________________
૧પ૯
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના: જૈનાગમ નવનીત
પાંચ-દસ વર્ષ સુધી આગમ અધ્યયન તેમજ આત્મ જાગૃતિ યુક્ત સંયમ પાલનમાં પૂર્ણ યોગ્ય બનાવવા જોઈએ. આ પ્રત્યેક પદવીધરનું, ગચ્છ પ્રમુખનું અને ગુરુનું પરમ કર્તવ્ય છે. એવું કરવાથી તે શિષ્યોને ઉપકારક થઈ શકે છે.
દશાશ્રુતની દશા ૫ માં પણ આચાર્યાદિ માટે શિષ્યના તરફ એવા કર્તવ્યોનું કથન કરીને ઋણમાંથી ઋણમુક્ત થવાનું કહેવામાં આવ્યું છે. જેનું વિવેચન ત્યાં જુઓ. વર્તમાનમાં આવું ન કરનારા અનેક પદવીધરો શું પોતાના કર્તવ્યમાં સજાગ છે? તેમજ જિનશાસનના પ્રત્યે કૃતજ્ઞ છે? કે પદ દ્વારા ફક્ત પ્રતિષ્ઠા પ્રાપ્ત કરીને આત્મ સંતોષ રાખનારા છે? આ વિચારણીય વિષય છે.
આવિષયમાં ઊંડો વિચાર કરીને જિનશાસન પ્રત્યે કર્તવ્ય નિષ્ઠા રાખનારા આત્માર્થી સાધકોને આગમ અનુસાર અધ્યયન-અધ્યાપન તેમજ પદ પ્રદાન કરવાની વ્યવસ્થા કરવી જોઈએ તેમજ વિકૃત પરંપરાને આગમાનુસાર કરવાને માટે પ્રયત્નશીલ થવું જોઈએ.
- વર્તમાનમાં આ માન્યતા પણ પ્રચલિત છે કે આચારાંગ તેમજ નિશીથ સૂત્રનું ગુરુ મુખેથી એકવાર વાચન-શ્રવણ કરી લે તો પ્રમુખ થઈને વિચરણ કરી શકે અને પદવી ધારણ કરી શકે છે અને એવું કરવા પર સૂત્રાજ્ઞાનું પાલન થઈ જાય છે. પરંતુ આ ઉપરોકત બંને સુત્રોમાં કરવામાં આવેલ વિધાનોને ઊંડાઈપૂર્વક સમજવાથી ઉપર્યુક્ત ધારણા ફક્ત સ્વમતિ કલ્પિત કલ્પના માત્ર સિદ્ધ થાય છે. કારણ કે આ સૂત્રોમાં આચાર પ્રકલ્પનું વિસ્મરણ થવા વગેરે વિધાનથી સ્પષ્ટ રીતે પ્રત્યેક સાધુ-સાધ્વીને કંઠસ્થ કરવું જ સિદ્ધ થાય છે.
કોઈ આચાર્યોની આ પણ માન્યતા છે કે સાધ્વીને નિશીથ સૂત્રનું અધ્યયન અધ્યાપન આર્યરક્ષિતના દ્વારા નિષિદ્ધ છે. આ પણ આગમ વિપરીત કલ્પના છે. કારણ કે પ્રસ્તુત સોળમાં સૂત્રમાં સાધ્વીને આચાર-પ્રકલ્પને કંઠસ્થ રાખવાનું સ્પષ્ટ વિધાન છે. આગમ વિધાનોથી વિપરીત આજ્ઞા આપીને પરંપરા ચલાવવાનો અધિકાર કોઈપણ આચાર્યને હોતો નથી અને સાડા નવ પૂર્વ આર્યરક્ષિત સ્વામી આવી આજ્ઞા આપે પણ નહીં. તોપણ ઇતિહાસના નામથી એવી કંઈક અસંગત કલ્પનાઓ પ્રચલિત થઈ જાય છે. બુદ્ધિશાળીઓએ કલ્પિત કલ્પનાઓથી સાવધાન રહીને સૂત્રાજ્ઞાને પ્રમુખતા આપવી જોઈએ.
છે કે || [૧] આગમોનો અધ્યયન ક્રમ વ્યિવહાર સૂત્ર, ઉદ્દેશક–૧૦: સૂત્ર રરથી ૩૭] સૂત્રોક્ત આ અધ્યયન ક્રમ તે સૂત્રના રચયિતા શ્રી ભદ્રબાહુ સ્વામીના સમયમાં ઉપલબ્ધ સૂત્રો અનુસાર છે. ત્યાર પછી રચાયેલા સૂત્રોનો આ અધ્યયન ક્રમમાં ઉલ્લેખ નથી. તેથી વિવાઈ વગેરે ૧ર ઉપાંગ સૂત્ર તેમજ મૂળસૂત્રના અધ્યયન ક્રમની અહીંયા વિવક્ષા કરવામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org