________________
૧૦૧
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના: જૈનાગમ નવનીત
કે કે I[૧૩] અસ્વાધ્યાયનો મર્મ તેમજ વિવેક કે દિલ્હી [નિશીથ સૂત્ર, ઉદ્દેશક-૧૯, સૂત્ર–૧૪] અસ્વાધ્યાયમાં સ્વાધ્યાયનો નિષેધ કરવાનું મુખ્ય કારણ એ છે કે ભગવતી સૂત્ર શતક–૫, ઉદ્દે–૪માં દેવોની ભાષા અર્ધમાગધી કહી છે અને આ ભાષા આગમની પણ છે માટે મિથ્યાત્વી તેમજ કુતૂહલી દેવો દ્વારા ઉપદ્રવ કરવાની સંભાવના રહે છે. અસ્વાધ્યાયના આ સ્થાનોથી એ પણ સ્પષ્ટ થાય છે કે સ્પષ્ટ ઘોષની સાથે ઉચ્ચારણ કરતા થકા આગમોની પુનરાવૃત્તિ રૂપ સ્વાધ્યાય કરવાની પદ્ધતિ હોય છે, તે અપેક્ષાથી આ અસ્વાધ્યાય કહેલ છે. તેની અનુપ્રેક્ષા, આગમના ભાષાંતરનો સ્વાધ્યાય કરવાનો અસ્વાધ્યાય થતો નથી. અસ્વાધ્યાયના સંબંધમાં વિશેષ વિધાન એ છે કે આવશ્યક સૂત્રના પઠન-પાઠનમાં અસ્વાધ્યાય થતો નથી કારણ કે એ હંમેશાં બન્ને કાળ સંધ્યા સમજે જ અવશ્ય કરણીય હોય છે.
માટે “નમસ્કાર મંત્ર' “લોગસ્સ વગેરે આવશ્યક સૂત્રના પાઠ પણ હંમેશાં સર્વત્ર વાંચી કે બોલી શકાય છે.
કોઈપણ અસ્વાધ્યાયની જાણકારી થયા પછી બાકી રહેલા અધ્યયન કે ઉદ્દેશકને પૂર્ણ કરવાને માટે સ્વાધ્યાય કરવાથી પ્રાયશ્ચિત્ત આવે છે. તિર્યંચ પંચેન્દ્રિય કે મનુષ્યના રકત વગેરેની જળથી શુદ્ધિ કરવી હોય તો સ્વાધ્યાય સ્થળથી ૬૦ હાથ કે ૧૦૦ હાથ દૂર જઈને કરવી જોઈએ. તે ઇન્દ્રિય, ચઉરિદ્રિયના લોહી કે કલેવરનો અસ્વાધ્યાય ગણવામાં આવતો નથી.
ઔદારિક સંબંધી અશુચિ પદાર્થોની વચમાં રાજમાર્ગહોય તો અસ્વાધ્યાય થતો નથી. ઉપાશ્રયમાં તથા તેની બહાર0 હાથ સુધી બરાબર પ્રતિલેખન કરીને સ્વાધ્યાય કરવાથી પણ કોઈઔદારિક અસ્વાધ્યાય રહી જાય તો સૂત્રોક્ત પ્રાયશ્ચિત્ત આવતું નથી.
માટે સાધુ દિવસમાં બધા પ્રકારના અસ્વાધ્યાયનું પ્રતિલેખન અને વિચાર કરીને સ્વાધ્યાય કરે છે અને રાત્રિમાં સ્વાધ્યાય કાળનું પ્રતિલેખન કરવા યોગ્ય ભૂમિ, અર્થાત્ જયાં ઊભા રહેવાથી બધી દિશાઓ તેમજ આકાશ સ્પષ્ટ દેખાય, એવી ત્રણ ભૂમિઓનું સૂર્યાસ્ત પહેલાં પ્રતિલેખન કરી રાખે છે, વર્ષા વગેરેના કારણે ક્યારેક મકાનમાં રહીને પણ કાળ પ્રતિલેખન કરવામાં આવે છે.
વિશાળ સાધુ સમુદાયમાં બે સાધુ આચાર્યની આજ્ઞા લઈને કાળનું પ્રતિલેખન કરે છે. પછી સૂચના દેવા પર બધા સાધુ સ્વાધ્યાય કરે છે. વચ્ચે અસ્વાધ્યાયનું કારણ જણાય તો તેનો પૂર્ણ નિર્ણય કરીને સ્વાધ્યાય બંધ કરી દેવાય છે.
સ્વાધ્યાય આવ્યેતર તપ તેમજ મહાન નિર્જરાનું સાધન હોવા છતાં પણ અસ્વાધ્યાયમાં સ્વાધ્યાય કરવાથી જિનાજ્ઞાનું ઉલ્લંઘન થાય છે. મર્યાદા ભંગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org