________________
| છેદશાસ્ત્રઃ પરિશિષ્ટ ખંડ-૧
૧પ૬
કરી શકે છે. બાકીના સાધુઓ તેને પ્રમુખ માનીને તેની આજ્ઞામાં રહે છે.
તે પ્રમુખના સિવાય તે સંઘાડામાં અન્ય પણ એક અથવા અનેક સંઘાડાના પ્રમુખ થવાને યોગ્ય હોઈ શકે છે. અર્થાત્ ત્રણ વર્ષથી વધારે દીક્ષા પર્યાયવાળા તેમજ પર્યાપ્ત શ્રત ધારણ કરનારા હોઈ શકે છે. ક્યારેક એક પ્રમુખ સિવાય બધા સાધુ અગીતાર્થ કે નવદીક્ષિત પણ હોઈ શકે છે.
વિચરણ કે ચાતુર્માસ કરનારા સંઘાડાના પ્રમુખ સાધુ કદાચ કાળધર્મ પામે તો શેષ સાધુઓમાંથી રત્નાધિક સાધુ પ્રમુખ પદનો સ્વીકાર કરે. કદાચ રત્નાધિક સાધુ શ્રુતસંપન્ન ન હોય તો અન્ય યોગ્યને પ્રમુખ પદ પર સ્થાપિત કરાય.
કદાચ બાકી રહેલા સાધુઓમાં એક પણ પ્રમુખ થવાને યોગ્ય ન હોય તો તેને ચાતુર્માસ રહેવું કેવિચરવું કલ્પતું નથી, પરંતુ જે દિશામાં અન્ય યોગ્ય સાધર્મિક સાધુ નજીક હોય તેના સાંનિધ્યમાં પહોંચી જવું જોઈએ. આવી સ્થિતિમાં ચાતુર્માસમાં પણ વિહાર કરવો જરૂરી બને છે તથા ક્યાંક વધારે રોકાવાની સાધુભાષામાં સંમતિ આપી હોય તો પણ ત્યાંથી વિહાર કરવો જરૂરી બને છે.
જ્યાં સુધી બીજા સાધાર્મિક સાધુની પાસે ન પહોંચે ત્યાં સુધી રસ્તામાં એક દિવસની વિશ્રાંતિ સિવાય વધારે રોકાવું કલ્પતું નથી. કોઈને કોઈ શારીરિક રોગ આવી જાય તો ઉપચાર માટે વધારે રહી શકાય છે. રોગ દૂર થઈ જવા પછી વૈદ્ય કે ડૉક્ટર વગેરેના કહેવાથી ૧-૨ દિવસ વધારે રહી શકાય છે. સ્વસ્થ થયા પછી બે દિવસથી વધારે રહેવાથી તેને યથાયોગ્ય તપ કે છેદ પ્રાયશ્ચિત્ત આવે છે.
આ સૂત્રોનો પ્રસ્તુત વિષયોનો સાર એ છે કે દીક્ષા લીધા પછી યોગ્ય શિષ્યોએ આવશ્યક શ્રુતજ્ઞાનનું અધ્યયન(આચાર પ્રકલ્પ વગેરે) જલ્દી અર્થ સહિત કંઠસ્થ કરી લેવું જોઈએ. તેના અપૂર્ણ રહેવા પર તે સાધુ ગણ(સંઘાડા)ના મુખ્ય બની શકતા નથી. તેમજ પ્રમુખ સાધુનો કાળધર્મ થઈ જવાથી ચાતુર્માસમાં પણ તેને વિહાર કરવો જરૂરી થઈ જાય છે. જો ઉપરોક્ત બતાવેલ શ્રત પૂર્ણ કરી લીધું હોય તો તે સાધુ ગમે ત્યારે સૂત્રોક્ત પ્રમુખ પદ ધારણ કરી શકે છે. સ્વતંત્ર વિચરણ તેમજ ચાતુર્માસ પણ કરી શકે છે.
એટલા માટે પ્રત્યેક સાધુ-સાધ્વીએ દીક્ષા પછી થોડાક વર્ષો સુધી આગમ પ્રમાણે ક્રમથી શ્રુત અધ્યયન કંઠસ્થ કરવાનું મુખ્ય લક્ષ્ય રાખવું જોઈએ.
I [૫] આચારાંગ-નિશીથ સૂત્ર કંઠસ્થ હોવું અતિ જરૂરી [વ્યવહાર ઉદ્દેશક-૫ સૂત્ર-૧૫, ૧૬] ત્રીજા ઉદ્દેશકના ત્રીજા સૂત્રમાં ત્રણ વર્ષની દીક્ષા પર્યાયવાળા સાધુને “આચાર પ્રકલ્પ” કંઠસ્થ કરવાનું કહેવામાં આવેલ છે અને પાંચમા ઉદ્દેશકના આ સૂત્રોમાં પ્રત્યેક સાધુ-સાધ્વીને આચાર પ્રકલ્પ કંઠસ્થ રાખવું જરૂરી કહેવામાં આવ્યું છે. સાથે જ ગચ્છ પ્રમુખ સાધુઓની ફરજ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org