________________
| છંદશાસ્ત્ર વ્યવહાર સૂત્ર સારાંશ
૧૨
અલ્પ દીક્ષા પર્યાયવાળા સાધુની સેવામાં સહયોગ આપવો ઐચ્છિક હોય છે અને સંયમની અલ્પ પર્યાયવાળા સાધુએ અધિક પર્યાયવાળા સાધુની સેવામાં સહયોગ આપવો જરૂરી છે. રત્નાધિક સાધુ જ સેવા સહયોગ લેવા ન ઇચ્છે તો આવશ્યક હોતો નથી. અવમરાનિક(અલ્પ પર્યાયવાળા) નાના સાધુ બીમાર હોય તો રત્નાધિકને પણ તેની સેવામાં સહયોગ આપવો આવશ્યક થઈ જાય છે. સૂત્ર–૨૬-૩રઃ અનેક સાધુ, અનેક આચાર્ય-ઉપાધ્યાય તથા અનેક ગણાવચ્છેદક આદિ કોઈપણ જો સાથે-સાથે વિચરણ કરે તો તેઓએ પરસ્પર સમાન બનીને ન રહેવું જોઈએ પરંતુ જે તેઓમાં રત્નાધિકહોય તેનું નેતૃત્વ સ્વીકાર કરીને વિનયપૂર્વક તેમજ સમાચારી વ્યવહારનું પાલન કરતા થકા જ સાથે રહેવું જોઈએ.
| પાંચમા ઉદ્દેશકનો સારાંશ સૂત્ર-૧-૧૦:- પ્રવર્તિની બે સાધ્વીઓને સાથે લઈને(અર્થાત્ ત્રણ ઠાણાથી) વિચરણ કરે અને ત્રણ સાધ્વીઓને સાથે લઈને(અર્થાત્ ચાર ઠાણાથી) ચાતુર્માસ કરી શકે છે.
ગણાવચ્છેદિકા ત્રણ સાધ્વીઓને સાથે લઈને વિચરી શકે અને ચાર સાધ્વીઓને સાથે લઈને ચાતુર્માસ કરે. અનેક પ્રવર્તિની કે ગણાવચ્છેદિકા સાથે મળે તો પણ ઉપર્યુક્ત પોત-પોતાની શિષ્યા સંખ્યા અનુસાર જ દરેકે રહેવું જોઈએ. સૂત્ર-૧૧-૧૨ :- પ્રમુખા સાધ્વી કાળધર્મ પામી જાય તો બાકીના સાધ્વીઓ બીજા યોગ્ય સાધ્વીને પ્રમુખ બનાવીને વિચરે અને તે યોગ્ય ન હોય તો વિહાર કરીને શીધ્ર બીજા સંઘાડામાં ભળી જાય. સૂત્ર-૧૩-૧૪:- પ્રવર્તિની દ્વારા નિર્દિષ્ટ યોગ્ય સાધ્વીને પદવી દેવી અને જો તે યોગ્ય ન હોય તો બીજા યોગ્યતાવાળા સાધ્વીને તે પદ પર સ્થાપિત કરવા. સૂત્ર-૧૫-૧૬:- આચારાંગ, નિશીથસૂત્ર દરેક સાધુ-સાધ્વીઓએ અર્થ સહિત કંઠસ્થ કરવા અને એને યાદ રાખવા જોઈએ અને આચાર્ય આદિએ પણ યથા સમયે પૂછતા રહેવું જોઈએ. જો કોઈને એ સૂત્ર પ્રમાદવશ ભૂલાય જાય તો એને કોઈપણ પ્રકારના પદ પર સ્થાપિત ન કરવા અને ન તો એને પ્રમુખ બનાવીને વિચરવાની આજ્ઞા આપવી. જો કોઈ સાધુ-સાધ્વી બીમારી કે સેવાના કારણથી સૂત્ર ભૂલી જાય તો ફરી સ્વસ્થ થવા પર કંઠસ્થ કર્યા પછી જ એને પદ આપી શકાય છે; કંઠસ્થ ન કરે ત્યાં સુધી તે સંઘાડાના પ્રમુખ બનીને વિચારી પણ શકતા નથી. સૂત્ર૧૭-૧૮ – વૃદ્ધાવસ્થાવાળા વૃદ્ધ, સ્થવિર સાધુ-સાધ્વી જો કંઠસ્થ કરેલા સૂત્રને ભૂલી જાય તો ક્ષમ્ય છે. તેમજ ફરીથી તે સૂત્રને યાદ કરવા પર પણ યાદ ન થાય તો તેને કોઈ પ્રાયશ્ચિત્ત આવતું નથી. અવસ્થાવાન સાધુ ક્યારેક સૂતા થકા કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org