________________
છેદશાસ્ત્રઃ પરિશિષ્ટ ખંડ-૧
સ્વાધ્યાય કાળ છે. એ ચાર કાળમાં સ્વાધ્યાય ન કરવો અને અન્યવિકથા, પ્રમાદ વગેરેમાં સમય પસાર કરી દેવો એ જ્ઞાનનો અતિચાર છે, જેમ કે– જાતે ન મો सज्झाओ; सज्झाए न सज्झाइयं ॥
આવ.અ.૪
—
૧૬
આ અતિચારનું સેવન કરવાથી સૂત્રોક્ત પ્રાયશ્ચિત્ત આવે છે. તાત્પર્ય એ છે કે ભિક્ષુને આવશ્યક સેવા કાર્ય સિવાય ચારે ય પોરસીમાં સ્વાધ્યાય કરવો આવશ્યક હોય છે.
સ્વાધ્યાય ન કરવાથી થનારી હાનિઓ -
૧. સ્વાધ્યાય ન કરવાથી પૂર્વ ગ્રહીત શ્રુત વિસ્તૃત થઈ જાય છે.
૨. નવા શ્રુતનું ગ્રહણ તેમજ તેની વૃદ્ધિ થતી નથી.
૩. વિકથાઓ તેમજ અન્ય પ્રમાદોમાં સંયમનો અમૂલ્ય સમય પસાર થઈ જાય છે. ૪. સંયમ ગુણોનો નાશ થાય છે.
૫. સ્વાધ્યાય, તપ અને નિર્જરાના લાભથી વંચિત રહેવું પડે છે. પરિણામે ભવ પરંપરા નષ્ટ થઈ શકતી નથી. માટે સ્વાધ્યાય ભિક્ષુનું પરમ કર્તવ્ય છે, એવું સમજવું જોઈએ.
સ્વાધ્યાય કરવાથી થતા લાભો:
૧. સ્વાધ્યાય કરવાથી વિપુલ નિર્જરા થાય છે.
૨. શ્રુતજ્ઞાન સ્થિર તેમજ સમૃદ્ધ થાય છે.
૩. શ્રદ્ધા, વૈરાગ્ય, સંયમ એવં તપમાં રુચિ વધે છે. ૪. આત્મ ગુણોની પુષ્ટિ થાય છે.
૫. મન તેમજ ઇન્દ્રિય નિગ્રહમાં સફળતા મળે છે.
૬. સ્વાધ્યાય ધર્મ ધ્યાનનું આલંબન કહેવામાં આવેલ છે. તેમજ તેનાથી ચિત્તની એકાગ્રતા પ્રાપ્ત થાય છે. પરિણામે તેનાથી ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાનની પ્રાપ્તિ થાય છે.
ચારે ય કાળમાં કાલિકશ્રુતનો સ્વાધ્યાય કરવો તેમજ અન્ય પ્રહરોમાં ઉત્કાલિક શ્રુતનો સ્વાધ્યાય કરવો કે અર્થ ગ્રહણ કરવા અથવા વાંચણી લેવી. દિવસના ત્રીજા પ્રહરમાં ભિક્ષા ન લાવવાની હોય તો ઉત્કાલિક શ્રુતના સ્વાધ્યાય વગેરેમાં મગ્ન રહેવું. રાત્રિના બીજા પ્રહરમાં પણ સાધુ ઉપર કહેલ તે પ્રમાણે સ્વાધ્યાય કરે અગર સૂવે. રાત્રિના ત્રીજા પહોરમાં નિદ્રા લઈને તેનાથી નિવૃત્ત થઈ જાય અને તે પ્રહરનો સમય બાકી હોય તો ઉત્કાલિકશ્રુત વગેરેનો સ્વાધ્યાય કરે. ફરીથી ચોથા પ્રહરમાં કાલિકશ્રુતનો સ્વાધ્યાય કરે.
આ સાધુની દિવસની ચર્યા તેમજ રાત્રિની ચર્ચાનું વર્ણન સ્વાધ્યાયથી જ પરિપૂર્ણ થાય છે. ઉત્કાલિક પોરસીમાં સૂત્રોનો સ્વાધ્યાય, સૂત્રોના અર્થ, આહાર,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org