________________
| છેદશાસ્ત્રઃ પરિશિષ્ટ ખંડ-૧
૧૫૮
કે અધ્યયનની વ્યવસ્થામાં આચારાંગ-નિશીથ સૂત્રને અર્થ-પરમાર્થ સહિત કંઠસ્થ કરવા તે પ્રત્યેક સાધુ-સાધ્વી માટે આવશ્યક છે તથા સ્વાધ્યાય વગેરે દ્વારા કંઠસ્થ રાખવા પણ આવશ્યક છે.
જે કોઈ પણ સાધુ કે સાધ્વી આના અધ્યયનની યોગ્યતાવાળા હોતા નથી કે આનું અધ્યયન કરતા નથી અથવા અધ્યયન કર્યા પછી પણ એનો સ્વાધ્યાય ન કરતાં ભૂલી જાય છે તે સાધુકે સાધ્વી જિનશાસનના કોઈપણ પદને ગ્રહણ કરવામાં કે પૂર્વે ગ્રહણ કરેલને ધારણ કરવામાં અયોગ્ય ઠરે છે. તેને કોઈ પણ પદ દેવામાં આવતું નથી, જો પહેલાથી કોઈ પદ પર હોય તો તેને પદથી હટાવવામાં આવે છે. તેને સંઘાડાના પ્રમુખ થઈને વિચરણ કરવાનો અધિકાર પણ રહેતો નથી તથા કોઈ પણ પ્રકારની ગણ વ્યુત્સર્ગ સાધના અર્થાત્ એકલવિહાર, સંભોગ પ્રત્યાખ્યાન વગેરે સાધનાઓ પણ તે કરી શકતા નથી.
આચાર પ્રકલ્પના ધારક સાધુ જ જઘન્ય ગીતાર્થ બહુશ્રુત કહ્યા છે. તે જ સ્વતંત્ર વિહાર કે ગોચરીને યોગ્ય હોય છે. અબહુશ્રુત, અગીતાર્થની ગવેષણાથી પ્રાપ્ત વસ્તુઓનો ઉપયોગ કરવાનો પણ ભાષ્યમાં નિષેધ કરેલ છે તેમજ પ્રાયશ્ચિત્ત કહેલ છે.
વર્તમાનમાં પૂર્વોનું જ્ઞાન વિચ્છેદ માનવું તે આગમ સંમત છે પરંતુ અન્ય સૂત્રોનો વિચ્છેદ થયાનું કહી શકાય નહિં. માટે ક્ષેત્ર કે કાળનો આધાર લઈને આ વ્યવહાર સૂત્ર કથિત વિધાનોના આચરણનો વિચ્છેદ માનવો, બધી રીતે અનુચિત છે. કારણ કે વર્તમાનમાં દીક્ષિત થનારા અનેક નવયુવક સાધુ-સાધ્વીને જો યોગ્ય અભ્યાસ કરાવનારા મળે તો તે ત્રણ વર્ષમાં આટલા અધ્યયન કંઠસ્થ ઘણી સરળતાથી કરી શકે છે. પરંતુ અત્યંત ખેદની સાથે આ કહેવું પડે છે કે અધ્યયનના ક્ષેત્રમાં ઉદાસીનતાને કારણે વિદ્યમાન લગભગ દસ હજાર જૈન સાધુ-સાધ્વીઓમાં ફક્ત દસ સાધુ-સાધ્વીઓ પણ આ આચાર પ્રકલ્પને અર્થ સહિત કંઠસ્થ કરનારા નથી. તોપણ સમાજમાં અનેક આચાર્ય-ઉપાધ્યાય બનેલા છે અને અનેક ઉક્ત પદની પ્રાપ્તિને માટે લાલાયિત રહેનારા પણ છે. સંઘાડાના પ્રમુખ બનીનવિચરણ કરનારા પણ અનેક સાધુ-સાધ્વી છે અને તે પોતાને આગમ અનુસાર વિચરણ કરનારા પણ માને છે, પરંતુ આગમ અનુસાર અધ્યયન, વિચરણ તથા ગચ્છના પદોની વ્યવસ્થા કેવી રીતે કરવી જોઈએ, તે છેદ સૂત્રોના વિવેચનથી સરળતાપૂર્વક જાણવા અને પાલન કરવાનો પ્રયત્ન તેઓ કરતા નથી, આ આગમ વિધાનોની ઉપેક્ષા કરવી છે, તેમ કહેવામાં આવે તો તે અતિશયોકિત નથી. માટે વર્તમાનના પદવીધરો અને ગચ્છ પ્રમુખોએ અવશ્ય આ તરફ ધ્યાન આપીને આગમની અધ્યયન પ્રણાલીને અવિચ્છિન્ન બનાવી રાખવી જોઈએ. અર્થાતુ પ્રત્યેકનવ દીક્ષિત
યુવક સંત-સતીને યોગ્ય વ્યવસ્થા અને કમની સાથે ઓછામાં ઓછા ત્રણ કે Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org