ થાય છે. નંદી સૂત્રની રચનાના સમયે ઉપલબ્ધ ૭૨ સૂત્રોને નંદી સૂત્રના રચનાકારે આગમ રૂપમાં સ્વીકાર કર્યો છે. તેમાં એક પૂર્વધર બહુશ્રુત દ્વારા રચિત કે સંકલિત અનેક સૂત્ર છે.
માટે આ ૭૨ સૂત્રોમાંથી જેટલા સૂત્ર ઉપલબ્ધ છે અને જેમાં કોઈ વધારે પરિવર્તન કે ક્ષતિ થઈ નથી, તેને આગમ ન માનવા, તે ફક્ત દુરાગ્રહ છે. તેમજ તેનાથી નંદીસૂત્ર કર્તાની આશાતના થવી સ્પષ્ટ છે. આ ૭૨ સૂત્રોમાંથી ઉપલબ્ધ જે સૂત્રોમાં અહિંસાદિ મૂળ સિદ્ધાંતોથી વિપરીત પ્રરૂપણા ક્યારેક કોઈના દ્વારા પ્રક્ષેપણ કરવામાં આવેલ છે, તેને શુદ્ધ આગમ માનવું પણ ઉચિત નથી.
આ ૭૨ સૂત્રો સિવાય અન્ય સૂત્ર, ગ્રંથ, ટીકા, ભાષ્ય, નિર્યુક્તિ, ચૂર્ણિ, નિબંધ, ગ્રંથ કે સમાચારી ગ્રંથ વગેરેને આગમ કે આગમ તુલ્ય માનવાનો આગ્રહ કરવો તે સર્વથા અનુચિત છે.
નંદીસૂત્રની રચનાના સમયે ૭૨ સૂત્રો સિવાય અન્ય કોઈ પણ પૂર્વધરો દ્વારા રચિત સૂત્ર, ગ્રંથ કે વ્યાખ્યાગ્રંથ ઉપલબ્ધ હતા નહીં, એ નિશ્ચિત છે. જો કાંઈ ઉપલબ્ધ હોત તો તેને શ્રુત સૂચિમાં અવશ્ય સમાવેશ કરી લેત, કારણ કે આ સૂચિમાં અજ્ઞાત રચનાકારો તથા એક પૂર્વધર બહુશ્રુત રચિત શ્રુતને પણ સ્થાન આપવામાં આવેલ છે. તો નંદીસૂત્રની રચના પહેલાના અનેક પૂર્વધર કે ચૌદ પૂર્વધર આચાર્યો દ્વારા રચિત અને ઉપલબ્ધ શ્રુતનો કોઈપણ રૂપમાં ઉલ્લેખ ન કરવાનું કોઈ કારણ હોઈ શકતું નથી. માટે બાકીના બધા સૂત્ર, વ્યાખ્યાઓ, ગ્રંથ વગેરે નંદી સૂત્રની રચનાની પછી રચાયેલ છે, આ ધ્રુવ સત્ય છે અને તેને સ્વીકારવું જ જોઈએ. તોપણ ઇતિહાસ સંબંધી વર્ણનોથી દૂષિત પરંપરાઓ થઈ જવાના કારણે વ્યાખ્યા ગ્રંથ પણ ચૌદપૂર્વી વગેરે દ્વારા રચિત હોવાની ભ્રાંત ધારણાઓ પ્રચલિત છે.
આ સંબંધમાં વિશેષ ઐતિહાસિક જાણકારી સારાંશ ખંડ–૮માં આપી છે. જિજ્ઞાસુ પાઠક તેનું અવલોકન કરે.
[૯] સ્વાધ્યાયની અવશ્ય કરણીયતા તેમજ પ્રાયશ્ચિત્ત
[નિશીથસૂત્ર ઉદ્દેશક–૧૯, સૂત્ર–૧૩] દિવસની પ્રથમ કે અંતિમ પોરસી અને રાત્રિની પ્રથમ અને અંતિમ પોરસી એ ચાર પોરસીઓ કાલિકશ્રુતની અપેક્ષાથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org