________________
છેદશાસ્ત્રઃ પરિશિષ્ટ ખંડ-૧
૧૬૪
ગણધરો દ્વારા રચિત આગમ કાલિક હોય છે અને દષ્ટિવાદ વગેરે અંગસૂત્રોમાંથી ભાષા પરિવર્તન વિના એમના એમજ ઉદ્ધત કરવામાં આવેલ આગમ પણ કાલિક સૂત્ર કહેવામાં આવે છે કારણ કે તે અંગસૂત્રોનું મૌલિક રૂપ જ હોય છે. તે સિવાય અન્ય પૂર્વધરો દ્વારા પોતાની શૈલીમાં રચિત આગમને ઉત્કાલિક શ્રુત સમજવું જોઈએ. કારણ કે તેમાં અર્થની મૌલિકતા રહી શકે છે, પરંતુ સૂત્રની મૌલિકતા રહેતી નથી.
આગમોની ૩ર કે ૪૫ સંખ્યા માનવાની પરંપરા પણ અલગ-અલગ અપેક્ષાએથી તથા કોઈ ક્ષેત્રકાલમાં કરવામાં આવેલી કલ્પના માત્ર જ સમજવી જોઈએ. વાસ્તવમાં નંદી સૂત્રમાં ૭ર સૂત્રોના જે નામ છે, તે નંદીસૂત્રની રચનાના સમયમાં ઉપલબ્ધ આગમોની સૂચિ છે. તેમાં સ્વયં નંદીસૂત્રનું પણ નામ છે, જે એક પૂર્વધર શ્રી દેવદ્ધિ ગણી ક્ષમા શ્રમણ(દેવ વાચક) દ્વારા રચિત છે તથા અન્ય પણ એક પૂર્વધર દ્વારા રચિત અનેક આગમોના નામ ત્યાં આપવામાં આવેલ છે.
અનેક આગમોનો રચનાકાળ કે રચનાકારનો કોઈ પ્રામાણિક ઇતિહાસ પણ મળતો નથી. નંદી સૂત્રમાં કહેવામાં આવેલ મહાનિશીથ વગેરે સૂત્રોના ખંડિત થઈ જવા પર એને પૂરક પાઠોથી પૂરા કરવામાં આવેલ છે.
ગ્રંથોમાં આગમોની પરિભાષા આ પ્રમાણે કહેલ છે– सुत्तं गणहर रइयं, तह पत्तेइ बुद्ध रइयं च । સુય વતિ રડ્ય, મન જ પુથ્વિ રહ્યું ૬૪ – બૃહતસંગ્રહણી
આ ગાથા અનુસાર પ્રત્યેક બુદ્ધ, ગણધર, ચૌદપૂર્વી તથા સંપૂર્ણ દસ પૂર્વધરોની રચના, સંકલનાને સૂત્ર કે આગમ કહેવામાં આવે છે. નંદીસૂત્ર અનુસાર પણ ભિન્ન દેશોન) દશ પૂર્વધરોના શ્રુત, સમ્યગુ અથવા અસમ્યગૂ પણ હોઈ શકે છે. પરંતુ દશપૂર્વ સંપૂર્ણ ધારણ કરનારાઓનું શ્રુત (ઉપયોગ યુક્ત હોવા પર) સમ્યક જ હોય છે.
ઉપલબ્ધ આગમોમાંચાર છેદસૂત્ર, દશવૈકાલિક સૂત્ર તથા પ્રજ્ઞાપના સૂત્રના રચનાકાર જ્ઞાત છે, જે ૧૪ પૂર્વધર તથા ૧૦ પૂર્વધર માનવામાં આવે છે. આવશ્યક સૂત્ર તેમજ અગિયાર અંગસૂત્ર ગણધર રચિત માનવામાં આવે છે. તોપણ પ્રશ્નવ્યાકરણ સૂત્રમાં ગણધર રચિત સંપૂર્ણ વિષય દૂર કરીને અન્ય વિષય જ રાખવામાં આવેલ છે, જેનો નંદીસૂત્રમાં નિર્દેશ પણ નથી, માટે તેને તે પ્રમાણે ધ્યાનમાં રાખવું જોઈએ. અન્ય અનેક ઉપલબ્ધ સૂત્રોના કર્તા અજ્ઞાત છે. એ પ્રકારે બૃહતસંગ્રહણીમાં ઉક્ત આગમ(સૂત્ર)ની પરિભાષામાં આવનારા શ્રુત ઘણાં જ અલ્પ છે.
વર્તમાનમાં ૩ર આગમ અથવા ૪૫ આગમ કહેવાની પરંપરા પ્રચલિત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org