________________
૧૭
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના ઃ જૈનાગમ નવનીત
(5) 卐 卐
પ્રકીર્ણક પરિશિષ્ટ [૧૬] ચૈત્ય શબ્દનો અર્થ
વ્યવહાર સૂત્ર ઉદ્દેશક-૧ : સૂત્ર–૩૩] સૂત્રમાં 'સમ્મ માનિયા" શબ્દનો પ્રયોગ કરવામાં આવેલ છે. ટીકાકારે તેનો “જિન વચનોથી ભાવિત અંતઃકરણવાળા” એવો અર્થ કર્યો છે.
રેય શબ્દના અનેક અર્થ શબ્દકોષમાં બતાવેલ છે. તેમાં જ્ઞાનવાન અને ભિક્ષુ વગેરે અર્થ પણ પેય શબ્દના કરેલ છે. અનેક સૂત્રોમાં તીર્થંકર ભગવાન મહાવીર સ્વામીને માટે વેશ્ય શબ્દનો પ્રયોગ કરવામાં આવેલ છે. તે શબ્દથી ભગવાનને જ્ઞાનવાન કહ્યા છે.
ઉપાસક દશાંગ અ. ૧માં શ્રમણોપાસકની સમકિત સંબંધી પ્રતિજ્ઞાનો પાઠ છે. તેમાં અન્ય તીર્થિકથી ગ્રહણ કરેલ ચૈત્યને અર્થાત્ સાધુને વંદન નમસ્કાર તેમજ આલાપ-સંલાપ કરવાનો તથા આહાર-પાણી દેવાનો નિષેધ છે. ત્યાં સ્પષ્ટ રૂપથી ચેય શબ્દનો ભિક્ષુ અર્થમાં પ્રયોગ કરવામાં આવેલ છે. ત્યાં ચૈત્યથી આલાપ સંલાપ કરવાનું આગમ કથન વિશેષ મનનીય છે, કારણ કે મૂર્તિની સાથે આલાપ સંલાપ થાય નહીં.
પ્રસ્તુત સૂત્રમાં પ્રયુક્ત રેફ્ય શબ્દનો અર્થ મૂર્તિપૂજક સમુદાયવાળા ‘અરિહંત ભગવાનની મૂર્તિ’ પણ કહે છે. પરંતુ તે ટીકાકારના અર્થથી વિપરીત છે, તથા પૂર્વાપર સૂત્રોથી પણ વિરુદ્ધ છે. કારણ કે ટીકાકારે અહીં અંતઃકરણ શબ્દનો પ્રયોગ કર્યો છે, તે મૂર્તિમાં થઈ શકતો નથી.
સૂત્રમાં સમ્યક્ ભાવિત ચૈત્યનો અભાવ થવા પર અરિહંત-સિદ્ઘની સાક્ષી માટે ગામ વગેરેની બહાર જવાનું કહ્યું છે. જો અરિહંત ચૈત્યનો અર્થ મંદિર હોય તો મંદિરમાં જ અરિહંત સિદ્ધની સાક્ષીથી આલોચના કરવાનું કથન હોત, તો ગામની બહાર જવાનો અલગ વિકલ્પ દેવાની આવશ્યકતા રહેતી નથી. માટે "રેન્ડ્સ" શબ્દનો પ્રસ્તુત પ્રકરણમાં ‘જ્ઞાની’ સમ્યક્ દૃષ્ટિ અથવા સમજદાર પુરુષ, એવો અર્થ કરવો ઉપયુક્ત છે.
સમવાયાંગ સૂત્રમાં તીર્થંકરોને જે વૃક્ષની નીચે કેવળજ્ઞાન ઉત્પન્ન થાય છે, તેને ‘ચૈત્ય વૃક્ષ’ અર્થાત્ જ્ઞાનોત્પત્તિ સ્થળનું વૃક્ષ કહ્યું છે. તાત્પર્ય એ છે કે મૌલિક ગણધર રચિત આગમોમાં તેમજ વિશાળ શબ્દકોષોમાં પણ ‘ચૈત્ય' શબ્દનો અર્થ ‘જ્ઞાન’ સૂચિત કરવામાં આવેલ છે. પ્રસ્તુત પ્રકરણમાં પણ ‘જ્ઞાની’ સમ્યક્ દૃષ્ટિ અર્થ જ અપેક્ષિત છે, તેમજ પ્રસંગોચિત પણ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org